ગુજરાતમાં લઘુમતીઓને એ અધિકારો પણ નથી જે બીજા રાજ્યો માં પ્રાપ્ત છે. તેથી માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દ્વારા 18 ડિસેમ્બર 2016ના રોજ લઘુમતીઓના મુદ્દાઓની રજૂઆત માટે બનાવવામાં આવી હતી. સરકાર બંધારણીય માંગોને સાંભળે અને તેને પૂરી કરાવવા માટે પૂરતા પ્રયત્નો કરે તે માટે MCC દ્વારા મોરબી ખાતે જાહેર સભા મળશે.
ભારત સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આપેલા વચન, ભારતના બંધારણમાં લઘુમતી સમાજ માટેની જોગવાઈ અને ગુજરાત રાજયમાં એના અમલીકરણની સાચી હકીકત વિસ્તાર બતાવવા માટે મોરબીમાં પ્રથમ વખત મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો સરકારને બંધારણ અને સયુંકત રાષ્ટ્ર સંઘ માં આપેલા વચન ને યાદ કરવવા માટે અને લઘુમતી સમાજને ન્યાય અપાવવા ભેગા થવાના છે.
18 સપ્ટેમ્બર 2017માં મોરબી લધુમતી સમાજ દ્વારા સમુદાયના રક્ષણ અને ઉત્થાન માટે જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે રાજ્યમાં લઘુમતીઓની રાજ્ય વર્ષોથી આંતરિક વિસ્થાપનનું સાક્ષી રહ્યું છે. કોમી તોફાનો અને દરિયા ક્નીનારના મોટા મોટા ઉદ્યોગને પગલે 2 લાખ લોકો વિસ્થાપિત થઈને શહેરમાં આવીને વસ્યા છે. મૂળભૂત પાયાની જીવવા લાયક સુવિધાઓના અભાવે વસ્તીઓમાં જિંદગી વિતાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ મુસ્લિમ સમુદાય છે.
સચ્ચર સમિતિની ભલામણો પછી દેશમાં ૨૦૦૬ માં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના થઈ જેનો મુખ્ય ધ્યેય દેશના લઘુમતીઓને મુખ્ય ધારામાં લાવવાનો છે. જે માટે શિષ્યવૃત્તિ, કૌશલ્ય વિકાસ સહિતની યોજનાઓ ચલાવવામાં આવે છે. જોકે ભારત સરકારના આ મંત્રાલયની કામગીરી આંકડાઓ મુજબ ગુજરાતમાં લગભગ શૂન્ય છે. રાજ્યના બજેટમાં લઘુમતી ઉત્કર્ષ માટે અલગથી કોઈ જ નક્કર ફાળવણી કરવામાં આવી નથી. જેથી લઘુમતી સમુદાયના રક્ષણ સાથે ઉત્થાન માટે સરકાર અસરકારક પગલા ભરે તેમજ લઘુમતી સમાજ માટે નક્કર યોજના બનાવે તેવી માંગ કરવામાં આવી છે.
લઘુમતીઅધિકાર અભિયાન અંતર્ગત લઘુમતી સમાજના ઉત્થાન અને રક્ષણ માટે તેમજ રાજયમાં લઘુમતી આયોગ બનાવાય તેવી માંગ સાથે સમગ્ર ગુજરાતની સાથે ભુજમાં જિલ્લા કલેકટરને વિવિધ માંગણીઓ સાથેનું આવેદન પાઠવાશે.
રાજયમાં 11.5 ટકા લઘુમતી વસતી છે ત્યારે સમુદાયના લોકો મુળભુત પાયાની સુવિધાઓના અભાવમાં જીંદગી વિતાવી રહ્યા છે. 2006માં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના થઇ હતી. જેમાં મુખ્ય ધ્યેય લઘુમતીઓને મુખ્ય ધારામાં લાવવાનો હતો.
શું છે મુસ્લિમોની માંગણી
આયોગની રચના કરવામાં આવે,
ગુજરાતમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરાય,
રાજયના બજેટમાં લઘુમતીઓ માટે નક્કર જોગવાઇ કરાય,
સરકારી હાયર સેકેન્ડરી શાળાઓની સ્થાપના કરાય,
લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરાય,
મદ્રેસા ડીગ્રીને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા અપાય,
ઉત્થાન માટે વિશેષ પેકેજ જાહેર કરાય,
કોમી તોફાનોથી વિસ્થાપીત થયેલા લોકોના પુન: સ્થાપન માટે પોલીસીની રચના કરાય,
પ્રધાનમંત્રીના નવા 15 સુત્રીય કાર્યક્રમની સંપુર્ણ અમલવારી કરાય સહિતની વિવિધ માંગણીઓ સાથે સમગ્ર ગુજરાતની સાથે રાજય લઘુમતી કોઓર્ડિનેટર કિમિટી દ્વારા રાજ્યભરમાં જિલ્લા કલેકટરને સમાજના વિવિધ અગ્રણીઓ, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સ્વરોજગારના ક્ષેત્રમાં મુસ્લિમોની ટકાવારી 54 ટકા છે અને દેશની સરેરાશ 57 ટકા કરતા ઓછી છે તેમજ અનોપચારીક ક્ષેત્રોમાં મુસ્લિમોની ટકાવારી 23 ટકા છે જે દેશની ટકાવારી 17 ટકાથી વધુ છે, આંકડાકીય માહિતી પરથી સમજાઇ જાય છે કે રાજયમાં લઘુમતીઓ ભેદભાવના શિકાર બની રહ્યા હોવાનું આક્ષેપ કરાયો હતો. લઘુમતી મંત્રાલયની સ્થાપના કરવામાં આવેલ નથી અને લઘુમતી રક્ષણ અને ઉત્થાન માટે અલગથઇ કોઇ નક્કર ફાળવણી કરાઇ નથી.
મોરબીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
આવેદનપત્રની નકલ
સમગ્ર ગુજરાતમાં લઘુમતી ડિપાર્ટમેન્ટ દ્વારા મદ્રેસા ડીગ્રીની માન્યતા અને લઘુમતી કલ્યાણ મંત્રાલયની પણ માંગ કરાશે