રૂપાણીનો વિક્રમ વિરોધ પક્ષના એક પણ ધારાસભ્યને સસ્પેન્ડ ન કર્યા

૨૦૦૨ બાદ પહેલું બજેટ સત્રનો એક બીજો વિક્રમ એ છે કે જેમાં ભાજપની સરકારે કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા ન હોય. વિરોધ પક્ષને દબાવી રાખવા અને વિધાનસભામાં સાચી વાત ન કરે તે માટે અનેક નુશખાઓ અપનાવવામાં આવતાં હોય છે જેમાં એક સસ્પેન્ડ કરવા માટે સરકાર તરફથી દરખાસ્ત મૂકીને તેમને સસ્પેન્ડ કરી દેવા. ગુજરાત વિધાનસભાના આ બજેટ સત્રમાં કોંગ્રેસનો એક પણ સભ્ય સસ્પેન્ડ થયો નથી તે અંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે,  વર્ષ ૨૦૦૨ પછીનું આ પહેલું બજેટ રૂટિન સત્ર છે કે, જેમાં વિપક્ષનો એક પણ સભ્ય સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી. જો કે છેલ્લા બે દિવસ દરમિયાન પ્રજા વિરોધી વિધેયકોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વોક આઉટ કરવામાં આવ્યો હતો. 2001થી આજ સુધી જ્યારથી નરેન્દ્ર મોદી, આનંદી પટેલ અને વિજય રૂપાણી મુખ્ય પ્રધાન થયા તેના 18 વર્ષમાં કોંગ્રેસના કુલ 204 વખત ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા છે.

તેથી 18 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, વિરોધ પક્ષને બોલતો બંધ કરવા માટે સસ્પેન્ડ નથી કરાયા.

ગયા વર્ષની ઘટના

27 માર્ચ 2018માં વિધાનસભામાં  ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલી મારામારી બાદ વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના બે ધારાસભ્યોને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. જેના વિરોધમાં કોંગ્રેસે અવિશ્વાસ દરખાસ્ત મૂકી હતી. સમાધાનનો રસ્તો કાઢીને સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોનું સસ્પેન્શન ઘટાડવાનો નિર્ણય લીધો હતો. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કડક કાર્યવાહી કરતા કોંગ્રેસના બે ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આ સિવાય તેમણે બળદેવ ઠાકોરને પણ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. સસ્પેન્ડ કરવાની દરખાસ્ત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી.

૯-૧૪ ડિસેમ્બર ૨૦૧૭ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યું ત્યારના ધારાસભ્યો

પક્ષ                                    બેઠકો

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)         99     ઘટી 16

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ)               77     વધી 16

ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)                    2       વધી 2

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)                  1       ઘટી 1

