[:gj]જોખમી કચરો જમીનમાં દાટવા બદલ અમેરિકાની હયુબર ગ્રુપ ઇન્ડીયા કંપનીને એક કરોડનો દંડ[:]

[:gj]ઔધોગિક જોખમી કચરાના ગેરકાયદેસર નિકાલ બદલ વાપી જીઆઇડીસીમાં આવેલી અમેરિકાની હયુબર ગ્રુપ ઇન્ડીયા પ્રા.લિ. કંપનીને તાત્કાલિક અસરથી બંધ કરી દેવા માટે હુકમ કરીને પ્રદુષણને નુકસાન કરવા બદલ રૂા.1 કરોડનો દંડ  કરવામાં આવ્યો છે.

આ કંપની પ્રીન્ટીંગ ઇન્ક, ઇન્ક ટોનર પેસ્ટ, સીન્થેટીક રેઝીન, ઇન્ક વેહીકલ, ટૉનર પેસ્ટ, આર- બ્લ્યુ પીગમેન્ટના ઉત્પાદનનું કામ કરે છે. હયુબર ગ્રુપ ઇન્ડીયા જમીનમાં ઔધોગીક જોખમી કચરો દાટવા બાબતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મળેલી ફરિયાદ સંદર્ભે બોર્ડની વાપી કચેરી દ્વારા 2 જૂન 2019ના રોજ કંપનીમાં જઈને તપાસ કરી હતી.

કેપની દ્વારા તેની મિલકતના પાછળના ભાગે મોટા પ્રમાણમાં ઔધોગીક જોખમી કચરાને જમીનમાં 10 ફુટ ઉંડો ખાડો ખોદીને ગેરકાયદેસર નિકાલ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. પ્રદૂષણની માત્રાને ધ્યાને લેતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મે. હયુબર ગ્રુપ ઇંડિયા પ્રા. લી.ને પર્યાવરણ સુરક્ષા અધિનીયમ હેઠળ તાત્કાલિક અસરથી બંધ કરવાનો હુકમ 3 જૂન 2019માં કરવામાં આવ્યો હતો.

હયુબર ગ્રુપ ઇન્ડીયા (અગાઉ માઇક્રો ઇંક્સ) ભારતના ગુજરાત રાજ્યના વાપીના ઔદ્યોગિક શહેર હિન્દુસ્તાન ઇંક્સ અને રેસીન્સ નામથી નાની કંપની તરીકે શરૂ થઈ હતી.

શરૂઆતથી જ, હબર્ગ્રુપ ભારત છાપકામ ઉદ્યોગ, શાહી ઉત્પાદન, રંગદ્રવ્યો, રેઝિન, વાર્નિશ, એડિટિવ વગેરે જેવા કાચા માલસામાનના બનાવે છે. છે. હયુબર ગ્રુપ ઇન્ડીયા ભારત જ નહીં પણ વિશ્વની કેટલીક શાહી કંપનીઓમાં ગણના થાય છે. 2005 માં જર્મની સ્થિત હયુબર ગ્રુપ સભ્યો બન્યા ત્યારે વિશ્વની સૌથી જૂની શાહી કંપની હોવાના કારણે, હયુબર ગ્રુપની ઉચ્ચ ગુણવત્તાની પ્રિંટિંગ શાહીઓ માટે પ્રતિષ્ઠા ધરાવે છે. કડક આંતરીક શિસ્તના આધારે તે ગુણવત્તા સંસ્કૃતિ ઊભી કરી છે એવો દાવો આ કંપની વિશ્વભરમાં કરે છે. ગ્રાહક સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર, સેવા અને ગુણવત્તા એ વ્યવસાય ફિલસૂફીના બે ખૂણા છે, એવું કંપની માને છે.

એક કિલોના રૂ.250ના ભાવે એગ્રો રંગ વેચે છે. મહિને રૂ.1300 કરોડનું ટર્નઓવર કરે છે. ખાવાની ચીજના પેકીંગમાં વપરાતા રંગ આ કંપની બનાવે છે.

Director is Heiner Klokkers, who was appointed on 02 May, 2018.  Ashwani Kumar Bhardwaj has the largest number of other directorships with a seat at a total of 1 companies. Manufacturing (Chemicals and chemical products) INCORPORATION DATE / AGE 13 November, 1991

[:]