રૂપાણીના રૂપાળા આંકડા

ફેક્ટ અને ફીગરના આધારે સરકારની સારી કામગીરીનું 21 ફેબ્રુઆરી 2019નું મૂલ્યાંકન સરકારે કર્યું છે. આ આંકડા સારી બાબતોના છે. સરકારે ભૂલો શું કરી છે તે અંગે તેમણે જણાવ્યું નથી. જે લોકો અને અખબારોમાં વિગતો આવે છે.

-23 વર્ષથી અમારી ભાજપ સરકાર છે

-બે દાયકા પહેલાં વર્ષ ૧૯૯૫-૯૬માં ગુજરાતના બજેટનું કદ રૂ. ૧૦,૮૭૩.૧૩ કરોડ હતું જે 2019-20માં વધીને રૂ.૧,૮૩,૬૬૬ કરોડ થયું છે. એટલે કે છેલ્લા બે દાયકામાં ગુજરાતના અંદાજપત્રમાં 17 ગણો વધારો.

-20 વર્ષ પહેલા ગુજરાતની માથાદીઠ આવક રૂ.૧૩,૬૬૫ હતી રૂ.૧,૭૪,૬૫૨ છે. એટલે કે માથાદીઠ આવકમાં 13 ગણો વધારો થયો છે.

-વર્ષ ૨૦૧૩ થી ૧૭ના ચાર વર્ષ દરમિયાન ગુજરાતનો વિકાસ દર ૯.૯ ટકાની આસપાસ રહ્યો છે. અને વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાતની GSDP ૧૧.૧ ટકા ઉપર પહોંચી છે. બીજા ક્રમે આવનાર રાજ્યની સરખામણીમાં ગુજરાતનો GSDP ૨૨ ટકા વધુ છે. એટલે કે, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, પંજાબ જેવા રાજ્યો GSDPમાં ગુજરાત કરતાં ઘણા પાછળ છે. GSDP એટલે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટીક પ્રોડક્ટ

-ગુજરાતનો એમ્પ્લોયમેન્ટ ગ્રોથ ૧૧.૫ ટકા જેટલો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, કેરાલા વગેરે રાજ્યો રોજગારી આપવામાં ગુજરાતથી ઘણાં પાછળ છે. ૨૦૧૩થી ૧૮ વચ્ચે સમગ્ર દેશમાં સૌથી આગળ છે.

– ૧૯૯૫-૯૬માં પ્રાયમરી સેક્ટરનું યોગદાન રૂ. ૧૬,૫૧૩ કરોડ હતું. 20 વર્ષમાં રૂ. ૨,૩૭,૭૭૧ કરોડે પહોંચ્યું છે. ૧૪ ગણો વધારો પ્રાયમરી સેક્ટરમાં થયો છે.

-૧૯૯૫-૯૬માં સેકંડરી સેક્ટરની ભાગીદારી રૂ. ૨૮,૩૮૮ કરોડની હતી તેમાં ૧૮ ગણો વધારો થઇને રૂ. ૫,૧૨,૪૪૯ કરોડ ઉપર પહોંચી છે.

-૧૯૯૫-૯૫માં ટર્શરી સેક્ટરનો હિસ્સો રૂ. ૨૬,૯૯૫ કરોડનો હતો. તેમાં ૧૫ ગણો વધારો થઇને આજે રૂ. ૪,૧૬,૯૩૨ કરોડે પહોંચ્યો છે.

-૧૨ લાખ કરોડ રૂપિયા કરતાં વધુ રકમના ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ સાથે ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત પ્રથમ ક્રમે છે

-વિશ્વના ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીઝમાં સૂરત અને રાજકોટ શહેરોને સમાવિષ્ટ કરીને શહેરી વિકાસમાં ગુજરાત પ્રથમ ક્રમે છે.

-ગ્રામિણ અને શહેરી વિસ્તારને સંપૂર્ણપણે ODF જાહેર કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે.

-દરીયા કાંઠા વિસ્તારોમાં વોટર સિક્યોરિટી માટે છ ડિસેલિનેશન પ્લાન્ટ અમલમાં મૂકનાર પ્રથમ રાજ્ય છે.