અપક્ષ                                  3       વધી 2

Total                                          182    ±0

———————————–

ધારાસભ્યો ચૂંટાયા ત્યારની યાદી

બેઠકક્રમ        બેઠક   વિજેતા પક્ષ

૧      અબડાસા       પ્રદ્યુમનસિંહ જાડેજા              કોંગ્રેસ

૨      માંડવી  વિરેન્દ્રસિંહ જાડેજા               ભાજપ

૩      ભુજ    ડો. નિમાબેન આચાર્ય           ભાજપ

૪      અંજાર  વાસણભાઇ ગોપાલભાઇ આહિર         ભાજપ

૫      ગાંધીધામ       મલતીબેન મહેશ્વરી              ભાજપ

૬      રાપર   સંતોકબેન આરેઠિયા            કોંગ્રેસ

૭      વાવ    ગેનીબેન ઠાકોર         કોંગ્રેસ

૮      થરાદ  પરબતભાઇ પટેલ              ભાજપ

૯      ધાનેરા  નાથાભાઇ પટેલ        કોંગ્રેસ

૧૦     દાંતા   કાંતિબેન ખરાડી        કોંગ્રેસ

૧૧     વડગામ જિજ્ઞેશ મેવાણી          અપક્ષ

૧૨     પાલનપુર      મહેશ પટેલ             કોંગ્રેસ

૧૩     ડીસા   શશિકાંત પંડ્યા         ભાજપ

૧૪     દિયોદર        શિવાભાઇ ભુરિયા               કોંગ્રેસ

૧૫     કાંકરેજ કિરિટસિંહ વાઘેલા              ભાજપ

૧૬     રાધનપુર       અલ્પેશ ઠાકોર          કોંગ્રેસ

૧૭     ચાણસ્મા        દિલિપકુમાર ઠાકોર             ભાજપ

૧૮     પાટણ  કિરિટકુમાર પટેલ              કોંગ્રેસ

૧૯     સિદ્ધપુર ચંદનજી ઠાકોર         કોંગ્રેસ

૨૦     ખેરાલુ  ભરતસિંહજી ડાભી               ભાજપ

૨૧     ઉંઝા    ડો. આશાબેન પટેલ             કોંગ્રેસ

૨૨     વિસનગર       ઋષિકેશ પટેલ          ભાજપ

૨૩     બેચરાજી        ભરતજી ઠાકોર          કોંગ્રેસ

૨૪     કડી    પુંજાભાઇ સોલંકી                ભાજપ

૨૫     મહેસાણા        નિતિન પટેલ           ભાજપ

૨૬     વિજાપુર        રમણભાઇ પટેલ                ભાજપ

૨૭     હિંમતનગર     રાજુભાઇ ચાવડા                ભાજપ

૨૮     ઇડર   હિતુ કનોડિયા          ભાજપ

૨૯     ખેડબ્રહ્મા        અશ્વિનભાઇ કોટવાલ            કોંગ્રેસ

૩૦     ભિલોડા ડો. અનિલ જોશિયારા           કોંગ્રેસ

૩૧     મોડાસા રાજેન્દ્રસિંહ ઠાકોર               કોંગ્રેસ

૩૨     બાયડ  ધવલસિંહ ઝાલા        કોંગ્રેસ

૩૩     પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમાર              ભાજપ

