પોલિસીના પાંચ વર્ષના ગાળામાં કંપનીઓને યુનિટ શરૂ કરવા જમીન જંત્રી દરના 50 ટકાના ભાવે આપવામાં આવશે. આ ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટીમાં 100 ટકા રિબેટ અને ખરીદેલી જમી પર રજિસ્ટ્રેશન ચાર્જ પણ માફ કરવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. આ ઉપરાંત ઉત્પાદન શરૂ થયુ તેના પાંચ વર્ષ સુધી ઈલેક્ટ્રિસિટી ડ્યુટી માફ કરવામાં આવશે.ગુજરાત સરકારે રાજ્યના દરિયા કાંઠે ડિફેન્સ કોરિડોર બનાવવાની બ્લુપ્રિન્ટ તૈયાર કરી દીધી છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને રોકાણ કરવા આમંત્રિત કરવામાં આવશે. સરકાર અમદાવાદ જિલ્લાના અમુક વિસ્તારો (ધોલેરા એસઆઈઆર), સુરેન્દ્રનગર અને કચ્છના થોડા વિસ્તાર તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઝ કોરિડોર તરીકે જાહેર કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં 22 જેટલી કંપનીઓને ભારત સરકારે ડિફેન્સ મેનુફેક્ચરિંગનું લાયસન્સ આપ્યું છે. ગુજરાતની જે કંપનીઓ પાસે લાયન્સ છે તેમાંથી મોટાભાગની કંપનીઓને ભારત સરકારે ઓર્ડર આપ્યા નથી.
રાજ્યમાં શસ્ત્ર સરંજામના વિકાસ માટે સારો સ્કોપ છે. આમાં ડિફેન્સ વાહનો તથા સાધનોના ઉત્પાદનનો પણ સમાવેશ થાય છે. આપણે હજુ સુધી આ સેક્ટરમાં પૂરતી તકોનો ઉપયોગ નથી કર્યો. રાજ્ય સરકાર આ અંગે ભારત સરકાર સાથે વાતચીત કરી રહી છે.
મોટાભાગની કંપનીઓ કેન્દ્ર સરકાર પાસેથી લીલી ઝંડીની લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. એલ એન્ડ ટી એ સુરત નજીક હઝીરામાં ટેન્કના ઉત્પાદનનું કામકાજ શરૂ કરી દીધું છે. એરોસ્પેસ અને ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઝ પોલિસી 2016માં લાવ્યા બાદ પણ ગુજરાતમાંથી એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે ખાસ રોકાણ થયા નથી.
ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટર માટે અમારે હજુ ફેસિલિટી વિકસાવવાની બાકી છે. બંદૂકના ટેસ્ટિંગ, શોર્ટ ટર્મ મિસાઈલ માટે 50થી 100 કિ.મી.ની વસતિ વિનાનો ઉજ્જડ વિસ્તાર ફાળવવો પડશે. આ બધી ફોર્માલિટી પૂરી ન થાય ત્યાં સુધી કોઈ કંપનીને રોકાણ કરવા ન કહી શકીએ.