-ડ્રિમ સિટી, ગિફ્ટ સિટી, અને બુલેટ ટ્રેન જેવા મેગા પ્રોજેક્ટમાં પ્રથમ રાજ્ય

-૩૯.૩૬ લાખ મેટ્રીક ટન મગફળીના ઉત્પાદનમાં પ્રથમ

-૧૦૧.૮૭ લાખ ગાંસડી કપાસ ઉત્પાદન પ્રથમ

-૧૩૫.૬૯ લાખ મેટ્રીક ટન દૂધ ઉત્પાદન પ્રથમ

-ચાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બીજે ક્યાંય નથી.

-સૌથી વધુ એક્સપોર્ટ કરતું રાજ્ય છે.

-૧૮૦૦ કિલોમીટર લંબાઈની ગેસગ્રીડનું નિર્માણમાં પ્રથમ

– ખેડૂતોને કોઈ ઈલેક્ટ્રિસિટીની ડ્યુટી નહીં.

-૩૮ ઈન્ડિકેટરમાં ત્રીજા નંબરે

-૬૩ ઈન્ડિકેટરમાં પાંચમાં નંબરે

-કેન્દ્રમાં યુપીએ સરકારમાં રૂ. ૬૩,૩૪૬ કરોડ મળતાં હતાં. હવે રૂ. ૧.૫૮ લાખ કરોડ મળે છે.

-કૃડ ઓઈલ રોયલ્ટીમાં રૂ.૧૦,૦૩૬ કરોડ મળતા થયા.

-વડોદરા, રાજકોટ, સુરત અને અમદાવાદ ચાર શહેરોનેમાં એઈઅમ્સ

-૨૦૧૪માં રાષ્ટ્રીય ધોરી માર્ગની લંબાઇ ૪,૦૪૫ કિલોમીટર હતી, પાંચ વર્ષમાં ૯૦ ટકાના વધારે સાથે ૭,૬૭૨ કિલોમીટર થઈ.

-૬૦ કિલોમીટરની નવી રેલ-વે લાઈન, ૩૮૬ કિલોમીટર રેલ-વેની ડબલ લાઈન અને ૮૧૦ કિલોમીટરના રેલ-વે લાઈનનું ગેજ પરિવર્તન થયું.

-૧૮૨ મીટર વિશ્વનું ઊંચું સ્ટેચ્યુઓ ઓફ લિબર્ટી

-ધોલેરા એરપોર્ટ અને અમદાવાદ ધોલેરા એક્સ્પ્રેસ-વે પ્રોજેક્ટ

-ગુજરાતમાં રેલવે યુનિવર્સિટી

-સાગરમાલા પ્રોજેક્ટમાં રૂ. ૭૫,૮૫૦ કરોડ

-અમદાવાદ શહેરને મેટ્રો રેલ માટે રૂ.૧૦,૭૭૩ કરોડની કેન્દ્રની સહાય

-દ્વારકામાં આધુનિક મરીન પોલીસ એકેડેમી

-સિંહો માટે રૂ. ૯૭ કરોડની રકમ

-૧૯૯૫-૯૬માં કુલ કૃષિ ઉત્પાદન રૂ.૧૩,૪૯૧ કરોડમાં સાડા બાર ગણો વધારા સાથે રૂ.૧,૬૮,૪૩૩ કરોડ.

-૧૯૮૦થી ૨૦૧૪ના ૩૪ વર્ષ દરમિયાન રૂ. ૧,૨૦૦ કરોડ રકમની ટેકાના ભાવે ખેત ઉત્પાદનોની ખરીદી થઈ હતી. છેલ્લાં ત્રણ જ વર્ષમાં રૂ.૮,૫૦૦ કરોડની ખરીદી.

-૨૦૦૮માં રૂ.૧,૪૫૦ ખેડૂતોને માફીમાં ૧૫ થી ૨૦ ટકા, એક વર્ષમાં ૧૭ લાખ ઉપરાંત ખેડૂત પરિવારોને રૂ. ૧૭૫૦ કરોડની ચૂકવણી કરી છે.

-૫૦ લાખથી વધુ ખેડૂત પરિવારો કિસાન સન્માન યોજના હેઠળ રૂ.૩,૦૦૦ કરોડ કરતાં વધુ રકમ મળશે.

-ખેડૂતોને ઝીરો ટકાના દરે લોન

-૬.૭૪ લાખ ઉપરાંત લોકોને વીજ બીલની બાકી નીકળતી રૂ.૬૯૧ કરોડની માફી.

