ખેતીની દુષ્કાળગ્રસ્ત હાલત છે, પાક નિષ્ફળ ગયો છે ત્યારે રાજ્ય સરકારે જે તાલુકાઓને કૃષિ ઉત્પાદનમાં અછતગ્રસ્ત જાહેર કર્યા છે, એવા તાલુકાઓમાં પણ ઝીરો ટકા પાકવિમો આપ્યો છે. 0.15 તો 0.68% જેવો પાકવિમો સરકારે આપ્યો છે. વીમા કંપનીઓએ 22% થી લઇ 49.40% સુધીનું વીમા પ્રીમિયમ ઉઘરાવી જંગી નફો કમાયા છે. નહિવત વીમો જાહેર કરી ખેડૂતોની ક્રૂર મજાક કરી છે.
રાજ્ય સરકારે ખાનગી પાક કંપનીઓ સાથે મિલીભગત કરી ખેડૂતોને પાકવીમાંમાં હાંસીપાત્ર બનાવ્યા છે.
નીતિ નિયમો અનુસાર પાકવીમાંના ક્રોપ કટિંગના પત્રકો, ચાલુ વર્ષનું ઉત્પાદન, છેલ્લા ઘણાં વર્ષની ઉત્પાદનની સરેરાશના આંકડા જાહેર કરાયા નથી. માહિતી અધિકાર મુજબ માહિતી માંગીએ તો તેમાં પણ જવાબ આપવામાં આવે છે કે આ ગોપનીય માહિતી હોય આપી શકાય તેમ નથી.
કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ઋત્વિક મકવાણા, ચિરાગ કાલરીયા, ખેડૂત આગેવાનો જે. કે. પટેલ, કુલદીપભાઈ સગર, ગિરધારભાઈ વાઘેલા, પ્રતાપભાઈ ખીસ્તરીયા, પંકજભાઈ પટેલ વગેરે એ સવારે 11 વાગ્યાથી રાજ્ય ખેતી નિયામકની કચેરી, કૃષિભવન, સેક્ટર 10, ગાંધીનગર ખાતે રાજ્ય ખેતી નિયામકની કચેરીમાં જ ધરણાં પર બેસી ગયા હતા.
તેમણે માંગણી કરી હતી કે ખેડૂતોના પાકવીમાનો હિસાબ આપો. છતાં તે અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી.

English





You must be logged in to post a comment.