અમદાવાદ,14
કોઈ પણ રાજકીય પક્ષના ઉદય પાછળ તેના પાયાના કાર્યકરોની ભૂમિકા હોય છે. ભાજપ જે સ્થાને હાલ છે તેની પાછળ રમેશ તલાટી જેવા ભેખધારી, સંનિષ્ઠ કાર્યકરોની પક્ષ માટેની કાર્યનિષ્ઠા ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ભાજપના ઉદયકાળથી લઈને રમેશભાઈ તલાટી અમદાવાદની દિવાલો પર ભાજપ-સંઘના આક્રમક સૂત્રો લખીને રહ્યાં હતા લોકો સુધી પક્ષની વાત પહોંચાડતા હતા. આજના સમયના વોસ્ટ એપ, ફેસ બુક, ટ્વીટર પર પોસ્ટ મૂકીને પોતાને રાજકીય પક્ષના કાર્યકરો ગણાવે છે. પણ ખરાઅર્થમાં કોઈ રાજકીય પક્ષનો ઉદાય તો તેના કાર્યરો દિવાલ પર સૂત્રો લખીને કરતાં આવ્યા છે. અટલ બિહારી બાજપેઈ અને લાલકૃષ્ણ અડવાણીએ જ્યારે રામ મંદિર નિર્માણની જાહેરાત કરી મંદિર વહીં બનાયેંગેની પ્રતિજ્ઞા લીધી ત્યારે તલાટીએ પણ મંદિર ન બને ત્યાં સુધી નહીં બોલવાની પ્રતિજ્ઞા લીધી હતી. આમ તેમણે જીવનભર હોઠ સીવી લીધા હતા
તે સમયના કાર્યાલય મંત્રી ભરત પંડીયા કહે છે કે, હું જયારે ૧૯૮૯ થી ૧૯૯૮ ભાજપ પ્રદેશ કાર્યાલય મંત્રી હતો ત્યારે તેમાં રામમંદીર બને તે માટે એક ભેખધારી, ભાજપનાં સામાન્ય કાર્યકર્તા સ્વ.રમેશભાઈ તલાટી- ભાજપ ખાનપુર કાર્યાલય રહેતાં, વોલ પેઈન્ટીંગ કરતાં, ભાજપનાં સૂત્રો, સ્લોગનને દિવાલો પર ચીતરવાનું કામ કરતાં હતા. બેનરો બનાવતાં. અને લગભગ ભૂખ્યાં વધુ રહેતાં. સતત વિચાર અને બીડી તેમનો ખોરાક હતો. હમેશાં સફેદ ઝભ્ભો-લેંઘો પહેરે અને એકદમ દુબળાં એવાં લાગણીશીલ વ્યક્તિને બધાં તલાટીકાકા કહીને બોલાવતાં હતાં.”
રામમંદીર બનાવવા સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આવ્યો ત્યારે રમેશભાઈ તલાટી આ દુનિયામાં હયાત નથી. તેમનું 11 મે 2010માં અવસાન થયું હતું. હાલ પણ કાર્યકરો તેમને યાદ કરે છે. તેમનું દિવાલો પર રંગ કે ગળી કે પડદા માટેનું બાકી બીલ તેમના મૃત્યુપર્યંત ભાજપ દ્વારા ન આપીને તેમને અન્યાય કરવામાં આવ્યો હતો.
રામમંદિર, હોઠબંધી, ભાજપ, કાર્યકર, રમેશ તલાટી, પ્રતિજ્ઞા,