રૂપાણીના રાજકોટમાં ખેડૂતોનું આંદોલન સફળ કેમ થયું ?

માત્ર 10 ખેડૂતોથી શરૂ થયેલું પાક વીમા આમરણાંત ઉપવાસ આંદોલન સમગ્ર સૌરાષ્ટ્રમાં આગની જેમ ફાલાવા લાગતાં સરકારે કુટનીતિ અપનાવીને ભાજપને આગળ કરી સમાધાન કરાવી લીધું હતું. ખેડૂતોનું આંદોલન સફળ રહ્યું હતું. પણ સરકાર પોતાની જીદ ન છોડીને ખેડૂતો સમક્ષ તો આવી જ ન હતી. ગાંધીનગર બહાર સરકારના પ્રધાનો નિકળ્યા ન હતા અને રાજકીય સમાધાન કરાવ્યું હતું. જેમાં ભાજપની ભગીની સંસ્થા પણ આવી જાય છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડ બહાર પાકવીમાને લઇને ખેડૂતોના ઉપવાસ આંદોલનના 4 દિવસ બાદ જુલાઈ સુધીમાં કૃષિ પાક વીમો આપી દેવા ખાતરી આપવામાં આવતાં આંદોલનનો અંત આવ્યો હતો. ચેકડેમ અને તળાવ ઊંડા તેમજ જરૂરિયાત વાળા રિપેરીંગ કરવા 15 દિવસમાં ખેડૂતોને કપાસનો પાક વીમો ચૂકવવામાં આવશે. ચેકડેમ રિપેર કરવા અને તળાવો ઉંડા કરવાની ખાતરી આપી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ જિલ્લામાં ખેડૂતો કેવા પરેશાન છે તે જાહેર થઈ રહ્યું હતું. સૌરાષ્ટ્રના ખેડૂતો એક બનીને ભાજપ સરકારનો વિરોધ કરી રહ્યાં હતા. આંદોલન આગળ વધતું હોવાથી ભાજપ સરકારે કુટનીતિ વાપરીને આંદોલન સમેટી લીધું છે. જેમાં સરકારે કોઈ લેખિત ખાતરી આપી નથી પણ ભાજપે લેખિત ખાતરી આપી છે.

સરકારે નહીં ભાજપે ખાતરી આપી

રૂપાણી સરકારે રાજરમત કરીને સરકારી ખાતરી ન આપી પણ રાજકીય ખાતરી આપી છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે.સખીયાએ મધ્યસ્થી કરી જુલાઇ સુધીમાં પાકવીમો આપવાની લેખિત ખાતરી આપતા ખેડૂતોએ લીંબુ પાણી પીવડાવી પારણા કર્યા હતા. બેડી માર્કેટીંગ યાર્ડના અધ્યક્ષ અને જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે. સખીયા અને યાર્ડના હોદ્દેદારો મધ્યસ્થી બનવા માટે પહોંચ્યા હતા. તેઓ ખેડૂતો અને સરકાર વચ્ચે મધ્યસ્થી બન્યા હતા. ભાવાંતર યોજના વહેલી તકે લાગુ કરવા અને કપાસનો પાકવીમો ચૂકવવાની લેખિતમાં બાહેધરી આપતા આંદોલનનો અંત આવ્યો હતો. જેમાં સરકારે કોઈ ખાતરી આપી નથી પણ ભાજપે આપી છે.

સરકાર ભીંસમાં આવી 

નાના વિસ્તારથી શરું થયેલું આંદોલન ધીમે ધીમે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસરી રહ્યું હતું અને તેમાં ખેડૂતો ઉપરાંત બીજા વર્ગોએ ટેકો જાહેર કરીને આંદોલનમાં જોડાવા લાગ્યા હતા. તેથી સરકાર પર દબાણ વધી રહ્યું હતું. કૃષિ પ્રધાન ફળદુએ આ અંગે કોઈ નિવેદન કરવાનું ટાળ્યું હતું પણ તેમણે કૃષિ વિભાગના સચિવને આગળ કરી દીધા હતા. આમ સરકાર પ ભીંસ વધી હતી. તેથી હંમેશ બને છે તેમ ભાજપના જ સંગઠન ભારતીય કિસાન સંઘે આંદોલન સમેટી લીધું હતું. જો આંદોલન ચાલુ રહ્યું હોત તો તે આગ બનીને સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાઈ ગયું હોત.

