રેલવેના મથક માટે ઉકેલ શું ? મોદી કેમ મૌન

ભાજપ દ્વારા ગુજરાતમાં 2 ઓગસ્ટ 2010માં મહેસાણાનાં ભાજપના સાંસદ જયશ્રી પટેલે વડાપ્રધાન મનમોહનિંસહને લેખિત રજુઆત કરી હતી. પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખસેડવાની વર્ષોની પડતર માંગણી સ્વીકારવા માટે કહ્યું હતું. પણ હવે આ સાંસદ ભૂલી ગયા છે.

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે. 303 બેઠક છે, ભાજપના વિશ્વ નેતા છે. એક નેતા હવે વિશ્વ નેતા બનવાના છે. ગુજરાતને વડુ મથક મળી શકે તેમ છે. જમીન પુરતી છે. બુલેટ ટ્રેનના રાણીપના રેલવે મથકની જેમ વડુ મથક આવી શકે તેમ છે. અગાઉ રેલવેનો પોલીટીકલ ઈસ્યુ બની ગયો હતો હવે એવું નથી. વિરોધ પક્ષ પણ રહ્યો નથી. ત્યારે રેલવેનું વડુ મથક બની શકે તેમ છે.

ગુજરાતમાં ભાજપની સરકાર છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે. ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગુજરાતના છે. તમામ 26 સાંસદો ભાજપના છે. વિરોધ પક્ષ જ નથી રહ્યો. તમામ સંજોગો ગુજરાતની તરફેણમાં છે. ત્યારે ઉકેલ ચપટી વગાડતાં આવી શકે તેમ છે. પણ રાજકારણીઓને પોતાનો રાજકીય રોટલો સેકવો છે તેને ગુજરાત કે ગુજરાતની પ્રજાની કંઈ પડી નથી. જો ગુજરાતનું ભલુ ઈચ્છતાં હોય તો અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશનને પશ્ચિમ ભારતનું રેલવે મથક જાહેર કરી દેવું.