રાણીની વાવમાંથી ચોરાયેલી બ્રહ્માની એ બહુમૂલ્ય મૂર્તિ ક્યાં છે ?

અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ 11મી સદીમાં બનાવડાવી હતી. પતિ ભીમદેવના અવસાન પછી તેમની યાદમાં બંધાવી હતી. તાજ શહેનશાહે બેગમ માટે બંધાવ્યો હતો, તો વાવ પટરાણીએ પોતાના રાજવી પતિની યાદમાં તૈયાર કરાવી હતી. એ પણ તાજમહેલના પાંચસો વર્ષ પહેલાં.

68 મીટર લાંબી સાત માળની 27 મીટર ઊંડી વાવનું નિર્માણ કરાવ્યું હતું. તેની પહોળાઈ 65 ફીટ, લંબાઈ 213 ફીટ અને ઊંડાઈ 92 ફીટ જેટલી છે.

કોઇક કારણોસર આ વાવ જમીનમાં દટાઇ ગઇ હતી. 20મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવનેમૂળ સ્વરૂપમાં લાવવા માટે ભારતીય પુરાતત્ત્વ વિભાગે ૧૯૬૮માં માટીમાં દટાયેલી વાવને બહાર કાઢીને, તેને સાચવવાનું કાર્ય પુરાતત્ત્વ વિભાગે હાથમાં લીધું છે. રેતીથી દટાયેલી રાણકી વાવ 1980માં પૂર્ણ રીતે ખોદી કઢાઈ હતી.

રાણકી વાવની દીવાલ પર દેવી-દેવતાઓની સાથે-સાથે, અપ્સરાઓ, નાગ કન્યાઓની કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે. રાણકી વાવની સીડીઓમાં ચબૂતરા, મંડપ તથા દીવાલો પર આકર્ષક મૂર્તિઓ જોવા મળે છે, 800થી વધારે મૂર્તિઓ બનાવેલી છે.

બ્રહ્મા અને બ્રમ્હાણીની મૂર્તિ ક્યાં છે ?

પાટણની જગ પ્રખ્યાત રાણકી વાવમાંથી નવેમ્બર 2001માં રાણકી વાવમાંથી ભગમાન બ્રમ્હા અને માતા બ્રમ્હાણીની મૂર્તિ ચોરાઇ હતી. આ મૂર્તિ પાટણની હોવાનું સામે આવતાં તેને ભારતીય ઉચ્ચાયુક્ત નવતેજ સરનાને સોંપવામાં આવી છે. મૂર્તી ભારત પરત લાવવાની હતી. જૂન 2014માં યુનેસ્કોએ રાણકી વાવને વિશ્વ વિરાસતની યાદીમાં મૂકી હતી. તેના બીજા જ વર્ષ 2015માં આ મૂર્તિ લંડન પહોંચી હતી. જે આર્ટ લોસ્ટ રજીસ્ટરની યાદીમાં ઉમેરવામાં આવી હતી. હવે તે ક્યાં છે ?

મનોહર મૂર્તિઓ 262 સ્તંભ ઉપર પણ છે. ઘણાં થાંભલા તૂટી ગયા છે. 340માંથી બચેલા 262 થાંભલા પર કીર્તિમુખ, કિન્નરો, વાદકો, નૃત્યકારો, મગર, વાનરની પ્રચલિત પંચત્રંક્ષની વાર્તાઓનું કંડારકામ થયું છે.

પ્રતિમાં વગરના ખાલી ઝરૂકાના શિલ્પો ક્યાં ?

પાટણની રાણકી વાવના પ્રથમ માળ ઉપર આવેલી ડાબી બાજુની દિવાલ ઉપર પ્રતિમાઓ વગરના ખાલી ઝરૂખા દર્શાવે છે. વચ્ચે વચ્ચે અપ્સરાઓની વિવિધ મુદ્રાઓ ધરાવતા સ્તંભથી અનેક મંડપ તો બને છે, પરંતુ અપ્સરાઓની વચ્ચે આવેલા દેવતાઓના સ્થાન ખાલી છે. આ હકીકત દર્શાવે છે કે રાણકી વાવ તેના નિર્માણ પછીની અવદશાના કાળમાં કેટલી હદે વેરવિખેર થઈ ગઈ હશે. અહીં જેટલા ખાલી મંડપ જોવા મળે છે. એ બધા દેવી-દેવતાઓની પ્રતિમાઓ વિવિધ આશયથી લોકો લઈ ગયા છે. અથવા પ્રતિમાઓ ભગ્ન થઈ ગઈ છે, પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. જેમ પ્રતિમાઓ કાળની ગર્તામાં પ્રતિમાઓ ગૂમ થઈ ગઈ છે તેમ તેના ગુમ થવાના કારણો પણ લુપ્ત થઈ ગયા છે. જો તમામ પ્રતિમાઓ શોધી શકાઈ હોત તો પાટણની આ રાણકી વાવની જાહોજલાલી હજી વધારે સમૃદ્ધ હોત.

