લજાઈ ગામે બાળ લગ્ન અટકાવાયા

બાળ લગ્નનું દુષણ ભારતીય સમાજમાં આજે ૨૧ મી સદીમાં પણ જોવા મળે છે ત્યારે કાયદાથી વિરુદ્ધ થતા બાળ લગ્ન અટકાવવા માટે કાર્યરત ટીમ દ્વારા તાજેતરમાં ટંકારાના લજાઈ ગામમાં થતા બાળલગ્ન અટકાવ્યા છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી કચેરીને મળેલી માહિતીને પગલે ટંકારા તાલુકાના લજાઈ ગામે યોજાનાર લગ્ન સ્થળે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એ એફ પીપલીયા, પ્રોબેશન ઓફિસર એસ વી રાઠોડ, બાળ સુરક્ષા એકમ અને ટંકારા પોલીસ ટીમો પહોંચી હતી અને દીકરાની ઉમરની તપાસ કરતા તેની ઉમર ૧૮ વર્ષ અને ૫ મહિના થતી હોય માટે આ બાળ લગ્નને અટકાવવામાં આવ્યા હતા અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો ૨૦૦૬ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં બાળ સુરક્ષા એકમના વિપુલભાઈ શેરશીયા, રંજનબેન મકવાણા, ઈશાબેન સોલંકી, સમીરભાઈ લધડ, વિશાલભાઈ રાઠોડ સહિતની ટીમ જોડાઈ હતી.