રિલાયંસનો 143 મિલિયન યુરોનો વેરો માફ કરી દેવાયો

36 રાફેલ લડાકુ વિમાન ખરીદવા માટે ભારતના પડાપ્રધાન દ્વારા રિલાયન્સ વતી કરાયેલા કરારમાં કુલ રકમ 151 મિલિયન યુરો જેટલો વેરો લેવાનો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાફેલ ખરીદવાની જાહેરાતના છ મહિના પછી, ફ્રેન્ચ કર સત્તાવાળાઓએ અનિલ અંબાણીના 143.7 મિલિયન યુરો કરને માફી આપી દીધી હતી.

અંબાણીના ટેક્સ વિવાદને ઓક્ટોબર 2015 સુધીમાં સ્થગિત કરવામાં આવ્યો હતો, જ્યારે ભારત અને ફ્રાંસ સ્થિત ડેસોલ્ટ એવિએશન રાફેલ સોદા પર વાટાઘાટ કરી રહ્યા હતા, 7.6 મિલિયન યુરોને કર તરીકે ચૂકવવાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ ફ્રેન્ચ સત્તાવાળાઓએ ઇનકાર કર્યો હતો. મૉન્ડે કહ્યું હતું કે ફ્રેન્ચ સત્તાવાળાઓએ સોદા કર્યા પછી રિલાયન્સ પાસેથી 7.3 મિલિયન યુરોને ટેક્સ વિવાદની પતાવટ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા.

રિલાયન્સ કમ્યુનિકેશન્સે કહ્યું છે કે ફ્રેન્ચ ટેક્સ સત્તાવાળાઓની ટેક્સની માગણીઓ ગેરકાયદેસર હતી. દેશના કાયદા મુજબ ફ્રેન્ચ સત્તાવાળાઓ સાથે સમાધાન કરવામાં આવ્યું હતું. થોડા મહિના અગાઉ, વડા પ્રધાન મોદીએ એપ્રિલ 2015 માં ફ્રાંસની સત્તાવાર મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે ભારત ફ્રેન્ચ કંપની ડેસૉલ્ટના 36 સંપૂર્ણ બિલ્ટ રાફેલ ફાઇટર જેટ વિમાનો હસ્તગત કરશે.

ભારતમાં ફ્રેન્ચ રાજદૂત, એલેક્ઝાન્ડ્રે ઝિગલેરે એક નિવેદન આપીને કહ્યું છે કે, “ફ્રેન્ચ ટેક્સ સત્તાધિકારીઓ અને રિલાયન્સ ફ્લેગ વચ્ચે 2008-2012ના સમયગાળા દરમિયાન કરના વિવાદમાં વૈશ્વિક સમાધાન થયું હતું.