ભૂકંપ વખતે ખંડિત વાવના કલાત્મક સ્તંભ વચ્ચે નવા સપોર્ટિંગ પત્થરના સ્તંભ પાંચમા અને છઠ્ઠા માળે તાજેતરમાં ઊભા કરાયાં છે. વાવ સિવાયના અવશેષોની દરકાર દેવાતી નથી.

ઐતિહાસિક સ્મારકોની જોઈએ તેટલી કાળજી લેવાતી નથી. રાણકી વાવને બાદ કરતાં અન્ય સ્થાપત્યો અંગે નિરુત્સાહી અને ઉપેક્ષિત વલણ રહ્યું છે.

વિશ્વ વારસો જાહેર કર્યા પછી કોઈ ફાયદો નહીં 

રાણકીવાવના જોવા આવનારની સંખ્યા 2011-12માં 2.8 લાખ હતા 2018-19માં 3.5 લાખ થયા છે. પણ વિશ્વના પ્રવાસી વધવા જોઈએ તેનો કોઈ ફાયદો થયો નથી. 2011-12માં વિદેશી પ્રવાસી 2999 હતા તે 2018-19માં 3908 થયા છે. આમ વિશ્વને આકર્ષવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે. વિદેશી પ્રવાસીને લાયક એકપણ હોટેલ કે રેસ્ટોરન્ટ પાટણમાં નથી. રાણકી વાવ વર્લ્ડ હેરિટેજ જાહેર થયાના વર્ષો પછી પણ સુવિધા ઊભી કરવામાં સરકાર નિષ્ફળ છે.

ઐતિહાસિક ધરોહર હવે ખાનગી હાથોમાં

વાવ ખાનગી હાથોમાં જઈ રહી છે. દિલ્હીના લાલ કિલ્લાને દાલમિયા જૂથે રૂ. 25 કરોડમાં પાંચ વર્ષના કોન્ટ્રાકટ પર દત્તક લઈ લીધો છે. ત્યાર બાદ કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા હવે ગુજરાતની રાણકી વાવ પણ ખાનગી કંપનીને સોંપી દેવા દરખાસ્ત છે. જંગી આવક થતી હોવા છતાં કેમ ખાનગી કંપનીને રાણકી વાવ સોંપવામાં આવી રહી છે. તે એક રહસ્ય છે. તેની આવક બે કરોડથી વધે તેવી શક્યતા છે. પાંચ વર્ષમાં 10 કરોડની આવક થઈ શકે છે. તેથી જો ખાનગી કંપનીને સોંપવામાં આવે તો લોકોને અને સરકારને ગેરફાયદો છે.

પ્રવેશ ફી

પ્રવેશ ફી રૂ. 15 હતા, જે હવે રૂ. 25 થઈ ગયા છે. જ્યારે વિદેશી પર્યટકો પાસેથી રૂ. 200 પ્રવેશ ફી લેવામાં આવતી હતી. તે રૂ. 300 કરી દઈને તેમાં 50 ટકાનો વધારો કર્યો છે. ઉ વિશ્વ વારસા તરીકે રાણકી વાવ જાહેર થઈ ત્યાં સુધી કોઈ પ્રવેશ ફી ન હતી. પણ પછી તુરંત રૂ. 10 ફી લેવાનું શરૂ કરી દેવાયું હતું. સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે ગુજરાતના તમામ ઐતિહાસિક સ્થળ પર ફી વધારો કરાયો છે. જેના થકી પુરાતત્વ વિભાગને રૂ. 63.90 લાખ આવક થઈ હતી. ફી વધવાના કારણે હવે રૂ. 50 લાખની આવક વધતાં વર્ષે રૂ. 1.15 કરોડથી રૂ. 1.25 કરોડની આવક થશે. પ્રજા પર સીધો જ રૂ. 50 લાખનો બોજ લાદી દેવાયો હતો. ગરીબ પ્રવાસીઓ અહીં આવતાં બંધ થશે. તેને સરકાર અન્યાય કરી રહી હોવાનું ઇતિહાસ વિદો માની રહ્યાં છે.