૩૪     દહેગામ બલરાજસિંહ ચૌહાણ            ભાજપ

૩૫     ગાંધીનગર દક્ષિણ      શંભુજી ઠાકોર           ભાજપ

૩૬     ગાંધીનગર ઉત્તર       ડો. સી. જે. ચાવડા              કોંગ્રેસ

૩૭     માણસા સુરેશકુમાર પટેલ               કોંગ્રેસ

૩૮     કલોલ  બળદેવજી ઠાકોર               કોંગ્રેસ

૩૯     વિરમગામ      લાખાભાઇ ભરવાડ              કોંગ્રેસ

૪૦     સાણંદ  કનુભાઇ પટેલ          ભાજપ

૪૧     ઘાટલોડિયા     ભુપેન્દ્રભાઇ પટેલ               ભાજપ

૪૨     વેજલપુર       કિશોર ચૌહાણ          ભાજપ

૪૩     વટવા  પ્રદિપસિંહ જાડેજા               ભાજપ

૪૪     એલિસ બ્રિજ    રાકેશ પટેલ            ભાજપ

૪૫     નારણપુરા      કૌશિક પટેલ            ભાજપ

૪૬     નિકોલ  જગદિશ પંચાલ         ભાજપ

૪૭     નરોડા  બલરામ થવાની        ભાજપ

૪૮     ઠક્કર બાપાનગર       વલ્લભ કાકડિયા                ભાજપ

૪૯     બાપુનગર      હિંમતસિંહ પટેલ                કોંગ્રેસ

૫૦     અમરાઇવાડી   હસમુખભાઇ પટેલ              ભાજપ

૫૧     દરિયાપુર      ગ્યુસુદ્દિન શૈખ           કોંગ્રેસ

૫૨     જમાલપુર-ખાડિયા      ઇમરાન ખેડાવાલા              કોંગ્રેસ

૫૩     મણિનગર      સુરેશ પટેલ             ભાજપ

૫૪     દાણીલીમડા    શૈલેશ પરમાર          કોંગ્રેસ

૫૫     સાબરમતી      અરવિંદકુમાર પટેલ            ભાજપ

૫૬     અસારવા       પ્રદિપભાઇ પરમાર             ભાજપ

૫૭     દસક્રોઇ બાબુ જમના પટેલ              ભાજપ

૫૮     ધોળકા ભુપેન્દ્રસિંહ ચુડાસમા             ભાજપ

૫૯     ધંધુકા  રાજેશ ગોહિલ          કોંગ્રેસ

૬૦     દસાડા  નૌશાદજી સોલંકી               કોંગ્રેસ

૬૧     લિમડી  સોમા ગાંડા કોળીપટેલ          કોંગ્રેસ

૬૨     વઢવાણ        ધનજીભાઇ પટેલ               ભાજપ

૬૩     ચોટિલા ઋત્વિક મકવાણા                કોંગ્રેસ

૬૪     ધ્રાગંધા પરસોત્તમ સાબરિયા            કોંગ્રેસ

૬૫     મોરબી બ્રિજેશ મેરજા           કોંગ્રેસ

૬૬     ટંકારા  લલિત કાગથરા         કોંગ્રેસ

૬૭     વાંકાનેર        મહમદ જાવેદ પીરજાદા        કોંગ્રેસ

૬૮     રાજકોટ પૂર્વ    અરવિંદ રૈયાણી         ભાજપ

૬૯     રાજકોટ પશ્ચિમ વિજય રૂપાણી           ભાજપ

૭૦     રાજકોટ દક્ષિણ ગોવિંદ પટેલ           ભાજપ

૭૧     રાજકોટ ગ્રામ્ય  લાખાભાઇ સાગઠિયા            ભાજપ

૭૨     જસદણ કુવરજીભાઈ બાવળિયા        કોંગ્રેસ પછી ભા જપ

૭૩     ગોંડલ  ગીતાબા જયરાજસિંહ જાડેજા            ભાજપ

૭૪     જેતપુર જયેશ રાદડિયા         ભાજપ

૭૫     ધોરાજી લલિત વસોયા          કોંગ્રેસ

૭૬     કાલાવાડ       પ્રવીણ મુસડીયા        કોંગ્રેસ

૭૭     જામનગર ગ્રામ્ય        વલ્લભભાઇ ધરાવિયા           કોંગ્રેસ

૭૮     જામનગર ઉત્તર ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)              ભાજપ

