લક્ષ-ચંડી યજ્ઞમાં જનરલ ડાયર અમિત શાહની આહુતી

અમિત શાહની હાર, પાટીદારોનો વિજય

કેન્દ્રના ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ગુજરાતમાં સતત હાર થઈ રહી છે. ફરી એક વખત અમિત શાહ પાટીદારો સામે હારી ગયા છે. તેમણે ગુજરાત આવવાનું માંડી વાળ્યું છે. 18મીએ લક્ષ ચંડી યજ્ઞમાં અમિત શાહને ઊંઝા મંદિરના ટ્રસ્ટીઓએ આમંત્રણ આપ્યું ત્યારથી જ પાટીદાર સમાજ ભડકી ગયો હતો. વિરોધ કર્યો હતો. વિરોધની આગેવાની હાર્દિક પટેલે નહીં પણ સ્વાભિમાન રથ યાત્રા કાઢનાર એવા ઉનાવાના રહેવાસી ધનજી પાટીદારે આગેવાની લીધી હતી. આખરે તેમને સફળતા મળી હતી.

પાટીદાર સમાજ એવું માનવા લાગ્યો હતો કે, અમિત શાહ લક્ષચંડી યજ્ઞમાં હાડકાં નાંખવા આવી રહ્યાં છે. તેથી તેમનો વિરોધ શરૂ થયો હતો.

ધનજી પાટીદારે કહ્યું કે આ વિજય લોકોનો વિજય છે. આખો સમાજ અમિત શાહ સામે આવીને ઊભો હતો. તેથી અમિત શાહે આવવાનું માંડી વાળ્યું છે. પાટીદાર સમાજનો આ વિજય છે. જ્યાં સુધી અત્યાચારોની તપાસ નહીં થાય, 14 યુવાનોના કુટુંબને ન્યાય નહીં મળે અને ગોધરા કાંડમાં જેલમાં સબડી રહેલાં 144 પાટીદારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી જંગ ચાલુ રાખશે. સામાજની આગેવાની લેનારા નેતાઓ બદલાતા રહેશે. અમિત શાહનો આ પરાજય છે અને પાટીદારોની અકતાનો આ વિજય છે.

અનામત આંદોલન વખતે પાટીદારો પર અત્યાચારો થયા તેના માટે આ સમાજ અમિત શાહને જવાબદાર માને છે. ત્યારથી પાટીદાર દ્વારા અમિત શાહને હીટલર અને જનરલ ડાયર તરીકે બોલાવે છે. પાટીદાર સમાજ અમિત શાહનું નામ લેવાનું ટાળે છે અને તેને જનરલ ડાયર તરીકે બોલાવે છે. આ બધા કારણો છે કે અમિત શાહે આવવાનું માંડી વાળ્યું છે.

ચાર વર્ષની લડત જવાબદાર

પાટીદાર સમાજ 4 વર્ષથી લડત આપી રહ્યો છે. આ સમાજની માંગ છે કે જીએમડીસી મેદાન પર અત્યાચાર થયો તેના દ્રશ્યો ટીવી પર આવ્યા અને પાટીદારએ પોતાના ભાઈઓ પર થતાં અત્યાચારો જોયા એટલે તેઓ રસ્તા પર આવ્યા હતા. જેમાં અસામાજિક તત્વો અને એક રાજકીય નેતા પણ ભળ્યા હતા. ત્યાર બાદ 3 દિવસ સુધી પાટીદારોને માર મારમારવામાં આવ્યો હતો. ઘરમાં ઘુસીને મહિલાઓના ચોટલા પકડીને અપશબ્દો કહ્યાં હતા. આ શબ્દો જ્યારે પણ પાટીદાર સમાજનો નાનો સમૂહ મળે ત્યારે યાદ કરે છે.

જ્યાં સુધી રૂપાણી અને નરેન્દ્ર મોદી અત્યાચારની તપાસ નહીં કરાવે ત્યાં સુધી પાટીદાર સમાજ તે ઘટનાને ભૂલશે નહીં.

