રામદેવનગર ગાંજો વેચનારા સામે મહિલાઓની વાદળી ગેંગે દેખાવો કર્યા

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનની બરાબર સામે આવેલા રામદેવનગરમાં દારૂ અને ગાંજો વેચાય છે. છેલ્લાં કેટલાય મહિનાથીઓ સવાર સાંજ દારૂ ગાંજાની વિરૂધ્ધમાં રેલીઓ કાઢતી મહિલાઓની પીડા પોલીસને સંભળાતી નથી. દારૂ ગાંજામાં બરબાદ થઈ રહેલા પોતાના પતિ અને સંતાનોને બચાવવા માટે રામદેવનગરની મહિલાઓ એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો અને તે અંગે નિયમ પ્રમાણે સેટેલાઈટ પોલીસ પાસે મંજુરી પણ માંગી હતી. પોલીસે મંજુરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ધરણાની મંજુરી કેમ મળતી નથી, તેવું પુછવા ગયેલી મહિલાઓને પોલીસે કહ્યું તમે ધરણા કરશો તો અમારી આબરૂ જશે.

પણ મહિલાઓએ ગાંજા સામે લડત આપવા માટે બાદળી ગેંગ બનાવી છે, અને તેઓ ગાંજો વેચનારાઓનો વિરોધ કરે છે. 20 મે 2019ના સાંજે 5 લાગ્યે મહિલાઓએ દેખાવો કરીને ગાંજો – દારુ રામદેવનગરમાં બંખ કરોના નારા લગાવી દેખાવો કર્યા હતા.

રામદેવનગરમાંથી મહિને રૂ.18 કરોડનો ગાંજો અને દારુ વેચાઈ રહ્યો છે. છતાં પોલીસ કંઈ કરતી નથી.

રામદેવનગરમાં બાવરી સમુદાયના લોકો રહે છે, બાવરી સમુદાયમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. ભાગ્યે જ કોઈ ઘર એવુ હશે કે ઘરના પુરૂષો આ વ્યસનથી બચી શક્યા હશે, આ ઉપરાંત ખાસ કરી ગાંજો ખરીદવા માટે ઘણા કોલેજ -સ્કુલ સ્ટુડન્ટ્સ પણ રામદેવનગરમાં આવે છે. આગેવાનો અને પંચને મળી રજૂઆત કરી કે બાવરી સમુદાય બરબાદ થઈ રહ્યો છે. પંચે પણ મહિલાઓને કોઈ મદદ કરવાનો ઈન્કાર કર્યો હતો. બાવરી સમુદાયની મહિલાઓ લડી લેવાના મુડમાં હતી. તેમણે સવાર સાંજ પોતાના વિસ્તારમાં દારૂ ગાંજો બંધ કરાવવા માટે રેલી કાઢવાની શરૂઆત કરી હતી.

દારૂ ગાંજો વેચતા લોકોએ તેમને અટકાવી શકે તેવા તમામ સાથે ગોઠવણ કરી લીધી હતી. એટલે રેલીઓનો પણ કોઈ પ્રભાવ પડયો નહીં. આખરે આ મહિલા આ વિસ્તારમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ પાસે પહોંચી મંચના આગેવાન મીત્તલ પટેલને મળી તેમણે રજૂઆત કરી હતી. દારૂ ગાંજો બંધ કરાવવા માટે તમારે જાતે જ લડવું પડશે એવું તેમણે કહ્યું હતું. તેથી 20 મે 2019ના રોજ રામદેવનગરમાં પ્રવેશવાના રસ્તા ઉપર બાવરી સમુદાયની મહિલાઓ સાંજના 5 થી 7 દેખાવ કરશે એવું પોલીસને જણાવીને મંજૂરી માંગવા ગયા તો પોલીસે મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. તમે દેખાવ કરો તો પોલીસની આબરૂ જાય માટે મંજુરી આપીશું નહીં.

પણ મહિલાઓ મક્કમ હતી.

