રામ મંદિર માટે રવાના

તા. 21 ઓકટોબરનાં રોજ આંતરરાષ્‍ટ્રીય હિંદુ પરિષદના ડો. પ્રવિણભાઈ તોગડીયાનાં નેતૃત્‍વમાં રામમંદિર નિર્માણ માટે લખનૌથી અયોઘ્‍યા કુચ રવાના થશે અને તા.ર3નાં રોજ અયોઘ્‍યામાં વિશાળ હિંદુ સંમેલન યોજાશે. આ કુચ અયોઘ્‍યામાં ભવ્‍ય રામમંદિર તાત્‍કાલિક બનાવવામાં આવે તે માટે યોજવામાં આવેલ છે. આ કુચમાં અમરેલીમાંથી રામભકતો આં.રા. હિન્‍દુ પરિષદનાં સૌરાષ્‍ટ્ર પ્રાંતનાં મંત્રી નિર્મળભાઈ ખુમાણ, સૌરાષ્‍ટ્ર પ્રાંતનાં રાષ્‍ટ્રીય બજરંગદળનાં મંત્રી નિતીન વાડદોરિયા, અમરેલી જિલ્‍લા મંત્રી દિલીપભાઈ બામટા, રાષ્‍ટ્રીય કિશાન પરિષદનાં મંત્રી મજબુતસિંહ બસીયા વિગેરે શનિવારે લખનૌ કુચમાં જોડાવા માટે રવાના થશે. આ સૌને અમરેલી જિલ્‍લાનાં કાર્યકર્તાઓએ વિદાય આપી અને રામમંદિરનાં નિર્માણમાં સહભાગી થવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.