રામ મંદિર બનાવવા માટે VHP પર સાધુઓનું દબાણ

વિશ્વ હિન્દુ પરિષદની 5 ઓક્ટોબર 2018માં નવી દિલ્હી ખાતે મળેલી સાધુ સંતોની સર્વોચ્ચ અધિકારીઓની બેઠકમાં VHP પર દબાણ કરવામાં આવ્યું હતું કે તુરંત રામ મંદિર બનાવવાનું કામ શરૂ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને RSS કાર્યવાહી શરૂ કરે. આ બેઠકમાં 24 સાધુ અને સંતો હાજર હતા. સવારથી ચાલુ થયેલી આ બેઠક 7 કલાક સુધી ચાલવાની હતી. પણ તેમાં સાધુઓએ ચૂંટણી નહીં પણ રામ મંદિરની વાત ઉખેળતાં વિશ્વ હિન્દુ પરિષદ મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું. આ બેઠકમાં અખાડાઓના પણ હાજર હતા. આ બેઠકમાં રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ સંત નૃત્યગોપાલ દાસ પણ હાજર હતા. સાંજે 6.30 કલાકે આ અંગે જાહેરાત કરવાની ફરજ વિશ્વ હિન્દુ પરીષદને પડી શકે છે કે, રામ મંદિર માટે ભાજપની કેન્દ્ર સરકાર પર દબાણ વધારવું. કાર સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાય તેવું પણ દબાણ બેઠકમાં સાધુઓએ કર્યું છે. 29 ઓક્ટોબર 2018માં અયોધ્યા અંગે સર્વોચ્ચ ન્યાયાલય ચૂકાદો આપવાનો છે. શિવસેના ઠાકરે પણ અયોધ્યા જશે એવું માનવામાં આવી રહ્યું છે.

લોકસભાની ચૂંટણી પહેલાં હવે ફરીથી હિન્દુ એજન્ડા પર કામ શરુ થયું છે.

31 ઓક્ટોબરે મુંબઈમાં આરએસએસની બેઠક મળવાની છે જેના પર આ બેઠકનું દબાણ આવી શકે છે. કારણ કે વિશ્વ હિન્દુ પરીષદ અને આરએસએસ રામ મંદિર બનાવવા માટે કોર્ટના ચૂકાદા પ્રમાણે ચાલવા માંગે છે. પણ સંતો કોઈ પણ રીતે મંદિર બનાવવા માંગે છે.

પ્રવીણ તોગડીઆએ જે મુદ્દા પર વિશ્વ હિન્દુ પરિષદનો ત્યાગ કર્યો હતો તે હવે વિશ્વ હિન્દુ પરિષદ સામે આવીને ઊભો છે.