ગુજરાત ના કૃષિ અગ્ર સચિવ સંજય પ્રસાદના નિવેદન સામે ખેડૂત આગેવાન અને કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ ગંભીર પ્રતિક્રિયા આપીને સરકાર તથા રિલાયંસને પડકાર ફેંક્યો છે કે તેઓ ખેડૂતોની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.
ગુજરાતના અગ્ર સચિવ સંજય પ્રશાદે પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી પરથી સાબિત થાય છે કે સરકાર ખેડૂતલક્ષી નહિ પણ પાકવીમાં કંપની લક્ષી છે
તેમના કહેવા મુજબ ગુજરાતના ખેડૂતોને 1586 કરોડ અછતગ્રસ્ત સહાય આપવામાં આવી છે”
જે સાબિત કરે છે કે પાક નિષ્ફળ ગયો છે અને તેના માટે પાકની સહાય આપવામાં આવી છે જ્યારે પાક નિષ્ફળ ગયો હોય તેના માટે ખેડૂતોને સહાય આપી હોય તો ક્રોપ કટિંગના આંકડાઓ આધારે જે પાકવિમો આપવાનો છે તે કેમ નથી આપતા ?
18 લાખ ખેડૂતોમાંથી 10 લાખ ખેડૂતોને પાકવિમો ચુકવવામાં આવ્યો છે ત્યારે પ્રશ્ન એ છે કે જેને ચૂકવ્યો એને કેટલો પાકવિમો ચૂકવ્યોો ? કોઈ ને 0.15% કોઈને 0.69% કોઈને 5% કોઈને 10% પાકવિમો ચૂકવ્યો છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ 18 લાખ ખેડૂતોનો આંકડો આવ્યો ક્યાંથી સરકારની વેબસાઇટ ઉપરતો 12,82,550 ખેડૂતો નોંધાયેલા છે
2050 કરોડનો પાકવિમો આપવાનો પ્રચાર કરો છો પણ પાકવીમાં પ્રીમિયમ પેટે ખાનગી કંપનીઓને રૂ.3200 કરોડ ચૂકવ્યા એ કેમ જાહેર નથી કરતા ?
ગુજરાતમાંથી રૂ.3200 કરોડ વીમા પ્રીમિયમ ઉઘરાવ્યું એના 70% પાકવીમાં પેટે આપી અને પ્રચાર શા માટે કરવામાં આવી રહ્યો છે ?
જો સાચો પાકવિમો આપ્યો હોત તો રૂ.2050 કરોડ નહીં પણ લગભગ રૂ.8000 થી રૂ.10,000 કરોડ પાકવિમો ચુકવવાની નોબત આવત પરંતુ માત્ર 2050 કરોડ ચૂકવી સરકાર ખાનગી વીમા કંપનીઓને બચાવી રહી છે
કપાસ અને એરંડા લાંબા ગાળાના પાક છે એમાં ના નહિ પરંતુ પ્રધાનમંત્રી પાકવીમાં યોજનામાં દરેક બાબતની ડેડ લાઈન નક્કી કરેલી છે જે મુજબ કપાસના ક્રોપ કટિંગના પત્રકો મોડામાં મોડા 31 માર્ચ સુધીમાં જમા કરાવવાના હોય છે ને ત્યાર પછી તાત્કાલિક પાકવિમો ખેડૂતોને આપવાનો હોય છે તો લાંબા ગાળાના પાકના બહાનાં હેઠળ ભોળા ખેડૂતોને છેતરવાનું બંધ કરવામાં આવે.