7 FEBRUARY 2013 દેશની ૧૦ રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ભેંસોમાં ગુજરાતની મહેસાણી, જાફરાબાદી, સુરતી અને બન્ની ભેંસનો સમાવેશ – બન્ની અને મહેસાણી ભેંસનો ભાવ નાની કાર જેટલો
બન્ની ૨.૫૦ લાખ સુધી તો મહેસાણી ભેંસ ૮૫ હજાર રૃપિયા સુધી વેચાઇ છે
ભેંસ ભાગોળે અને છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ,ભેંસ આગળ ભાગવત,ડોબા જેવો છે આવી નેગેટિવ કહેવતો ભેંસ માટે સમાજમાં પ્રચલીત છે. આમ છતાં વિશ્વના દૂધ ઉત્પાદનમાં જેનો ફાળો ૫૩ ટકા છે તેવી ભેંસોની સંખ્યા પણ ઓછી નથી. આંકડાની દૃષ્ટિએ ગણીએ તો વિશ્વમાં ભેંસની વસતી ૧૫.૮ કરોડથી પણ વધારે છે. જેમાંથી ૧૫.૪ કરોડ જેટલી ભેંસ તો માત્ર એશિયાખંડમાં વસે છે. ૨૦૦૩માં ભારત સરકાર દ્વારા પાળેલાં પશુઓની ગણતરીમાં સમગ્ર ભારતમાં ૯.૭૯ કરોડ જેટલી ભેંસો ભારતમાં છે.જેમાંથી ૭૧ લાખ ભેંસ તો માત્ર ગુજરાતમાં છે. વિશ્વમાં ર્વાિષક ૧.૩ ટકાના દરે ભેંસોની વસતી વધતી રહે છે.અહીંયાં આપણે એવી ૧૦ ભેંસોનો ઉલ્લેખ કરી રહ્યા છીએ જેમને દેશમાં રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઇ છે. છેલ્લે કચ્છની બન્ની ભેંસને રાષ્ટ્રીય માન્યતા થતાં રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ભેંસોના આંકમાં ગુજરાતની ચાર ભેંસોનો સમાવેશ થયો છે.
આદીકાળથી માનવી અને ભેંસનો સંબંધ શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલો છે. ભારતીય ગ્રેંથોમાં પણ ભેંસને દાનવનું વાહન ગણવામાં આવી છે. આમ ભેંસોનો સંબંધ માનવી સાથે વર્ષેા જૂનો છે.રામાયણમાં પણ કુંભકર્ણને જગાડવા માટે ભેંસોના અવાજનો ઉપયોગ કરાયું હોવાનું ઉલ્લેખાયેલું છે. ભારતીય ભેંસ વોટર બફેલો તરીકે ઓળખવામાં આવે છે. કારણકે તેની કાળી ચામડી અને ગરમીમાં પાણીમાં પડી રહેતી હોવાથી તે વિશ્વમાં વોટર બફેલો તરીકે ઓળખાય છે.આજે પશુપાલન એ માત્ર દૂધ પ્રાપ્તીના સાધનને બદલે એક વ્યવસાય બની ગયો છે. મહેનતકશ ખેડૂતો મહિને લાખો રૃપિયા કમાઇ રહ્યા છે.આણંદની અમૂલ ડેરીની આજે વિશ્વમાં બોલબાલા છે. જેમાં ગુજરાતના મહેનતું પશુપાલકોનો મુખ્ય ફાળો છે. ગુજરાતમાંથી આજે પણ હજારો લીટર દૂધ ટેન્કરો મારફતે પાડોશીમાં રાજ્યમાં મોકલાઇ રહ્યું છે અને ડેરીઓ આજે વટવૃક્ષ સમાન બની ગઇ છે ત્યારે દૂધના ઉત્પાદન સાથે સંકળાયેલી ભેંસો એ ખેડૂતો માટે મહત્વની સાબિત થઇ રહી છે. ભેંસોની સંખ્યા દીનપ્રતિદીન વધી રહી છે ત્યારે ૧૧ ભંેસોની પ્રજાતી એવી છે કે જેને રાષ્ટ્રીય માન્યતા મળી છે. છેલ્લે ભારતની એગ્રીકલ્ચર રીસર્ચ કાઉન્સીલે કચ્છની બન્ની ભેંસને ભારતની ૧૦ મી શુદ્ધ જાતી તરીકે માન્યતા આપી છે.