ઉનાળામાં ખેડૂતો અર્ધનગ્ન થયા

ખેડૂતોએ શર્ટ કાઢી અર્ધ નગ્ન થઈને સરકાર અને વીમા કંપનીઓને સદબુદ્ધિ આપે તે માટે હવન કર્યો હતો. જેમાં ખેડૂતોએ ભર તડકામાં શર્ટ કાઢી અગ્નિકુંડમાં આહુતિ આપી હતી. હવન બાદ ભાજપના નેતાઓ દોડી આપ્યા હતા. ખેડૂતોના પારણાંને પગલે રાજયના ખેડૂતઆલમમાં પણ ખુશીની લાગણી ફેલાઇ હતી. પરંતુ સાથે સાથા ચીમકી ઉચ્ચારી હતી, જો આ ખાતરીનું પાલન નહી થાય તો, ખેડૂતો ફરી ઉપવાસ આંદોલન ચાલુ કરશે. ખેડૂતોએ ઢોલ નગારા વગાડીને પણ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ આજે શર્ટ કાઢીને સરકાર અને વીમા કંપનીઓને સદબુદ્ધિ મળે તે બદલ હવન પણ કર્યા હતાં

કેમ થયું આંદોલન 

2018નું ચોમાસું નબળું રહ્યું હોવાથી કપાસ તથા મગફળીનો રોકડીયો પાક નિષ્ફળ ગયો છે. રાજકોટ જિલ્લામાં કપાસનો પાક વીમો ચૂકવાયો નથી. તો મગફળીનો પાક વીમો અપૂરતો ચૂકવાયો છે. રાજકોટ જિલ્લાના 11 તાલુકાના ખેડૂતોને પાક વીમો ન ચૂકવાતા તેઓએ ગુરુવારથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. બેડીયાર્ડ ખાતે ખેડૂતો બેનરો સાથે દેખાવો કર્યા બાદ અનશન પર ઉતરી ગયા છે. સરકારે લાખો રૂપિયા પાકવીમા માટે ચૂકવ્યા હોવાની જાહેરાતો કરી છે, પરંતુ રાજકોટ જિલ્લાના ખેડૂતો પાકવીમા માટે તલસી રહ્યા છે અને તેમને આકરી ગરમીમાં આંદોલન કરવાની ફરજ પડી રહી છે. રાજકોટના પડધરી તાલુકાના ખેડૂતોને 0 ટકા વીમો તેમજ અન્ય તાલુકાઓમાં પણ ખેડૂતોને ઓછો પાક વીમો ચૂકવવામાં આવ્યો છે. વરસાદ ઓછો પડતાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે, તો બીજી બાજુ ખેતરના પાકના યોગ્ય ભાવ મળી રહ્યાં નથી. ગુજરાતની વિજય રૂપાણી સરકાર નિંભર બની ગઈ છે. અને કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ આંખ, કાન અને મોં બંધ કરી દીધા છે. તેથી આંંદોન કરવું પડે છે.

રજૂઆતો છતાં સરકારનો ઈન્કાર

અગાઉ મામલતદાર, કલેક્ટર, સરકારને અનેક રજૂઆતો બાદ પાકવીમો ન મળ્યો. ગુરુવારથી બેડીયાર્ડ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. ખેડૂતોએ જાહેર કર્યું હતું કં, જ્યાં સુધી પાક વીમો નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. જેનો કૃષિ પ્રધાન રણછોડ ફળદુ, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રીલાયંસ કંપની તરફથી કોઈ પ્રતિભાવ પણ મળ્યો નથી. ઉપલેટા તથા ધોરાજી પંથક અર્ધ અછતગ્રસ્ત જાહેર થયા હોવા છતાં પાક વીમો અપાયો નથી. તો કોટડાસાંગાણી, લોધિકા, જસદણ તથા વિછિંયામાં મગફળીનો પાકવીમો ચૂકવાયો નથી. રાજકોટ ખાતે બહુમાળી ભવનથી ક્લેક્ટર કચેરી સુધી રેલી યોજીને કલેક્ટરને આવેદન આપ્યું હતું. અગાઉ ચૂંટણી પહેલા પણ  રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોઇ નિરાકરણ આવ્યું ન હતું.

