રૂક્ષમણી રિસાયા અને લોટ લઈને પર્વત કેમ ચઢી ગયા ?

રૂક્ષમણી લોડ લઈને પર્વત પર ચઢી ગયા જોવા મળે છે. સુલસી શ્યામમાં વિષ્ણુ મંદિર આવેલું છે. રૂક્ષમણીજીનું મંદીર 400 પગથિયાં ચઢીને ડુંગરા ઉપર છે. જ્યાં રૂક્ષમણીની મૂર્તિ હાથમાં લોટ સાથે છે. ભગવાન સાથે વિવાદમાં રૂક્ષમણી રીસાઈ ગયા હતા અને રોટલાનો લોટ હાથમાં લઈને પર્વત પર ચઢી ગયા હતા. મુલાકાતે જતાં લોકો આજે પણ તે મૂર્તિના દર્શન કરવા જાય છે.

સંત દુધાત

સંત દુધાધારી મહારાજના સમયથી જ આ જગ્યા વધારે પ્રકાશમાં આવી. મહારાજે ખુબજ તપશ્ચર્યા કરી હતી. સ્વપ્નમાં કહ્યું કે, ખંડીત મુર્તિને તુ પુન:પ્રતિષ્ઠ કરજે. જેથી બીજામાણસોને બોલાવીને ત્યાં ખોદકામ ચાલું કરાવ્યું હતું. તેમાંથી નીકળેલ મુર્તિના સ્થળે જુગલ રાયચંદ નામનાં ભકત દ્વારા આ મંદિર બનાવી આપેલ. મંદિર સાથે ગરમ પાણીના કુંડ પણ બાંધવામા આવ્યા. તુલસીશ્યામના સેવક સમુદાયમાં બાબરીયાવાડના 42 ગામો, અમરેલી જિલ્લાના વૈષ્ણવો, કપોળ ગ્રૂહસ્થો તથા ખેડુતો છે.

સિંહ-દીપડાના નિવાસની વચ્ચે તુલસીશ્યામમાં છેલ્લા એક હજાર વર્ષથી આ સ્થળ જાણીતું છે. રાત્રીના 8થી સવારના 6.30 સુધી વન વિભાગના કાયદા મુજબ તુલસીશ્યામ આવવા-જવાનો રસ્તો બંધ રહે છે. પ્રકૃતિમાં ઈશ્વરનું રૂપ અને ઈશ્વર પ્રકૃતિ અહીં જોવા મળે છે.

ઝવેર ચંદ મેઘાણીની ચારણ કન્યા અહીંની

1928માં ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક કવિઓ ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો.  નેસમાં રહેતી 14 વર્ષની હીરબાઈ નામની કિશોરીએ ડાંગ લીધી અને સિંહ પાછળ દોડીને તેને  લાકડી ફટકારી સિંહને ભગાડી મૂક્યો હતો. શૂરવીરતા લેખક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી અને દુલા ભાયા કાગની હાજરીમાં ચારણ કન્યા નામનું કાવ્ય અહીં રચાયું હતું.

જલંધરની યુદ્ધ કથા અને અવતરણ

જાલંધર નામના એક યોદ્ધાએ દેવોને હંફાવ્યા હતાં. યુધ્ધ કૌશલ જોઇને વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું, તેણે માંગ્યું કે વિષ્ણુ અને પોતાની બહેન લક્ષ્મી પોતાના ઘરે રહે. ભગવાને તેને વરદન આપી દિધું, અને કહ્યું કે જે દિવસે તેનાથી અધર્મનું આચરણ થશે તે દિવસે તેઓ ત્યાંથી જતા રહેશે.

નારદના કહેવાથી જાલંધરે પાર્વતીને પકડી લાવવા કૈલાશ પર્વત પર હુમલો કર્યો. યુધ્ધમાં મહાદેવ ઘાયલ થઇને મૂર્ચ્છીત થયા અને સતી પાર્વતી અલોપ થયાં. દીવમાં સતના અસીધારા વ્રત લઇને જાલંધરના જાપ જપતી પત્ની સતી વ્રૂંદાને સ્વપ્ન આવ્યું અને અમંગળ એંધાણીઓ વરતાવા લાગી. વ્રૂંદા પોતાના પતિનું મસ્તક ખોળામાં લઇને બળવા ચાલી.

ખરેખર જલંધર જીવિત હતો. પણ યોગીએ બનાવટી જાલંધર ઊભો કરીને સાથે વ્રૂંદાનો ભોગ કર્યો. જેથી જાલંધર ત્યાં જ યુધ્ધમાં મુત્યુ પામ્યો. વ્રૂંદા સળગી ઊઠી. જાલંધરની બુધ્ધિ ભ્રસ્ટ થઇ અને એના ધર્મનો લોપ થયો. વૃંદાએ ભગવાનને પથ્થર બની જવા શ્રાપ આપ્યો હતો. તુલસી છોડ અને શ્યામ શૈલરૂપે અવતર્યા હતા. રોગ મટાડનાર બનશે. અને તારા પત્ર વિના જગત મને જે ભોગ ધરાવશે તેનો હું અંગીકાર નહિ કરૂં. તુલસીશ્યામ રૂપે આપણે ખ્યાત બનશુ. આમ ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું ને પોતે શ્યામ પથ્થરરૂપે અવતર્યા. વૃંદા સતી થઇને તુલસીરુપે એ જ વનમાં અવતરી. વિષ્ણુ શ્યામ શૈલ બન્યા, અને એ જ મનોહર ઉધાનમાં તુલસીશ્યામની પ્રતિષ્ઠા થઇ હતી.