૭૯     જામનગર દક્ષિણ       આર.સી. ફળદુ          ભાજપ

૮૦     જામ જોધપુર   ચિરાગ કાલરીયા                કોંગ્રેસ

૮૧     ખંભાળિયા      વિક્રમ માદામ           કોંગ્રેસ

૮૨     દ્વારકા  પબુભા માણેક           ભાજપ

૮૩     પોરબંદર       બાબુ બોખરીયા         ભાજપ

૮૪     કુતિયાણા       કાંધલ જાડેજા           NCP

૮૫     માણાવદર      જવાહર ચાવડા         કોંગ્રેસ

૮૬     જુનાગઢ        ભીખાભાઇ જોશી        કોંગ્રેસ

૮૭     વિસાવદર      હર્ષદ રિબાડિયા         કોંગ્રેસ

૮૮     કેશોદ  દેવભાઇ માલમ         ભાજપ

૮૯     માંગરોળ       બાબુભાઇ વાજા         કોંગ્રેસ

૯૦     સોમનાથ       વિમલભાઇ ચુડાસમા            કોંગ્રેસ

૯૧     તાલાલા ભગાભાઇ આહિર                કોંગ્રેસ

૯૨     કોડિનાર        મોહનભાઇ વાળા                કોંગ્રેસ

૯૩     ઉના    પુંજાભાઇ વંશ           કોંગ્રેસ

૯૪     ધારી   જે. વી. કાકડિયા                કોંગ્રેસ

૯૫     અમરેલી        પરેશ ધાનાની          કોંગ્રેસ

૯૬     લાઠી   વિરજીભાઇ થુમ્માર              કોંગ્રેસ

૯૭     સાવરકુંડલા     પ્રતાપ દુધાત           કોંગ્રેસ

૯૮     રાજુલા અમરિશ ડેર            કોંગ્રેસ

૯૯     મહુવા  રાઘવભાઇ મકવાણા            ભાજપ

૧૦૦   તળાજા કનુભાઇ બારૈયા         કોંગ્રેસ

૧૦૧   ગરિયાધર      કેશુભાઇ નાકર્ણી         ભાજપ

૧૦૨   પાલિતાણા      ભીખાભાઇ બારૈયા               ભાજપ

૧૦૩   ભાવનગર ગ્રામ્ય        પરસોત્તમ સોલંકી               ભાજપ

૧૦૪   ભાવનગર પૂર્વ  વિભાવરી દવે           ભાજપ

૧૦૫   ભાવનગર પશ્ચિમ       જીત વાઘાણી           ભાજપ

૧૦૬   ગઢડા  પ્રવીણભાઇ મારુ        કોંગ્રેસ

૧૦૭   બોટાદ  સૌરભ પટેલ            ભાજપ

૧૦૮   ખંભાત  મયુર રાવલ            ભાજપ

૧૦૯   બોરસદ રાજેન્દ્રસિંહ પરમાર              કોંગ્રેસ

૧૧૦   અંકલાવ        અમિત ચાવડા          કોંગ્રેસ

૧૧૧   ઉમરેઠ  ગોવિંદ પરમાર         ભાજપ

૧૧૨   આણંદ  કાંતિભાઇ સોધરપરમાર         કોંગ્રેસ

૧૧૩   પેટલાદ નિરંજન પટેલ          કોંગ્રેસ

૧૧૪   સોજીત્રા પુનમભાઇ પરમાર              કોંગ્રેસ

૧૧૫   માતર  કેસરીસિંહ સોલંકી               ભાજપ

૧૧૬   નડિયાદ        પંકજ દેસાઇ            ભાજપ

૧૧૭   મહેમદાવાદ    અર્જુનસિંહ ચૌહાણ              ભાજપ

૧૧૮   મહુધા  ઇન્દ્રજીતસિંહ પરમાર            કોંગ્રેસ

૧૧૯   ઠાસરા  કાંતિભાઇ પરમાર               કોંગ્રેસ

૧૨૦   કપડવંજ        કાલાભાઇ ડાભી         કોંગ્રેસ

૧૨૧   બાલાસિનોર    અજીતસિંહ ચૌહાણ              કોંગ્રેસ

૧૨૨   લુણાવાડા       રતનસિંહ રાઠોડ        અપક્ષ

૧૨૩   સંતરામપુર     કુબેરભાઇ ડિંડોર                ભાજપ

૧૨૪   શહેરા   જેઠાભાઇ આહિર        ભાજપ

૧૨૫   મોરવા હડફ    ભુપેન્દ્રસિંહ ખાંટ         અપક્ષ

૧૨૬   ગોધરા સી.કે. રાઉલજી          ભાજપ

૧૨૭   કાલોલ સુમનાબેન ચૌહાણ              ભાજપ

૧૨૮   હાલોલ જયદ્રથસિંહજી પરમાર           ભાજપ

૧૨૯   ફતેપુરા રમેશભાઇ કટારા                ભાજપ