કચ્છના બન્ની પ્રદેશનું ઉમદા ઘાસીયું મેદાન એશિયામાં સૌથી સારા મેદાનમાંનુ એક છે. અત્યંત પૌષ્ટીક થઇ પડે તેવા અહીં લગભગ ૩૦ પ્રકારના ધાસ અહીં ઉગે છે. બન્ની ભેંસની વિશેષતા એ છે કે તે દુષ્કાળની પરિસ્થિતી કે ઉંચા નીચા તાપમાન તેમજ ઓછા ઘાસમાં પણ આરામથી રહી શકે છે.
બન્ની
એના જનીનીક બંધારણના કારણે બન્ની ભેંસ સારું એવું દૂધ નું ઉત્પાદન પણ આપે છે. બન્ની બેંસ બન્ની ઉપરાંત લગભગ આખા કચ્છ જિલ્લામાં અને બનાસકાંઠાથી પાટણના કેટલાક ભાગમાં પણ જોવા મળે છે. હા ઝેબુ નામની જાત પણ અહીં જોવા મળે છે.જો કે, હાલમાં બન્ની ભેંસની સંખ્યા દીનપ્રતિદીન વધી રહી છે. જેનું મુખ્ય કારણ અહીના માલધારીઓ પૈસાની લાલચમાં હવે ભેંસોને મુંબઇ અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વેચી રહ્યા છે પરિણામે કચ્છમાં બન્ની ભેંસની સંખ્યા ઘટી રહી છે.
જોકે, બન્ની ભેંસની પ્રજાતિ શુધ્ધ રહી છે તેનું કારણ પણ અહીંના માલધારીઓ છે હંમેસાં બન્ની ભેંસને બહારગામના કે અન્ય પ્રજાતિના આખલા સાથે ક્યારેય ફાળવતા નથી. બન્ની ભેંસને ઓળખવી પણ એકદમ સહેલી છે કારણકે ખાસ પ્રકારે એનાં મૂળ તરીકે વળેલાં શીંગડાં, કાળી-મોટી ચળકતી આંખો, ઝાઝી કરચલીઓ વિનાની ડોક અને આખા શરીરે વાળ એની ઓળખના મુખ્ય ચિહ્નો છે. મહારાષ્ટ્રની અન્ય ભેંસોની જેમ જ મરાઠાવાડની ભેંસોના શિંગડાં પણ પાછળની તરફ વળેલાં અને નાની કલવાર જેવાં હોય છે . પાતળું નાનું મોં અને ભૂખરો કાળો રંગ હોય છે અને એની પૂંછડી પર સફેદ ડાધ જોવા મળે છે. ભદાવરી આ ભેંસનું મૂળ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશનો કેટલોક વિસ્તાર છે.મધ્યમ બાંધો, ભૂખરી ચામડી,તાંબાના રંગના વાળ તથા ગરદનમાં લફેદ રંગની રીંગ આ ભેંસની મુખ્ય લાક્ષણિકતાઓ છે.આ બેંસ સરેરાશ રોજનું ચાર લીટર જેટલું દૂધ આપે છે.
પંઢરપુરી ભેંસ
આ ભેંસનુ મૂળ વતન સોલાપુર જિલ્લાનું પંઢરપુર છે પરંતુ એ સોલાપુર, કોલ્હાપુર તથા સાંગળી જિલ્લામાં પણ જોવા મલે છે. આ ભેંસનાં શિંગડાં તરત જ ધ્યાન ખેંચે તેવા હોેય છે. અત્યમત લાંબા પાછળની તરફ વળેલાં અને તલવાર જેવા દેખાતા હોય છે.જે ૪૫-૫૦ સેમી. થી લઇને ૧-૧.૫ મીટર સુધી લાંબા હોય છે. ૪૫૦થી ૪૭૦ કિલો વજન ધરાવતી આ ભેંસ ટંકનું બેથી ત્રણ લીટર દૂધ આપે છે.
