રેલવેમાં મોદી પાસે હક્ક માંગવામાં ભાજપની નબળી રૂપાણી સરકાર

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવા માટે તત્કાલિન યુ.પી.એ. સરકાર દ્વારા શરૂઆતથી જ ના પાડી દેવાઇ હતી. એટલે અત્યારે વિલંબ થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે અને કરવામાં આવી રહી છે. અમે વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગણી કરી રહ્યા છીએ. નિર્ણય આવે એ માટે અમારી સરકાર રજૂઆત કરશે. રૂપાણી સરકારનો દાવો રાજકીય છે. પણ પ્રજા ગુજરાતમાં પશ્ચિમ ભારતનું રેલવેનું વડુ મથક અમદાવાદ ઈચ્છે છે. તે બાબતને ભાજપ ફરી એક વખત રાજકીય બનાવી રહી છે. વાસ્તવિકતા એ છે કે, રૂપાણી પોતે નરેન્દ્ર મોદીનું નાક દબાવવાની ક્ષમતા ધરાવતા નથી. તેઓ નબળા મુખ્ય પ્રધાન હોવાથી ગુજરાતને તેઓ અન્યાય કરી રહ્યાં છે. તેમણે હિંમત પૂર્વક કેન્દ્ર સરકાર પાસેથી રેલવે મથક લાવવા માટે કામ કરવું જોઈએ. જો પશ્ચિમ રેલવેનું વડુ મથક ગુજરાતમાં આવે તો તેનાથી અનેક ફાયદા મળી શકે તેમ છે. ગુજરાતના રેલવેને લગતાં પ્રશ્નો ઝડપથી ઉકેલ લાવીને ગુજરાતનું હિત તેઓ રાખી શકે તેમ છે. પણ ભાજપની સરકાર ફરી એક વખર રાજરમત રમી રહી છે. જો તે કામ કરવા માંગતા હોય તો કેન્દ્રમાં અગાઉ ક્યારેય ગુજરાતનું પ્રભુત્વ ન હતું અટલું પ્રભુત્વ છે. પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના હીતમાં રેલવેનું મથક આપવા માંગતા ન હોય એવું સ્પષ્ટ થયું છે.