રાજ્યભરમાં વરસાદની સ્થિતિથી નવરાત્રીનાં આયોજન પર પાણી ફર્યું

અમદાવાદ,તા:૨૯  રાજ્યભરમાં પાછોતરા વરસાદે નવરાત્રીના આયોજન પર પાણી ફેરવી દીધું છે, જેથી ખેલૈયાઓ ભારે નિરાશ થઈ રહ્યા છે. પાછોતરા વરસાદના કારણે વિવિધ ગરબાના આયોજનના સ્થળ પર પાણી ફરી વળ્યું છે, જેથી આગામી દિવસોમાં પાણી અને કાદવના કારણે ગરબા યોજાઈ શકે તેમ નથી. મોટાભાગના ગરબા આયોજકોએ શરૂઆતના બે દિવસ ગરબાનું આયોજન મોકૂફ રાખ્યું છે.