વીમો લીધો તો વળતર કેમ નહીં

કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને ખેડૂતોએ પ્રિમિયમ ભરેલું છે. તેમ છતાં વીમા કંપની અને સરકાર કૃષિ પાક નિષ્ફળ જવા છતાં વીમો મળતો નથી. તાલુકા અછતગ્રસ્ત થયા હોવા છતાં વીમા કંપનીઓએ ખેડૂતોને કહી દીધું હતું કે, ક્રોપ કટિંગ થયું છે અને વીમો નહીં મળે. પણ ખેડૂતોએ કહ્યું હતું કે, સરકારે કોઈ પણ ભોગે આ વીમો અપવવો જોઈએ. ખાતર, દવા અને બિયારણ ખરીદવાના પૈસા જ નથી. તો રાજકોટના પડધરીના ઝીરો ટકા પાકવીમો મળ્યો હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો.

100માંથી 7 ખેડૂતોને જ વીમો

ખેડૂતોએ અનિલ ધીરુભાઈ અંબાણીની પાક વીમા કંપની રિલાયંસ પર આક્ષેપો કર્યા હતો કે, ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે. 100 ખેડૂતો માંથી 6.82 ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. વીમા કંપનીઓએ રૂ.2305 કરોડનું પ્રિમિયમ ખંખેર્યુ છે. જંગી પ્રિમિયમ સામે માત્ર રૂ.325 કરોડનો વીમો જ મંજૂર કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે.

વીમા કંપનીઓએ માત્ર રૂ.142 કરોડ આપ્યા

વીમા કંપનીઓએ માત્ર રૂ.142.7 કરોડનો વીમો ચૂકવ્યો છે. વીમા કંપનીઓએ ગુજરાતમાંથી 2000 કરોડનો નફો કરી લીધો છે. 18 લાખ 42 હજાર ખેડૂતોએ ખરીફ પાક માટે વીમો લીધો હતો. ગુજરાતમાં હેક્ટર દીઠ સરેરાશ રૂ. 8980 પ્રિમિયમ ચુકાવાયું હતું. પાક વીમાના મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે.

સમર્થન સાથે સરકાર અસમર્થ

કિસાન કોંગ્રેસ પક્ષ અને એનસીપીએ ખેડૂતો સાથે જોડાઇ ભાજપ સરકાર પર આકાર પ્રહારો કર્યા હતા. રાજકોટ વેપારી એસોસિએશન, ગોંડલ માર્કેટ યાર્ડનુ દલાલ મંડળ, સૌરાષ્ટ્ર કમિશન એજન્ટ એસોસીયેશન તથા ગોંડલ માર્કેટીંગ યાર્ડ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે ટેકો જાહેર કર્યો હતો. તેના હોદ્દેદારો સ્થળ પર પહોંચ્યા હતા.

રાજકોટ, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રામાં ખેડૂતો પાકવીમાને લઈ આંદોલન પર ઉતર્યા હતા.  સૌરાષ્ટ્ર કમિશન એજન્ટ એસોસિએશનનું સમર્થન મળ્યું હતું. સૌરાષ્ટ્ર કમિશન એજન્ટ એસોસિએશનના અતુલભાઇ કમાણી દ્વારા શરૂ કરાયેલ રાજકોટ ખાતેના આંદોલનને ટેકો આપી સૌરાષ્ટ્રના તમામ માર્કેટમાં આંદોલન છેડવાની જાહેરાત થતાં જ ભાજપ દોડી આવ્યું પણ રૂપાણી સરકારે એક હરફ પણ ન ઉચાર્યો.

