રીલાયંસ જીઓ ટાવરના નામે છેતરપીંડી

મોરબી જીલ્લામાં જીઓ કંપનીના ટાવર નાખવાના બહાને લોકોને ભરમાવી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાની ફરીયાદ થઈ હતી. જીઓ કંપનીના ટાવર માટે માત્ર ૫૦ મીટર જમીન માટે લાખો રૂપિયાનું વળતર તેમજ નોકરી જેવી લોભામણી લાલચ આપી ઠગાઈ કરવામાં આવી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલકોને પોસ્ટ દ્વારા જીઓ કંપની ગામડે પોતાની કંપનીના ટાવર ઉભા કરવા અંગે છે તે માટે તેમને જમીનની જરૂરીયાત છે આ ટાવર માટે માત્ર 50 મીટર જમીનની આપવાની રહેશે તેમની સામે કંપની તેમને ૩૦ લાખ રૂપિયા અને દર મહિને 25,000 ભાડું તેમજ જગ્યા આપનાર પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને ટાવર ગાર્ડ તરીકે નોકરી આપવામાં આવશે. જેમને દર મહિને 15 હજાર પગાર પેટે આપવામાં આવશે. જેવી લલચામણી ઓફર આપવામાં આવતી હતી.

આવેદન આપ્યા પછી 15 દિવસમાં કંપનીના માણસો એગ્રીમેન્ટ કરવા માટે આપને ત્યાં આવશે અને આ કામ માટે સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકને અધિકૃત કરવામાં આવ્યા છે. અને તેમને એમ કહેવામાં આવ્યું છે કે આપને મોકલવામાં આવેલ આ ફોર્મ જમીનધારકો પાસે ભરાવીને મોકલી આપો.

આવેદનકર્તા એ સર્વે કરવા માટે રૂપિયા 3750 સર્વે ટીમના એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે, જે સર્વે થયા બાદ પરત કરી દેવામાં આવશે. કઇ બેંકમાં પૈસા જમા કરાવશે તેની વિગત પણ માગે છે.