રીસાયેલી પત્ની પાછી નહીં ફરતા ભાવનગરના પતિએ જાહેરમાં પત્નીને ગોળી મારી

ભાવનગર,તા:૨૮  ભાવનગરના હિમાલયા મોલ નજીક આજે બુધવારે બપોરના એક વાગ્યાના સુમારે રસ્તા પર પસાર થઈ રહેલી બે યુવતીની નજીક આવી એક યુવકે ગોળીબાર કરતાં યુવતી ત્યાં જ ફસડાઈ પડી હતી. ઘટના બાદ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેણે ગોળીબાર કરનાર પોતાનો પતિ અશોક સોયથાણી હોવાનું પોલીસને જણાવ્યું છે.

સદકાર્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલી હારવી મોરડિયા ઉં.વ 19એ પોલીસને આપેલા પ્રાથમીક નિવેદનમાં જણાવ્યું કે, તે ભાવનગરની સહજાનંદ કોલેજમાં અભ્યાસ કરતી ત્યારે એક વર્ષ પહેલા અશોક સાથે તેને પ્રેમ થઈ ગયો હતો તેથી બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ અશોકના ઘરે રહેવા ગયેલી હારવીને અશોક અતિશય ત્રાસ આપતો હતો અને તેને ઘરની બહાર નિકળવાની પણ મંજુરી ન હતી.