અમદાવાદ,તા:૦૭
શેરબજાર બેતરફી વધઘટે તેજી સાથે બંધ થયું હતું. સરકાર દ્વારા રિયલ્ટી ક્ષેત્રને બુસ્ટ ડોઝ આપવામાં આવ્યું હતું. આ સાથે હોમ બાયર્સ માટે સારા સમાચાર હતા. સરકારે 4,68,000 અધૂરા ઘરોને પૂરાં કરવી માટે રૂ. 25,000 કરોડના વિશેષ ફંડને કેબિનેટની મંજૂરી આપી હતી. જેને લીધે એનબીસીસી સહિત રિયલ્ટી શેરોમાં જોરદાર તેજી હતી. જેથી સેન્સેક્સ 184 પોઇન્ટ વધીને 40,6543ના સ્તરે બંધ થયો હતો. આ સાથે નિફ્ટી 46 પોઇન્ટ વધીને 12,012ની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.
વીકલી એક્સપાયરીને દિવસે બજારમાં મજબૂતાઈ હતી. નિફ્ટી બેન્ક એક તબક્કે ઉપરના સ્તરેથી આશરે 250 પોઇન્ટ સરક્યો હતો. જોકે છેલ્લા કલાકમાં નીચૈ મથાળેથી લેવાલી થતાં બેન્ક નિફ્ટી 30,700ની ઉપર બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારમાં અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ હઠાવવાને સહમતીના અહેવાલે સેન્ટિમેન્ટ સુધર્યું હતું. જેથી ચોથી જૂન પછી નિફ્ટી ઇન્ડેક્સ 12,000ની ઉપર બંધ આવ્યો હતો. હેવી વેઇટ શેરોનમી સાથે નાના અને મધ્યમ કદના શેરો પણ લેવાલી થઈ હતી. જોકે તેલ-ગેસ શેરોમાં વેચવાલાનું દબાણ હતું.
વૈશ્વિક સેન્ટિમેન્ટ સુધરવાની સાથે મેટલ શેરોમાં તેજી થઈ હતી. વેદાંતા, હિન્ડાલ્કો, જેએસડબ્યુ સ્ટીલમાં બે ટકા સુધીની તેજી થઈ હતી. તાતા સ્ટીલના પ્રોત્સાહક પરિણામોએ પણ મેટલ શેરોમાં તેજી હતી. મેટલની સાથે રિયલ્ટી અને બેન્ક શેરોમાં લેવાલી હતી. એચડીએફસી, ઇન્ફોસિસ અને આઇટીસીની આગેવાની હેઠળ શેરોમાં તેજી આગળ વધી હતી.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને બુધવારે રિયલ્ટી ક્ષેત્રને રૂ. 25,000 કરોડના બુસ્ટર ડોઝની જાહેરાત કરી હતી. જેથીથી એનબીસીસીનો શેર 17 ટકા સુધી વધ્યો હતો. જોકે દિવસના અંતે શેર 8.20 ટકા વધીને રૂ. 41.55ના ભાવે બંધ આવ્યો હતો.
બજારમાં દિવસ દરમ્યાન મેટલ, બેન્ક એફએમસીજી, રિયલ્ટી, ફાર્મા, ફારઇનાન્સિયલ શેરો અને આઇટી શેરોમાં તેજી થઈ હતી. જોકરે ઓટો શેરોમાં વેચવાલી નું દબાણ હતું. નેશનલ શેરબજારમાં 10,425 શેરોના વોલ્યુમ રહ્યાં હતાં. જ્યારે કુલ કામકાજ રૂ. 40,559.09 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સાથે એફઆઇઆઇએ શેરોમાં રૂ. 1011.49 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ રૂ. 1117 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.
અગ્રણી કંપનીઓના બીજા ત્રિસમાસિક ગાળા દરમ્યાન પોત્સાહક પરિણામો આવ્યાં હતાં. જેમાં એચપીસીએલનો નફો 29.8 ટકા વધી રૂ. 1,052.3 થયો હતો. આ સાથે ઇપ્કા લેબ્સનો નફો 63.3 ટકા વધીને રૂ. 193.5 કરોડ થયો હતો. વ્હર્લપૂલનો નફો 63.8 ટકા વધીને રૂ. 128.7 કરોડ થયો હતો અને સિટી યુનિયન બેન્કનો નફો 15.2 ટકા વધીને રૂ.193.5 કરોડ હતો.
મુંબઈ શેરબજારના સેન્સિટિવ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 16 શેરો વધ્યા હતા, જ્યારે એનએસઈ 50 ઇન્ડેક્સના 50માંથી 24 શેરો હતા અને 26 શેરો ઘટ્યા હતા. આ સાથે બીએસઈ પર 1311 શેરો વધ્યા હતા અને 1178 શેરો ઘટ્યા હતા. એ જ રીતે એનએસઈ પર 1038 શેરો વધ્યા હતા અને 1130 શેરો ઘટ્યા હતા. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 7 શેરો વધીને બંધ રહ્યા હતા.