સોશિયલ મીડિયાનો વિજય

સોશિયલ મીડિયા પર રીતસર વર્ગવિગ્રહ જેવી સ્થિતી ઊભી થઈ હતી. સોશિયલ મીડિયા પર પાટીદારોએ રીતસર યુદ્ધ છેડી દીધું હતું. ધનજી પાટીદારના દરેક વિડિયો લાખોની સંખ્યામાં જોવાયા અને ફોરવર્ડ થતાં હતા. જે બતાવતું હતું કે અમિત શાહ સામે પાટીદારોમાં હજું પણ એટલો જ રોષ ભભૂકી રહ્યો છે. પાટીદાર આગેવાનોની દરેક પોસ્ટ લાખોમાં જોવાથી થઈ હતી. લોકોએ અખબારો અને ટીવીને બાજુ પર મૂકી દઈને સોશિયલ મીડિયાનો સહારો લઈને સમાજને એક કર્યો હતો. જેમા આખો સમાજ અમિત શાહ સામે આવીને ઊભો રહ્યો હતો. દરેક લોકો તેમને જનરલ ડાયર કરીતે જ બોલાવતાં જોવા મળ્યા હતા.

જીએમડીસી જેવું ઊંઝામાં

જીએમડીસીમાં 12 લાખ પાટીદારો એકઠા થયા તેના કરતાં પણ વધું ઊંઝામાં એકઠા થાવાના હતા. તેથી અમિત શાહ તેનો ફાયદો લેવા માંગતા હતા. તેમણે ઉમિયા માંના યજ્ઞમાં હાજર રહીને તેઓ પાટીદારો પર પ્રભુત્વ જમાવીને રાજકીય ફાયદો લેવા માંગતા હતા. પણ તેમનું રાજકીય ગણિત ઊંધું પડ્યું હતું. આખો પાટીદાર સમાજ તેમની સામે એકી અવાજે ઊભો થયો હતો.

સુરતનો બોધપાઠ ન લીધો

સુરતમાં પણ અમિત શાહ સત્તા અને પોલીસના જોરે આવું જ કરવા ગયા હતા. જ્યાં તેમની સભામાં પાટીદારોએ વિખેરી નાંખી, ધમાલ કરી વિરોધ કર્યો હતો. ખુરશીઓ ફેંકીને અમિત શાહને પડકાર ફેંકવામાં આવ્યો હતો કે અત્યાચાર બંધ કરો. સુરતનો ધડો અમિત શાહે ન લીધો અને ઊંઝામાં પાટીદારોની વચ્ચે જવા માટે ઉતાવળા થયા હતા. જેમાં તેમની મરણતોલ હાર થઈ છે. આવી હાર અગાઉ ક્યારેય તેમને નહીં થઈ હોય. જો ઊંઝામાં આવવાનો આગ્રહ રાખ્યો હોત તો ત્યાં છમકલા થાય તેમ હતા. ખુરશીઓ ઉછળી હોત. સુરતમાં જે બન્યું હતું તેનાથી ખરાબ હાલત ઊંઝામાં થઈ હતી. કદાચ તેમના પર હુમલા થઈ શકે કેમ હતું. કારણ લોકો હજું જીએમડીસી હજું ભૂલી શક્યા નથી.

ભાજપના પોસ્ટરો ફાડી નંખ્યા

તેમની સામે જ જય સરદાર જય પાટીદારના નારા બોલાયા હોત. વાતાવરણ ખરાબ બની ગયું હતું. સરકાર કાબુમાં રાખી શકાય એવું વાતાવરણ ન હતું. તેમાએ જો એક પણ પાટીદારની ધરપકડ થઈ હોત તો ખાનાખરાબી થઈ હોત, તે વાત નક્કી હતી. અમિત શાહે સામેથી આમંત્રણ સ્વિકાર્યું હતું. ફૂટેલા નેતાઓ તેમને આમંત્રણ આપવા ગયા હતા. પણ ઊંઝામાં દરેક સ્થળે ભાજપના પોસ્ટરો ફાડી નાંખવામાં આવ્યા હતા. શહેરમાં ભાજપના તમામ ફોટો દૂર કરી દેવાયા હતા. ભાજપના ધારાસભ્ય સામે વિરોધ ઊંઝામાં ભારે વિરોધ ઊભો થયો હતો. કારણ કે તેમના ફોટો ઉમિયા માતા કરતાં મોટા છપાવવામાં આવ્યા હતા.

સમાચાર પત્રો વેચાયા

ગુજરાતના ટીવી અને છાપાઓ અમિત શાહની સામે લખતા નથી. તેઓ અમિત શાહના કવર પર જીવે છે. અમિત શાહ સામે ઊંઝામાં આટલો વ્યાપક વિરોધ થયો તેમ છતાં સમાચાર પક્ષો કે ટીવીએ સમાચારો લીધા નહીં. એ બતાવે છે કે, છાપાઓ અને ટીવી અમિત શાહને વેચાઈ ગયા છે.