૧૩૦   ઝાલોદ ભાવેશ કટારા           કોંગ્રેસ

૧૩૧   લિમખેડા        શૈલેશભાઇ ભાભોર              ભાજપ

૧૩૨   દાહોદ  વજેસિંહ પનાડા         કોંગ્રેસ

૧૩૩   ગરબાડા        ચંદ્રિકાબેન બારૈયા              કોંગ્રેસ

૧૩૪   દેવગઢબારિયા  બચુભાઇ ખાબડ         ભાજપ

૧૩૫   સાવલી કેતન ઇનામદાર                ભાજપ

૧૩૬   વાઘોડિયા      મધુ શ્રીવાસ્તવ          ભાજપ

૧૩૭   છોટા ઉદેપુર    મોહન રાઠવા           કોંગ્રેસ

૧૩૮   જેતપુર સુખરામભાઇ રાઠવા             કોંગ્રેસ

૧૩૯   સંખેડા  અભેસિંહ તાડવી        ભાજપ

૧૪૦   ડભોઇ  શૈલેશ પટેલ ‘સોટ્ટા’                           ભાજપ

૧૪૧   વડોદરા શહેર  મનિષા વકીલ          ભાજપ

૧૪૨   સયાજીગંજ      જીતેન્દ્ર સુખડિયા                ભાજપ

૧૪૩   અકોટા સીમા મોહિલે           ભાજપ

૧૪૪   રાવપુરા        રાજેન્દ્ર ત્રિવેદી          ભાજપ

૧૪૫   માંજલપુર      યોગેશ પટેલ           ભાજપ

૧૪૬   પાદરા  જશપાલસિંહ ઠાકોર             કોંગ્રેસ

૧૪૭   કરજણ અક્ષય પટેલ            કોંગ્રેસ

૧૪૮   નાંદોદ  પ્રેમસિંહભાઇ વસાવા            કોંગ્રેસ

૧૪૯   ડેડિયાપાડા     મહેશભાઇ વસાવા               BTP

૧૫૦   જંબુસર સંજયભાઇ સોલંકી               કોંગ્રેસ

૧૫૧   વાગરા અરુણસિંહ રાણા         ભાજપ

૧૫૨   ઝઘડિયા        છોટુભાઇ વસાવા                BTP

૧૫૩   ભરુચ   દુષ્યંત પટેલ           ભાજપ

૧૫૪   અંકલેશ્વર       ઇશ્વરસિંહ પટેલ         ભાજપ

૧૫૫   ઓલપાડ       મુકેશ પટેલ             ભાજપ

૧૫૬   માંગરોળ       ગણપત વસાવા         ભાજપ

૧૫૭   માંડવી  આનંદભાઇ ચૌધરી              કોંગ્રેસ

૧૫૮   કામરેજ વી. ડી. ઝાલાવાડિયા            ભાજપ

૧૫૯   સુરત પૂર્વ      અરવિંદ રાણા          ભાજપ

૧૬૦   સુરત ઉત્તર     કાંતિભાઇ બાલાર               ભાજપ

૧૬૧   વરાછા માર્ગ    કુમારભાઇ કાનાની              ભાજપ

૧૬૨   કારંજ   પ્રવીણભાઇ ઘોઘારી             ભાજપ

૧૬૩   લિંબાયત       સંગીતા પાટીલ         ભાજપ

૧૬૪   ઉધના  વિવેક પટેલ            ભાજપ

૧૬૫   મજુરા  હર્ષ સંઘવી              ભાજપ

૧૬૬   કતારગામ      વિનોદભાઇ મોરડિયા            ભાજપ

૧૬૭   સુરત પશ્ચિમ    પુર્ણેશ મોદી             ભાજપ

૧૬૮   ચોર્યાસી ઝંખના પટેલ           ભાજપ

૧૬૯   બારડોલી       ઇશ્વરભાઇ પરમાર              ભાજપ

૧૭૦   મહુવા  મોહનભાઇ ધોડિયા              ભાજપ

૧૭૧   વ્યારા  પુનાભાઇ ગામિત                કોંગ્રેસ

૧૭૨   નિઝર  સુનિલ ગામિત          કોંગ્રેસ

૧૭૩   ડાંગ    મંગલભાઇ ગાવિત              કોંગ્રેસ

૧૭૪   જલાલપોર      આર. સી. પટેલ         ભાજપ

૧૭૫   નવસારી        પિયુષ દેસાઇ           ભાજપ

૧૭૬   ગણદેવી        નરેશ પટેલ             ભાજપ

૧૭૭   વાંસદા અનંતકુમાર પટેલ              કોંગ્રેસ

૧૭૮   ધરમપુર        અરવિંદ પટેલ          ભાજપ

૧૭૯   વલસાડ ભરત પટેલ            ભાજપ

૧૮૦   પારડી  કનુભાઇ દેસાઇ          ભાજપ

૧૮૧   કપરાડા જિતુભાઇ ચૌધરી                કોંગ્રેસ

૧૮૨   ઉમરગામ       રમણલાલ પાટકર              ભાજપ