વૈશ્વિક અને એશિયન બજારોમાં મિશ્ર વલણ
શેરબજાર માટે ગ્લોબલ સંકેત મિશ્ર રહ્યા છે. ઘઈ કાલના ટ્રેડિંગ સેશનમાં ડાઓ જોંસ 0.07 અંકની નબળાઈની સાથે 27492.56 અને નેસ્ડેકક 24.05 અંકના ઘટાડાની સાથે 8410.63ના સ્તર પર બંધ થયા છે. તો એસ એન્ડ પી 500 ઈન્ડેક્સ 2.16 પોઇન્ટ વધીને 3076.78 ના સ્તર પર બંધ થયા છે. એ જ રીતે જાપાનનો નિક્કેઈ 8.86 પોઇન્ટ ઘટીને 23294.96, એસજીએક્સ નિફ્ટી 8.50 પોઇન્ટની મજબૂતીની સાથે 12016 અને હેંગસેંગ 0.12 ટકા ઘટીને 27654.96 ના સ્તરે હતા.
તાતા સ્ટીલનો ચોખ્ખો નફો છ ટકા વધીને રૂ. 3,302 કરોડ
અગ્રણી કંપની તાતા સ્ટીલનો ચોખ્ખો નફો 30 સપ્ટેમ્બર 2019ના પૂરા થયેલા ક્વાર્ટરના અંતે રૂ. 3,116.20 કરોડથી 5.9 ટકા વધીને રૂ. 3,302.31 કરોડ થયો હતો. કંપનીની કામગીરીમાંથી સંયુક્ત આવક ઘટીને રૂ. 34,762.73 કરોડ થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 41,257.66 કરોડ હતી. કંપનીનો શેર
નિફ્ટી-50 કંપનીમાં રોકાણકાર કરનારાઓની સંખ્યા 2.33 કરોડે પહોંચી
નિફ્ટી-50માં સમાવિષ્ટ બ્લુ ચિપ કંપનીઓના શેરમાં મૂડીરોકાણ કરનાર વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા 30મી સપ્ટેમ્બર, 2019ના રોજ સપ્ટેમ્બર ત્રિમાસિકને અંતે 2.33 કરોડે પહોંચી ગઇ છે. નિફ્ટી-50 કંપનીઓમાં નાના રોકાણકારોનું મૂડીરોકાણ સતત વધી રહ્યું છે, કારણ કે, માર્ચ ત્રિમાસિકને અંતે બ્લુ ચિપ સ્ટોકમાં વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા 2.16 કરોડ હતી, જે જૂન ત્રિમાસિકને અંતે વધીને 2.23 કરોડ નોંધાઇ હતી.
નાના વ્યક્તિગત રોકાણકારોની પહેલી પસંદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે અને 22 લાખ નાના રોકાણકારોએ રિલાયન્સના શેર ખરીદ્યા છે, જે નિફ્ટી-50 કંપનીના કુલ નાના શેરધારકોના 10 ટકા બરાબર છે. આ સાથે એસબીઆઇ, યસ બેન્ક અને તાતા મોટર્સના નાના શેરધારકોની સંખ્યા 10 લાખથી વધારે હતી. આમ બે-ત્રણ વર્ષમાં યસ બેન્ક અને તાતા મોટર્સનો શેર 50 ટકાથી વધારે ઉછળ્યો છે જ્યારે આ દરમિયાન એસબીઆઇના શેરનો ભાવ ટૂંકી વધઘટે અથડાયા કર્યો છે.
આઇટીસી, ઇન્ફોસિસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, તાતા સ્ટીલ, ટીસીએસ, એચડીએફસી બેન્ક અને કોલ ઇન્ડિયા એવી કંપની છે, જેમના રિટેલ ઇન્વેસ્ટર્સની સંખ્યા છ લાખથી વધુ છે.
મિડકેપ સ્ટોકના રોકાણકારો વધ્યા
બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ સ્થિત કંપનીઓના નાના વ્યક્તિગત શેરધારકોની સંખ્યા સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે નજીવી વધીને 1.37 કરોડે પહોંચી છે, જ્યારે તેની અગાઉના ક્વાર્ટરમાં આ સંખ્યા 1.36 કરોડ હતી.
સ્મોલકેપ સ્ટોકના રોકાણકારોની સંખ્યા સ્થિર
છેલ્લા ત્રણ ત્રિમાસિક દરમિયાન બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સના સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર નાના રોકાણકારોની સંખ્યા 4.23 કરોડે સ્થિર રહી છે.