રાયડા ખરીદી કૌભાંડ, પ્રધાન ફળદુ અને રાદડીયા ચૂપ

બનાસકાંઠાના પાલનપુરમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી અચાનક બંધ કરી દેવાતા ટ્રેક્ટરો લઈને પોતાનો માલ ભરાવવા આવેલા 100 જેટલા ખેડૂતો રોષે ભરાયા હતા. રાયડા ખરીદી કેન્દ્રના અધિકારીઓએ ઇદની રજા હોવાથી ખરીદી બંધ રાખી હતી. પરંતુ બીજા દિવસે રાયડો વેચવા આવ્યા અને ગેટ પાસ લીધો હોવા છતાં અધિકારી હાજર ન હતા. રાયડો ખરીદવાનું બંધ કરાયું હોવાથી ખેડૂતોએ જાહેરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. યાર્ડના અધિકારીઓએ એવું કહ્યું કે રાયડાની ખરીદી મોડી રાત સુધી ચાલુ હતી. ખેડૂતોનું કહેવું હતું કે તેઓ રાયડો વેચવા ન હતા તો કોનો રાયડો ખરીદ કરવામાં આવ્યો છે ? અમારા પછીના 4 હજાર નંબર પાછળ ધરાવતાં ખેડૂતનો રાયડો ખરીદાયો છે. જે તે ખેડૂતોને ખબર પણ નહીં હોય તે તેમનો રાયડો તેમન નામે વેચાયો છે. રાયડાની ખરીદીમાં કૌભાંડ થયું હોવાનો આરોપ ખેડૂતોએ મૂકીને દેખાવો કર્યા હતા.

વેપારીઓ અને અધિકારીઓની મીલીભગત

18 તારીખે પણ આવું જ થયું હતું. નાફેડ તેમજ પુરવઠા ખાતાના અધિકારીઓ, કર્મચારીઓની કેટલાક વેપારીઓ સાથેની મીલીભગતથી ખેડૂતોને સરકારને વેચવાનો રાયડો ટેકાના ભાવ કરતાં સસ્તા ભાવે ગંજના વેપારીઓને વેચવો પડતો હતો. સાંઠગાંઠથી રાયડાની ખરીદીમાં કૌભાંડ થયું હતું.

માલ રીજેક્ટ કરી દેવાયો

અધિકારીઓ દ્વારા જુદા જુદા કારણો બતાવીને રાયડાનો માલ રીજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. તેથી ખેડૂતોને ઓછા ભાવે પોતાનો રાયડો ગંજના વેપારીઓને વેચાણ કરવાની ફરજ ભાજપ સરકારના અધિકારીઓને પડી હતી. આમ માલ રીજેક્ટ કરવાનું કૌભાંડ થયું હતું.  રાયડામાં કચરો તેમજ ભેજ હોવાનું જણાવીને  માલ રીજેક્ટ કરવામાં આવે હતો. નાફેડ અને અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ સંડોવાયેલા હતા.

સરવર ડાઉન

1 એપ્રિલ 2019થી ઓનલાઈન નોંધણી થયા બાદ 8મીથી  રાયડાની ખરીદી શરું કરતાં જ સર્વર ડાઉન થયું હતું.  ખેડૂતોના દોસ્તાવેજો ખોવાઈ જવાની ઘટના સામે આવી હતી. તેથી ખેડૂતોએ ફરીથી દસ્તાવેજો શોધવા પડ્યા હતા. પુરવઠા તંત્રની મીલીભગતથી રાયડાની ખરીદીમાં કૌભાંડ થયું હોવાનો આરોપ ખેડૂતો વારંવાર મૂકી ચૂક્યા છે છતાં નિંભર રૂપાણી સરકારના પ્રધાન જયેશ રાદડીયા કંઈ કરવા તૈયાર નથી.

દસ્તાવેજો ગુમ

28 એપ્રિલ 2019માં ખરીદી ઓછી થતાં ખેડૂતોને ધરમ ધક્કા ખાવા પાડ્યા હતા.  ખેડૂતોના દસ્તાવેજો ગેરવલ્લે અને ખોવાઇ જતા ખેડૂતોને રાયડો વેચવા માટે રઝળપાટ કરવાની ફરજ પડી રહી છે. અગાઉ આપેલ દસ્તાવેજો  વાળા ખેડૂતો રાયડાની વહેંચણીથી બકાત રહી ગયા છે.  ખેડૂતોના જમા કરાવેલ દસ્તાવેજો  જાળવણીના અભાવે ખોવાઇ ગયેલા હતા. આમ ખરીદીમાં કૌભાંડ થયું હતું.