અમદાવાદ,તા:૧૫ હવામાન વિભાગે સોમવારથી સતત ત્રણ દિવસ માટે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સર્જાતાં રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ વરસી શકે છે. તા.16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ ખાસ કરીને સૌરાષ્ટ્રને વધુ અસર કરશે. જેમાં અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં હળવે થી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ સારો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.