સુરતના વરાછા વિસ્તારના પુણાગામમાં રહેતા બીપીન હિરપરા નામના યુવાને ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ શરું કરી છે. પોતાની ઇકો કારમાં તે બિમાર વ્યકિતઓને લઈ જાય છે. તેમની પાસેથી કોઇપણ જાતનું ભાડું કે ખર્ચ તે લેતા નથી. રાત્રે 10થી સવારના 5 વાગ્યા સુધી તે તાકિદની સેવા આપે છે. શહેરમાં ગમેત્યાથી ફોન 98255 90640 કરે તો ગાડી લઇને આપેલા સરનામે પહોંચી જાય છે. નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દર્દીને લઇ જાય છે. તેઓ આ સેવા સતત 3 વર્ષથી કરી રહ્યા છે. આ 3 વર્ષમાં 80થી વધુને દર્દીઓને તેમણે હોસ્પિટલમાં સારવાર અપાવી છે.
તેમની કાર ખરાબ થઈ ગઈ ત્યારે બીજાની કાર લઈને તેમના બનેવીને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા ત્યારથી તેણે નક્કી કર્યું કે જરૂરીયાતના સમયે લોકોને મદદ કરશે. અકસ્માત થયેલા દર્દીઓને હોસ્પિટલે પહોંચાડ્યા છે. લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.