રૂ. ૧૦૫૪ કરોડની સિંચાઈ યોજના સાડા ચાર મહિના વહેલી પૂર્ણ થઈ

ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગની કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજના-લિફટ ઈરિગેશન સ્કીમને ‘‘બેસ્ટ ઈમ્પિલિમેન્ટેશન ઓફ વોટર રિસોર્સિસ પ્રોજેક્ટ’’ સીબીઆઈપી એવોર્ડ-૨૦૨૦ આપવામાં આવ્યો છે.

અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ અને નક્કી કરેલા સમય કરતાં સાડા ચાર મહિના વહેલી પૂરી કરી દેવામાં આવી છે. આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ વ્યવસ્થા ઊભી કરનારી યોજના તરીકે ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈરીગેશન પ્રોજેક્ટ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો છે.

દાહોદ અને મહિસાગર જિલ્લાના સિંચાઈથી વંચિત વિસ્તારોને કડાણા જળાશય આધારિત લિફ્ટ ઈરિગેશન યોજના રૂ.૧૦૫૪ કરોડના ખર્ચે બની છે. હવે સિંચાઈ શરૂ થઈ છે. ૨૦૯ ગામો તથા દાહોદ શહેરને પીવાના પાણીનો લાભ મળ્યો છે.

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની ક્યાર ગામેથી પાણી મોટર પંપ દ્વારા નાની સિંચાઈ યોજના, તળાવો, નાળા, , કાંસ , ચેકડેમ તથા ગામ ૫૮ તળાવો ભરીને ૨૪૭૭૫ એકર એટલે કે આશરે દસ હજાર હેકટર વિસ્તારને સિંચાઈ થાય છે. પાંચ મધ્યમ સિચાઈ યોજનાઓના જળાશયોમાં કડાણાથી પાણીને વીજળી મોટર પંપથી ઊંચકીને ભરવાનું આયોજન છે.

પાંચ હજાર ખેડૂતોને ખરીફ અને રવિ એમ બે મોસમ માટે સિંચાઈ મળશે.

એક ખેડૂત દીઠ પાંચ હજાર ખેડૂત પ્રમાણે 21,08,000 નું ખર્ચ થયું છે. 200 ગામ અને દાહોદ શહેરને પાણી આપવામાં આવે છે.

જૂન-૨૦૨૦ સુધીમાં કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા હતી. જે ડિસેમ્બર-૨૦૧૯માં પૂર્ણ થઈ છે.

વનવાસી જિલ્લાઓમાં ૪ ઉદવહન સિચાઈ યોજના તેમજ ૬ પાણી પુરવઠા યોજનાઓ 16 સપ્ટેમ્બર 2016માં મોદીએ લિમખેડામાં  રૂ.૧૭૫૭.૯૪ કરોડના ખર્ચે છ પાણી પુરવઠા યોજના અને રૂ.૨૦૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વનવાસી ખેડૂતો માટે ચાર સિંચાઈ યોજના જાહેર થઈ હતી.

દાહોદ જિલ્લાને ૧૦૫૫ કરોડના ખર્ચે કડાણા જળાશય આધારીત ઉદવહન સિંચાઈ યોજનાનો લાભ મળનાર છે. જેના પરીણામે આગામી સમયમાં દાહોદ જિલ્લામાંથી અન્‍ય જિલ્લાઓમાં થતું સ્‍થળાંતર અટકશે.

અગાઉ શું જાહેર થયું હતું ?

8 જૂન 2017માં કડાણા જળાશય આધારીત દાહોદ જિલ્લા માટેની ઉદવહન સિંચાઈ યોજનાનું ભૂમિપૂજન રૂપાણીએ કર્યું હતું. રાજય સરકાર ઘ્વારા આદિજાતી વિસ્તાર પૈકી દાહોદ અને મહીસાગર જીલ્લાના સર્વાગી વિકાસ માટે કડાણા જળાશય આઘારિત ઉદવહન સિંચાઇ યોજના બનાવી મહીસાગર અને દાહોદ જીલ્લાના સિંચાઇથી વંચિત વિસ્તારને લાભ આ૫વાનું આયોજન કરેલ છે. જે માટે મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના નાની કયાર ગામ પાસેથી ઉદવહન કરી આ બંને જીલ્લામાં આવેલ તળાવો તેમજ હયાત નાળાઓમાં પાણી છોડી સિંચાઇનો લાભ આપવાનું આયોજન છે. આ યોજના થકી ટ્રાયબલ વિસ્તારમાં 54 ગામ તળાવો, ચેકડેમો, કાંસો વગેરેને પાણી વહેવડાવવામાં આવનાર છે.તદઉ૫રાંત 42 ગામોને પીવાના પાણીનો લાભ મળશે.

મોદીની જાહેરાત

કડાણા કરજણ અને કાંકરાપાર જળાશય આધારિત ૪ ઉદવહન સિંચાઈ યોજનાથી દાહોદ, નર્મદા, મહીસાગર અને સુરત જિલ્લાના અંદાજે ૯૭૪૫૫ એકર વિસ્‍તારમાં ખેડુતોને સિંચાઈની સુવિધા મળશે. જેથી વનવાસી ખેડુતોની આવક બમણી થવા સાથે તેઓ ર્આથિક રીતે સધ્‍ધર થશે. છ પાણી પુરવઠા યોજનાઓ કાર્યાન્‍વિત થતા દાહોદ, મહીસાગર, નર્મદા,  છોટાઉદેપુર  જિલ્લાના ૯૩૭ ગામો અને ૨૩ નર્મદા વસાહતો સહીત ૯૬૦ ગામોની ૨૧ લાખ જેટલી વનબંધુ વસ્‍તીને પીવાનું શુધ્‍ધ પાણી ઉપલબ્‍ધ થશે.