-આ વર્ષે રૂ. ૨૭૦૦ કરોડની રકમ ખેડૂતોને પાકવીમા સ્વરૂપે મળશે.

-અગાઉ ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુદીઠ રૂ. ૨૫ વધારીને રૂ. ૩૫ કરી.

-વર્ષ ૨૦૧૮-૧૯માં અત્યાર સુધીમાં ૩૧૭ ઘાસડેપો ઉપરથી ૭ કરોડ કિલોગ્રામ ઘાસનુ વિતરણ કરવામાં આવ્યું છે. ૨,૮૭,૪૯૦ ઘાસકાર્ડ ઇશ્યુ કરી દીધા છે.

-કચ્છ જિલ્લામાં ૨૭૦ કેટલ કેમ્પ્સમા ૧,૬૨,૬૮૭ પશુઓનો નિભાવ થઇ રહ્યો છે.

-રાજ્યમાં ૪૪૩ ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં આશ્રય લેતાં ૨,૬૦,૭૩૬ પશુઓની નિભાવણી થઇ રહી છે. અત્યાર સુધીમાં રૂ. ૪૦ કરોડની માતબર રકમની ગૌશાળાઓ અને પાંજરાપોળોને ચૂકવણી કરવામાં આવી છે.

-અસરગ્રસ્ત ૯૬ તાલુકાના ખેડૂતોને પ્રતિ હેકટરે રૂ. ૬૩૦૦ સુધીની આર્થિક સહાય આપવાનું સરકારે નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં ૧૭ લાખ ખેડૂતોને રૂ. ૧૫૫૭.૧૬ કરોડની ઈનપુટ સબસિડી આપવામાં આવી છે. અત્યાર સુધી એસડીઆરએફ ફંડમાંથી અછત રાહત માટે રૂપિયા ૧૨૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને એસડીઆરએફ ફંડમાં રાજ્ય સરકાર પાસે હજુ રૂ. ૧૬૦૦ કરોડ જેટલી રકમ ઉપલબ્ધ છે જ.

– મુખ્યમંત્રી અમૃતમ્ અને મા વાત્સલ્ય યોજનાની આવક મર્યાદા વધારીને ૪ લાખ, ૮૦ લાખ પરિવારોને તેનો લાભ મળશે.

-અસંગઠીત બાંધકામ શ્રમિકોને અન્નપૂર્ણા યોજના રૂ.૧૦ના દરે ભરપેટ ભોજન.

-શહેરી ઝૂંપડપટ્ટીના ૩.૩૨ લાખ પરિવારોને પાકા મકાનો બન્યા.

-૧૩૪૮ ગરીબ કલ્યાણમાં ૧ કરોડ ૪૦ લાખ ગરીબો, શ્રમિકો, વંચિતોને રૂ.૧૬,૩૯૧ કરોડની સહાય.

-સેવા સેતુના ચાર તબક્કામાં ૧.60 કરોડ ગરીબો, વંચિતોના પ્રશ્નો ઉકેલ્યા છે.

-યુએલસીની ફાજલ જમીન ઉપર બંધાયેલા ગરીબો અને મધ્યવર્ગોના પરિવારોના મકાનો રેગ્યુલરાઈઝ્ડ કરવાની મહત્વપૂર્ણ કામગીરી કરી છે.

-દલિતોને ૭.૫ હજાર એકર જમીન સાથણી રૂપે આપી.

-છેલ્લા ૩ મહિનામાં ૩,૦૦૦ ઓનલાઈન એનએ થઈ, આખા વર્ષમાં ૬,૦૦૦થી ૭,૦૦૦ જેટલી એનએની અરજીઓ આવતી હતી. હવે પારદર્શક એનએની પ્રક્રિયાના કારણે ત્રણ જ મહિનામાં ૮,૫૦૦ જેટલી અરજીઓ મળી છે.

-૪૭૦ બ્લોકની ગૌણ ખનીજની હરાજી. ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ શરૂં.

-પેટ્રોલ પંપ અને હોટલને લાયસન્સ રાજમાંથી મુક્તિ.

-એસીબીના ક્નવીકશન રેટમાં છેલ્લા એક વર્ષમાં ૯ ટકાનો વધારો નોંધાયો છે.

-ભ્રષ્ટાચારના ગુનાઓમાં ૨૬ ટકા વધારો થયો છે.