રાજ્યમાં 30 લાખ કામ પડતર હોવાનો અંદાજ, અધિકારીઓ કામ કરતાં નથી

4 જિલ્લાઓમાં 360537 અરજીઓ લોકોના પ્રશ્નો માટે આવી હતી. તેનો મતલબ કે દરેક જિલ્લામાં 1 લાખ લોક પ્રશ્નો પડતર રહે છે. જેનો નિકાલ અધિકારીઓ કરતાં નથી. આવા 30 લાખથી વધું કામો આ રીતે પ્રજાના અટવાઈ પડતાં હોવાનો અંદાર લગાવી શકાય તેમ છે. વિધાનસભામાં 4 જિલ્લાની આપવામાં આવેલી વિગતો પરથી આ ફલિત થાય છે.

૨૦૧૮ દરમિયાન અમદાવાદ જિલ્લામાં શહેરી વિસ્તારમાં ૬૨ સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.જેમાં ૫૩ જેટલી સેવાઓ આવરી લઇ ૬૦,૧૨૧ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો.
મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ હેઠળ ૫૫ સેવાઓને આવરી લઇ ૯૨ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ હેઠળ૧,૦૬,૩૯૨ અરજીઓ આવી હતી. જે પૈકી સ્થળ પરજ ૧,૦૬,૩૮૪ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લામાં ૫૨ સેવાઓને આવરી લઇ ૧૦ સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ૨૩,૨૬૯ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૫૯ જેટલા સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન કરી ૧,૭૦,૭૫૫ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો.