રોકડ વ્યવહારનો નિયમ તોડવાથી ઘરે આવશે આવકવેરા વિભાગ

અમદાવાદ, તા:૧૬

73માં સ્વતંત્રતા  પર્વ દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ રોકડ વ્યવહારને લઈને દુકાનદારોને એક સૂચન કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે આપણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હું વેપારીઓને કહીશ કે તમે દુકાન બહાર બોર્ડ એવું લગાવતા હતા કે- આજે રોકડ, કાલે ઉધાર.અમે એવું ઇચ્છીએ છીએ  કે હવે તમે એવું બોર્ડ લગાવો કે ડિજિટલ પેમેન્ટને હા, રોકડને ના. નોંધનીય બાબત એ  છે કે દેશમાં રોકડની લેવડ-દેવડ માટે એક મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. સરકારે આ માટેના નિયમો પણ બનાવ્યાં છે, જો તેની અવગણના કરવામાં આવશે  તો તમારે મોટો દંડ ચૂકવવો પડશે. તો આગળ જાણો રોકડ લેવડ-દેવડ ના નિયમો :

1) ઘરમાં રોકડ રકમ  રાખવાની મર્યાદા : ટેક્સ નિષ્ણાતો કહે છે કે ઘરમાં રોકડ રાખવાની કોઈ મર્યાદા નથી. પરંતુ ઘરમાં રાખેલી રોકડ  રકમ ક્યાંથી આવી તે જણાવવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિ રકમ ક્યાંથી આવી તે જણાવવામાં નિષ્ફળ રહેશે તો 137% સુધીની  પેનલ્ટી લાગી શકે છે.

2) બેંકમાંથી રોકડ રકમ  કાઢવાની અને જમા કરવાનો નિયમ : ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે બેંક ખાતાઓમાંથી રોકડ કાઢવા પર હાલ કોઈ ટેક્સ નથી. પરંતુ  ૫ મી જુલાઈ, ૨૦૧૯ ના રોજ રજૂ થયેલા બજેટમાં રોકડ કાઢવા પર ટેક્સને લઈને અમુક જાહેરાતો નક્કી કરવામાં આવી છે. વર્ષમાં એક કરોડથી વધારેની રોકડ કાઢવા પર બે ટકા TDS ચુકવવો પડશે. બેંકમાં રકમ જમા કરવાનો કોઈ નિયમ નથી. પરંતુ જમા કરવામાં આવતી રકમનો નિયમ છે. બચત ખાતામાં ૫૦ હજારથી વધારે રોકડ જમા કરાવવા પર PAN કાર્ડ માંગવામાં આવે છે. જ્યારે વર્ષમાં ૧૦ લાખથી વધારે રકમ જમા થાય તો આવા તમામ નામ એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં જશે. જ્યારે ચાલુ ખાતાની  આ મર્યાદા 50 લાખ છે.

3) પ્રૉપર્ટી વેચવા પર રોકડ મળે તો : ટેક્સ નિષ્ણાતોના કહેવા પર સંપત્તિ વેચવા પર રોકડની મર્યાદા  નક્કી છે. હવે તમે ફક્ત રૂ. ૨૦  હજારની રોકડમાં લેવડ-દેવડ કરી શકો છો. ૨૦  હજારથી વધારે રોકડની લેવડ-દેવડ પર ૧૦૦ પેનલ્ટી લાગશે.

4) રોકડમાં ચુકવણી કરવાના નિયમ : અંગત તેમજ વ્યવસાયિક ખર્ચ માટે નિયમ બનેલા છે. જે માટે તમે અંગત ખર્ચ પેટે રૂ. ૨  લાખની ચુકવણી રોકડથી કરી શકો છે. જ્યારે વેપાર કરવાના હેતુ માટે આ મર્યાદા રૂ.૧૦  હજારની  છે.

5) લગ્ન માટે થતા  ખર્ચનો નિયમ : ટેક્સ નિષ્ણાત ગૌરી ચઢ્ઢા કહે છે કે લગ્નમાં ખર્ચ કરવાને લઈને કોઈ મર્યાદા નથી. લગ્નમાં રોકડના ઉપયોગ માટેના  નિયમ છે. એક વ્યક્તિ પાસેથી રૂ. ૨ લાખથી વધુની ખરીદી કરવાથી તમારું નામ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે જશે. આવા કેસમાં વિભાગ તમને આવકનો સોર્સ પૂછી શકે છે. જો તમે સોર્સ બતાવવામાં નિષ્ફળ રહેશો તો ૭૮%  ટેક્સ અને વ્યાજ પણ ભરવું પડશે. .

૬) ભેટ આપવાના નિયમ : ગૌરી કહે છે કે રોકડમાં ભેટ આપવાની એક મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. બે લાખ રૂપિયાથી ઓછી રકમ તમે ગિફ્ટમાં આપી શકો છે. બે લાખથી પણ વધારે રકમ ગિફ્ટ પર ૧૦૦ ટકા પેનલ્ટી લાગશે. બે લાખની છૂટ ફક્ત સંબંધીઓ માટેની જ  છે. સંબંધીઓ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ ને રોકડ ગિફ્ટ આપવાના કેસમાં રૂ. ૫૦,૦૦૦ થી વધારે રકમ પર ટેક્સ ચુકવવો પડશે.

7) રોકડમાં લોન લેવાનો નિયમ : જો કોઈ પણ  વ્યક્તિ તમને લોનની રકમ સીધા તમારા બેંક એકાઉન્ટ માં  મોકલે છે તો તેની મર્યાદા રૂ. ૨૦,૦૦૦  છે. ૨૦,૦૦૦ થી વધારેની રોકડ લોન પર ૧૦૦  ટકા પેનલ્ટી લાગશે.

8) રોકડમાં દાન આપવાનો નિયમ : રોકડમાં દાન આપવા માટે એક  મર્યાદા નક્કી  કરવામાં આવી છે. રૂ. ૨૦૦૦ થી વધારે રોકડ દાન કરશો તો ૮૦ Gમાં છૂટ નહીં મળે.