4 લાખનો પોલીસને હપતો, ઓન લાઈન વેચાણ

2012થી અહીં ગાંજો અને દારુ વેચાય છે. પોલીસને રૂ.4 લાખનો હપતો મળે છે. અહીં રોજ 2 હજાર લોકો ગાંજો લેવા આવે છે. અહીં ઓનલાઈન ગાંજો વેચાય છે. 16 મે 2019ના રોજ અહીંથી ગાંજાના 11 પેકેટ સાથે ભાવનગરનો વિદ્યાર્થી 19 વર્ષનો મનન વિરલભાઈ શાહ ઝડપાયો હતો તે ઈ-પેમેન્ટથી ગાંજો મંગાવતો હતો. અમદાવાદથી કુરિયર અથવા ખાનગી લકઝરી બસમાં પાર્સલ કરી ભાવનગર મોકલેલા ગાંજાનું આવેલું પાર્સલ લેવા ગયેલા બી.બી.એ.ના વિદ્યાર્થીને સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમે ગાંજા સાથે પકડી લીધો હતો.  તેણે ઈ-પેમન્ટ કરી અમદાવાદ સપ્લાયર નારણ કેશાભાઈ સોલંકી (રહે, રામદેવનગર, અમદાવાદ) પાસેથી ગાંજાનો જથ્થો મગાવ્યો હતો. તેના મિત્રો પણ ગંજો પીવે છે. મિત્રો ભેગા મળી ગાંજા ભરેલી સિગારેટના કશ લગાવતા હતા.

રાજ્યની આર્થિક રાજાધાની ગણાતું અમદાવાદ શહેર ગાંજાનું એપી સેન્ટર બની ગયું છે.

2016માં પુસ્તકમાં ગાંજો

12 થી 13 વર્ષના બાળકો પાઠ્યપુસ્તકના પાનામાં સંતાડી 2016થી ગાંજો વેચવાનું કામ કરે છે. વેચાણ પણ પોશ વિસ્તારોમાં જ થઈ રહ્યું છે. રામદેવનગરમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનની નજીક આવેલી વસાહતમાં આવા પદાર્થો વેચાઈ રહ્યા છે. 12-13 વર્ષનાં બાળકો રૂ.100 રૂપિયામાં પાઠ્યપુસ્તકનાં પડીકામાં ગાંજો મોડી રાત સુધી વેચતા હોય છે.

અમદાવાદમાં ગાંજો

શાહઆલમ ચંડોળા તળાવ, રીલીફ રોડ પર પટવા શેરી, દરિયાપુર ચારવાડ, ગોમતીપુર રાજપુર સ્થિત સેન્ટ મેરી હોસ્પિટલ નજીક, સરસપુર, ગુલબાઇ ટેકરા, શાહપુર અડ્ડા પાછળ, મ્હેદીંકુવા, દરિયાખાન ઘુમ્મટ, કાળીગામ, સરદારનગર આંબાવાડી, એસ.જી. હાઇવે પરના જાણીતા મંદિર સામે, રામદેવનગર, વાડજ, વિકટોરિયા ગાર્ડન નજીક ફૂટપાથ પર, વી.એસ. સ્મશાનગૃહ પાસે સ્થળોએ ગાંજો કે બીજા નશીલા પદાર્થો મળે છે.

આવી જ એક બાળકોની ગંજેરી ગેંગે શાહઆલમમાં બાઇક સળગાવી દીધી હતી. તેઓ રામદેવનગર, આનંદરનગર અને વાસણા ઉપરાંત વસ્ત્રાપુર તળાવ પાસેથી ચરસ અને ગાંજો લાવતા રહ્યાં છે. શિવરંજની પાસે કેશવબાગના બગીચામાં ગાંજો વેચતા રહ્યાં છે. વળી, સ્કૂલ કોલેજના યુવાનોને વેચતો હતો. પોલીસે તેની પાસેથી ચાર કિલો ગાંજો જપ્ત કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.