પાટણ લોકસભા બેઠકના કાંકરેજ વિધાનસભા મતવિસ્તારના તાણા ગામે ભારતીય જનતા પક્ષનો ખેસ પહેરી બાઈક સવારોને પૈસા વહેંચવા બાબતે તાલુકા પંચાયત પ્રતિનિધિ હંસપુરી ભેમપુરી ગૌસ્વામી સામે થરા પોલીસ મથકમાં આચારસંહિતા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.
9 એપ્રિલ 2019માં ભાજપના નેતા અને કેન્દ્રના કૃષિ રાજ્ય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની જાહેરસભા પછી તાલુકા પંચાયત ડેલીગેટ ગૌસ્વામી હંસપુરી ભેમપુરી દ્વારા બાઈકસવારોને પૈસા આપતા હતા. જે અંગે છૂપી રીતે વિડિયો ઉતારી લઈને પુરાવો એકઠો કરાયો હતો.
વિડીયો સોશિયલ મિડિયામાં પાટણ કલેકટર દ્વારા તપાસ બાદ 14 એપ્રિલ 2019માં ફરિયાદ નોંધવામાં આવી હતી. ચૂંટણી આચારસંહિતા ભંગની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં તેમ ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલ દ્વારા જાહેર કરાયું છે.