લાંચ આપ્યા વગર 7 દિવસમાં CNG પંપની મંજૂરી લઈ આવો ! સરકારની ખાતરી

હાલ કાર્યરત પેટ્રોલ સ્ટેશનમાં અને નવા શરૂ થનારા CNG સ્ટેશન માટે લેવાની થતી ફાયર વિભાગની પરવાનગી તેમજ વજન-માપન અને સ્ટેમ્પિંગ સંબંધિત મંજૂરી ઓન લાઇન અરજી કર્યાના ૭ દિવસમાં જ આપી દેવાશે.

વળી એક પણ પંપને મંજૂરી માટે ક્યાંય પણ કોઈ પૈસા માંગે તો તુરંત મુખ્ય પ્રધાનની કચેરીમાં અથવા લાંચરૂશ્વત વિરોધી પોલીસને ફોન કરીને વિગતો આપવાથી તમારે ક્યાંય ભ્રષ્ટાચાર નહીં કરવો પડે. હાલ એક પંપની મંજૂરી માટે કુલ રૂ.28 લાખ લાંચ પેટે આપવા પડે છે તેમ એક અરજીકર્તા નાગરિકે જણાવ્યું હતું.

CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય તેવા  હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય જાહેર કરેલો છે.

સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦ થી વધારે નવા CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય
સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ CNG સહભાગી યોજનાના અમલથી સ્વચ્છ-પર્યાવરણની સરકારની જે સંકલ્પબધ્ધતા
દર્શાવી છે તે માટે અને CNG ઉપયોગને વેગ મળવા અંગે ગુજરાત CNG ડિલર એસોસીએશને ગાંધીનગરમાં શ્રી
વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળીને આભાર વ્યકત કર્યો હતો.
એસોશિએશન દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ નવીન CNG સ્ટેશનો શરૂ કરવા માટેની મંજૂરી પક્રિયાને ઝડપી
બનાવવા માટેનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, CNG પંપની સ્થાપના પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઇન
અરજીઓ મંગાવવામાં આવી રહી છે.