રેલ્વે યુનિવર્સિટીને પ૦ ટકા સસ્તા ભાવે જમીન અપાશે, ગરીબોને નહીં

ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર પ્રોજેકટ ર૦ર૧ ડીસેમ્બર પહેલાં પૂર્ણ થઇ જશે – પ્રથમ તબક્કો માર્ચ-ર૦ર૦માં કાર્યરત થશે  

ગુજરાતમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટસની મગીરી સમીક્ષા કરવા બેઠક મળી હતી. આ સંદર્ભમાં બેઠકમાં જણાવવામાં આવ્યું કે, ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરની સંપૂર્ણ કામગીરી આગામી ર૦ર૧ ડિસેમ્બર પહેલાં પૂર્ણ કરી દેવાશે. રાજ્ય સરકારે જમીન સંપાદન કરી આપી છે. પ્રોજેકટનો પ્રથમ તબક્કો માર્ચ-ર૦ર૦માં કાર્યરત થશે. 

વડોદરાથી કેવડીયાની રેલ્વે માટે રાજ્ય સરકારે જમીન સંપાદન કરી આપી છે. વડોદરામાં દેશની પ્રથમ રેલ્વે યુનિવર્સિટી માટે ગુજરાત સરકાર પ૦ ટકા રાહત ભાવે જમીન ફાળવશે તેવો નિર્ણય બેઠકમાં કર્યો હતો. પણ ગરીબોને જમીન ફાળવી આપવા માટે સરકાર આટલી ઝડપ કરતી નથી કે આવી કોઈ બેઠક કરતી. 

ગાંધીનગરના નવા રેલ મથક પ્રોજેકટ ર૦ર૦ના મધ્ય સુધીમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. રેલ્વે તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ નિર્ધારીત સમયમાં પૂર્ણ કરવા ખાતરી આપી હતી. સૂરતનું નવું રેલ મથક બનાવવા બેઠકમાં હાથ ધરવામાં આવી હતી.