ટોડા ભેંસ
માથાની બન્ને બાજુ ઉગેલાં શીંગડાં ઘરાવતી આ ભેંસ તમિલનાડુમાં જોવા મળે છે. એ શરીરે ભૂખરા રંગની હોય છે જેના શરીર પર આછા ભૂરા રંગના વાળ હોય છે અને તેના શીંગડાં ભારેખમ અને મોટા હોય છે. જ્યારે તે વજનમાં પણ કદાવર હોય છે.
નીલીરાવી ભેંસ
પાકિસ્તાનમાં મોન્ટગોમરી,મુલતાન અને સતલજ નદીના કિનારે જ્યારે ભારતમાં ફિરોઝપુર જિલ્લામાં આ ભેંસો જાવા મળે છે. આ ભેંસો મધ્યમ કદની કાળા કે આસમાની રંગની હોય ચે. માથાના વાળ,કપાળ, ચહેરો અને ચારેય પગ અને પૂંછડીની ચમરી સફેદ રંગવાળી હોય છે. શિંગડાં પણ ઓછા વળેલાં અને પ્રમાણમાં નાનાં હોય છે. મોઢુ લાંબુ અને ઉપસેલું તથા ગરદન અને પગ લાંબા હોય છે. આ જાતની ભેંસ વેતરના લગભગ ૨૫૦ દિવસ દૂધ આપે છે.
સુરતી ભેંસ
આ જાતની ભેંસો મુખ્યત્વે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વધારે પ્રમાણમાં જોવા મળતાં તે નડિયાદવી અને ચરોતરી નામે પણ ઓળખાય છે.સુરતી ભેંસ એ એકદમ નાના કદની હોય છે. એ રંગે ભૂરી ,માંજરી, અને કાળી હોય છે એના ગળામાં સફેદ વાળના બે પટ્ટા હોય છે. આ ભેસના શીંગડાં ચપટાં અને દાતરડા આકારનાં હોય છે એના શરીરે વાળ પણ એકદમ ઓછા હોય છે.માથું ગોળ અને કાન નાના-મધ્યમ કદના, આંખો ફરતો પટ્ટો અને પીઠ સીધી બીજી જાતોમાં જોવા મળતી નથી.આ ભેંસ લગભગ ૫૩૫ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપે છે.
મહેસાણી ભેંસ
આ જાત સુરતી અને દિલ્હી -ઉત્તરપ્રદેશના મુરાહના સંસ્કરણથી ઉત્પન્ન કરવામાં આવી છે. એ દિલ્હીની મુરાહ જાત કરતાં શરીરમાં છોડી લાંભી અને માથેથી જરા ભારે હોય છે. આ જાત સ્વભાવે નરમ હોય છે. મહેસાણવી ભેંસ સૌપ્રથમ વખતે સાડાત્રણથી ચાર વર્ષ્ વિવાય છે અને એક વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ૧૫૦૦થી ૧૮૦૦ લીટર હોય છે.જ્યારે આ ભેંસના દૂધ આપવાના દિવસો પણ ૨૭૦થી ૩૧૦ હોય છે.
જાફરાબાદી ભેંસ
ગુજરાતની જાફરાબાદી જાત સૌરાષ્ટ્રમાં ગીરના જંગલમાં જોવા મળે છે.આં ભેંસ દુનિયાભરમાં સૌથી મોટા કદની ભેંસ તરીકે ઓળખાય છે. ભેંસમો શારીરિક બાંધો મજબૂત હોય છે.માથુ અને કપાળ હાથી જેવાં,આંખો ભારે અને પાંપચાં શિંગડાની આડસમાં દબાયેલા જોવા મલે છે.શિંગડાં માથાની બન્ને બાજુએથી નીકળીને નીચે જઇને બહારની બાજુે વળાંક લેતાં હોય છે.કાન મધ્યમ કદના અને સિંગડાં પાછળ ઢંકાયેલા હોય છે.
નાગપુરી ભેંસ
મહારાષ્ટ્રના વિદર્ભની આ ભેંસ આંધ્રપ્રદેશના આદિલાબાદમાં પણ જોવા મળે છે.એનાં શીંગડાં તદ્ન પાછળની તરફ ઉગે છે. અને ઓછાં વળાંકવાળાં તથા પ્રમાણમાં સમક્ષિતીજ હોય છે. સામાન્ય રીતે એની પૂંછડીમાં સફેદ ટપકાં
હોય છે. – કરણ રાજપુત