સુરેન્દ્રનગરમાં પાકવીમાની રૂપાણી-રિલાયંસ સ્મશાનયાત્રા કાઢે તે પહેલાં જ પોલીસે ખેડૂતોની અટકાયત કરી હતી. ધ્રાંગધ્રાના મેથાણ ગામમાં ખેડૂતોએ સ્મશાનયાત્રા કાઢી હતી.

રૂપાણી ને રિલાયંસ બીરબલની ભૂમિકામાં

પાક વીમામાં ભાજપ સરકારે બિરબલની ખીચડીની જેમ પાક વીમો રિલાયંસ અને રૂપાણી સરકાર પકવી રહી છે. બિરબલની ખીચડી સરકારે અમારી માટે બનાવી છે. ખીચડીની જગ્યાએ અમારો વીમો છે અને આગ છે તે સરકારની નીતિ છે. સરકારે નીતિ બનાવી તો દીધી પરંતુ વચ્ચે એવી સિસ્ટમ છે કે અમને તે વીમો મળતો જ નથી.

સરકારનું અર્ધસત્ય

પાક વિમા મુદ્દે સરકારે મૌન ધારણ કરી લીધું હતું. સરકારી અધિકારીઓ અને નેતા નિવેદન આપવા માટે ઠાગાઠૈયા કરી રહ્યા છે. મીડિયા નિવેદન માટે કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ કૃષિ અધિક મુખ્ય સચિવ પર જવાબદારી ઢોળી હતી. તો કૃષિ અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ કહે છે કે મીડિયા સામે નિવેદન કરવા માટે કૃષિ પ્રધાન પોતે જ બંધાયેલા છે. 10 લાખ 54 હજાર ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવી દેવામાં આવી છે. જ્યારે 7.46 લાખ ખેડૂતોને ટુક સમયમાં રકમ ચૂકવી દેવામાં આવશે. આમ સરકારે કૃષિ પ્રધાનની ચામડી બચાવવા માટે સચિવને આગળ ધરીને અર્ધસત્ય જાહેર કર્યું હતું. તેથી ખેડૂતોમાં આગ ભડકી હતી.

ખેડૂતો ખોટા છે

સરકારે ખેડૂતોના આક્ષેપો ફગાવી દીધા હતા. તેમનો મતલબ એવો નિકળતો હતો કે ખેડૂતોના દાવા ખોટા છે. કૃષિ વિભાગે દાવો કર્યો હતો કે, કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં રૂ.2,050 કરોડ ગુજરાતના ખેડૂતોને પાક વિમા પેટે ચુકવ્યા છે. સરકાર 31 મી મેમાં વીમાની વિગતો મોકલી દીધી છે. વીમા કપની સમયસર એક પછી એક ખેડૂતોના ખાતામાં રકમ પાક વીમાની આપી રહી છે. સરકારે કહ્યું કે, જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે તે જીલ્લાના ખેડૂતોએ બેન્કમાંથી લોન લઈને ધિરાણ કર્યું છે, તેમને કોઈ પ્રકારની વ્યાજ દરમાં રાહત કે માફી આપવામાં આવશે નહીં. આંદોલન પર બેઠેલા ખેડૂતોની માંગનો સરકારે છેદ ઉડાડી દીધો હતો. પણ જ્યાં આંદોલન થયું તે પડધરીમાં એક રૂપિયો પણ પાકવીમાની ચૂકવણી થઇ નથી.

રેશ્મા પટેલ 

આંદૃોલનને સમર્થન આપનાર રેશ્મા પટેલે મુલાકાત લઈને જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી ખેડૂતો પાકવીમા માટે ઉપવાસ આંદૃોલન પર બેઠા છે. ખેડૂતોનું પેટ ભરવા સરકાર હવે જાગે, સરકારને એટલું જ કહું છું કે તમારો વિકાસ બહુ થઇ ગયો છે હવે ખેડૂતોનો વિકાસ કરો. એક વિરોધ પક્ષના નેતા તરીકે હું અહીં સમર્થન આપવા આવી છું. ખેડૂતો જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગામડે ગામડે જઇ ઉગ્ર વિરોધ કરીશું.