રૂપાણી અભણ છે, આદિવાસી નહીં

આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, “સરકાર અપમાન કરતી હોય તે રીતે કેમ કહે છે આદિવાસીઓ અભણ-ગરીબ અને કાયદાકીય પ્રક્રિયાથી વંચિત છે? ”

ખરેખર તો રૂપાણી અભણ હોય તેમ મોરચો કહે છે કે “આદિવાસીઓ ને ગુલામ બનાવવા તથા ભારતના જંગલોને લુંટવા અંગ્રેજોએ બનાવેલો 1927નો જંગલ કાયદો આઝાદ ભારતમાં અમલમાં કેમ છે ? તે મુદ્દે મૌન ધારણ કરનાર સરકારને આદિવસીઓ પ્રત્યે સંવેદના છે તેમ કેવી રીતે કહી શકાય ? ”

અંગ્રેજોના 1927ના જંગલ કાયદો જેના ઉપયોગથી સરકાર જંગલ જમીનો ઉધ્યોગપતિઓને આપવાનો અધિકાર આપે છે, તેનાથી સરકાર બરોબર જાગ્રુત છે પરંતુ 2005નો જંગલ જમીન અધિકાર માન્યતા કાયદો જે આદિવાસીઓના અધિકારોની રક્ષા કરે છે તેનાથી સરકાર જાગ્રુત નથી.”

સુપ્રિમ કોર્ટ દ્વારા જંગલ જમીન ઉપરથી આદિવાસી અનેે અન્ય વનવાસિયોને બેદખલ કરવાના પોતાના જ 13 ફેબ્રુઆરી 2019ના હુકમ ઉપર હમણા રોક લગાવવામાં આવી છે. તેનાથી હાસકારો મેળવવાની કે વધારે ખુશ થવાની જરાય જરુર નથી. બંધારણમાં અનેે ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ છે કે આદિવાસીઓને તેમના અધિકારો ચોક્કસ મળશે.

પરંતુ સુપ્રિમ કોર્ટના હુકમ પર રોક તે માત્ર રાજ્ય સરકારો દ્રારા સુપ્રિમ કોર્ટમાં રજુ કરાયેલા એફિડેવિટ રજુ કરવા સુધી જ છે.જે કેસ ની સુનાવણી હવે 10 જુલાઈએ થવાની છે. આ સબંધિત ઉચ્ચસ્તરીય સમિતિ જે ગુજરાતના મુખ્યમંત્રીએ બનાવવાનુુંં સુચન કરેલ હતુ તે સમિતિ બનાવવામાં આવી કે કેમ ? જો બનાવવામાં આવી છે તો તે સમિતિમાં કોણ-કોણ છે ? કઈ સમિતિ આ વિશે આદિવાસી હિતમાંં સરકારને સલાહ સુચન કરશે? આ વિશે કોઈ જ માહિતિ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહી નથી.

અત્યંત દુ:ખદ વાત તો તે છે કે ગુજરાત સરકાર આદિવાસીઓને મુર્ખ અને અભણ સમજે છે ? ગુજરાતના મુખ્યમંત્રીએ જ્યારે સુપ્રિમ કોર્ટના હુકમ સંદર્ભે રિવ્યુ પિટિશન તથા ઉચ્ચ સ્તરીય સમિતિ નિર્માણ કરવાની માહિતિ આપવા જે પ્રેસ નોટ જાહેર કરી તેમા પણ આદિવાસીઓ કાયદાકીય પ્રક્રિયાથી અજાણ હોવાનુ કારણ બતાવી કહેલ કે આદિવાસીઓ જાગૃત નથી માટે પોતાના અધિકારોથી તે વંચિત રહી જાય છે. હવે તે જ કારણ સરકારોએ સુપ્રિમ કોર્ટમાં રજુ કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સરકારે સુપ્રિમ કોર્ટ સામે આદિવાસીઓને અભણ અને ગરીબ જાહેર કર્યા છે. જે અમારી નજરમાં આદિવાસી સમાજનું ઘોર અપમાન છે. સરકાર કહે છે કે કાયદાકીય જાગ્રત નહીં હોવાના કારણથી જ આદિવાસીઓ પોતાના જંગલ જમીનના અધિકારો બાબતે યોગ્ય પુરાવા સાથે દાવા (રજુઆત) કરી નહોતા શક્યા માટે તેમના દાવા રદ્દ થયા છે. આ વાત માન્ય નથી. કારણ 10 વર્ષ પહેલા રજુ કરેલા પુરાવાઓ સાથેના આદિવાસીઓના દાવા આજે ચકાસણી હેઠળ છે. તે સરકાર આટલા વર્ષોમાં મંજુર કેમ કરી શકી નથી. શું સરકાર અભણ છે? કાયદાકીય રીતે તે ગંભીર પ્રશ્નનો જવાબ સરકારે આપવો જ રહ્યો.

