સરકારીબાબુઓને ભ્રષ્ટાચાર કરવામાં કોઈનો ડર રહૃાો નથી. સાવરકુંડલાનાં વંડા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ ચેતનાબેન મોહનભાઈ કણસાગરાએ વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી આઈપીસી કલમ 306નાં આરોપી પાસેથી અગાઉ રિમાન્ડ ન માંગવા અને મુદામાલ કબ્જે ન કરવા માટે રૂ.75 હજારની લાંચ લીધી હતી. આટલાથી સંતોષ ન થતો હોય તેમ વધુ મદદગારી કરવા માટે ફોન કરીને વારંવાર એરકન્ડીશનની માંગ કરી હતી. જેથી ફરિયાદીએ એસીબી વિભાગમાં જાણ કરતાં એસીબી-રાજકોટનાં મદદનીશ નિયામક એચ.પી. દોશીનાં માર્ગદર્શનતળે પીઆઈ સી.જે. સુરેજા અને સ્ટાફે પીએસઆઈનાં રહેણાંક કવાર્ટર નં. 12, સાવરકુંડલા ખાતે છટકુ ગોઠવીને પંચની રૂબરૂ રૂપિયા 27 હજારનું એરકન્ડીશન સ્વીકારતાં પીએસઆઈને ઝડપી લેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
મહિલા પીએસઆઈ ચેતનાબેન મોહનભાઈ કણસાગરરાએ ફરિયાદી પાસેથી લાંચમાં એરકન્ડીશનર માંગ્યું હોય જે ફરિયાદને પગલે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એચ પી દોશીના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય એસીબી ટીમના પીઆઈ સી જે સુરેજાની ટીમે છટકું ગોઠવ્યું હતું
જેમાં સાવરકુંડલા પોલીસ લાઈન પાસે છટકું ગોઠવીને મહિલા પીએસઆઈને મિતાશી કંપનીનું એર કંડીશનર કીમત રૂ ૨૭ હજાર અને તેનું ફરિયાદીના નામનું બીલ કબજે લેવામાં આવ્યું છે ફરીયાદી વિરૂધ્ધ સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૬ મુજબનો ગુન્હો દાખલ થયેલ. તેમાં તેઓને અટક કરેલા તે વખતે તેમની રીમાંડ નહી લેવા મુદામાલ કબજે નહી લેવા તથા બીજી હેરાનગતી નહી કરવા માટે જે તે વખતે રૂ.૭૫,૦૦૦ ની લાંચ લીધેલી અને હજુ પણ આ કેસમાં તેઓને મદદ કરવા અને ભવીષ્યમાં હેરાનગતી નહી કરવા માટે ફરીયાદી પાસે લાંચ સ્વરૂપે એ.સી.(એર કન્ડીશનર) ની વારંવાર ફોન ઉપર માંગણી કરી આજે ૨૭ હજારનું એસી લેવા આવતા એસીબી ના હાથે ઝડપાઈ ગયા છે