સાથે જ અઢળક દાવાઓ જે છેલ્લા 15 વર્ષથી પડતર છે. તે સાબિત કરે છે, કે કાયદાકીય પ્રક્રિયાઓથી આદિવાસીઓ નહી પરંંતુ સરકાર જાગૃત નથી. સરકાર પોતે અભણ છે. જેનુ કારણ છે અંગ્રેજોએ બનાવેલો 1927નો જંગલ કાયદો જે સરકારને જંગલ ઉધ્યોગપતિઓને આપવાનો અધિકાર આપે છે તે કાયદાથી સરકાર બરોબર જાગૃત છે પરંતુ 2005નો કાયદો જે આદિવાસીઓના અધિકારોની રક્ષા કરે છે તેનાથી સરકાર જાગૃત નથી. માટે સરકાર પોતાની જાણતીી ના હોવાની વાત છુપાવવા માટે આદિવાસી સમાજ ને અભણ અને મુર્ખ સાબિત કરી રહી છે. પણ સરકાર પોતે મુરખ છે.

આ રીતે સરકારોએ સુપ્રિમ કોર્ટ સમક્ષ આદિવાસીઓનું ઘોર અપમાન જ નથી કર્યુ પણ પોતાના જ વિકાસની વાતો ને પોકળ પણ સાબિત કરી દીધી છે. જેની નોંધ દરેકે લેવી જોઈએ કે ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લા બે – અઢી દાયકાથી ગુજરાતમાં એક જ પક્ષની સરકાર છે, જે આદિવાસીઓમાં શૈક્ષણિક અને કાયદાકીય જાગ્રતિ લાવવાનું કામ કરવામાં સદંતર નીષ્ફળ નીવડી છે. તે વાત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલ ખોલી દીધી છે. જે વાત સાબિત કરે છે, ગુજરાત સરકારે આદિવાસીઓનો છેલ્લા 20-28 વર્ષમાં જરા પણ વિકાસ કર્યો નથી.

આદિવાસીઓ અભણ અને ગરીબ છે, કાયદાકીય પ્રક્રિયાઓથી અજાણ છે આ અપમાનજનક દલીલ સરકાર શા માટે આપી રહી છે? તે આપણે દરેક સમજીએ છીએ કે સરકાર તે દર્શાવવા નથી માંગતી કે તે આ જમીનો આદિવાસી ઓને આપવા માંગતી નથી. માટે આ દાવા રદ્દ થયા છે. ને લાખો દાવા કાયદો બન્યાના 15 વર્ષ પછી પણ ચકાસણી હેઠળ છે. જેનો સરકાર યોગ્ય નિકાલ કરી શકી નથી.

એવી તો કેવી ચકાસણી છે આ કે જે છેલ્લા 15 વર્ષથી થઈ જ નથી રહી ? પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આદિવાસી સમાજને અભણ અને મુર્ખ સાબિત કરવાની સરકારની નીતિનો અમે આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા તરફથી વિરોધ કરીએ છીએ. સરકારને કહેવા માંગીએ છીએ કે જો સરકાર પોતાની વાત ઉપર અડગ હોય તો ગુજરાતનાં મુખ્યમંત્રી મિડિયા સમક્ષ આવી આદિવાસી સમાજની માફી માંંગે અથવા માફીના માંગે તો જાહેરમાં સ્વીકાર કરે કે છેલ્લા બે દાયકામાંં ગુજરાત સરકાર આદિવાસીઓનો વિકાસ કરવામાં નીષ્ફળ ગઈ છે. જે આદિવાસીઓને 20 વર્ષ જેવા લાંબા કાર્યકાળ છતાં કાયદાકીય પ્રક્રિયાથી જાગૃત કરી શકી નથી. સરકાર આદિવાસીઓ પ્રત્યે સંવેદના રાખી દેશભક્તિ બતાવી અંગ્રેજી પાર્લામેંટમાં બનેલો 1927નો જંગલ કાયદો ક્યારે રદ્દ કરશે તે વિશે પણ મૌન તોડે તે જરુરી છે. સાથે જ અમે ગુજરાત સરકાર તેમજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીનો આભાર પણ માનીએ છીએ કે તેમણે વર્તમાનમાં આદિવાસી સમાજ પર આવેલા સંકટ સમયે સુપ્રિમના હુકમ સંદર્ભ રિવ્યુ પીટિશન દ્વારા આદિવાસી હિતોનું રક્ષણ કરેલું છે.પરંતુ અયોગ્ય તર્ક અને દલીલો બાબતે સરકાર યોગ્ય જવાબ આપે તેવી આશા છે. AKSM અધ્યક્ષ, રોમેલ સુતરિયા.

આદિવાસી માટે કામ કરતાં રોમેલ સુતરીયા