સમગ્ર રાજ્યમાં મેઘ મહેર થયા બાદ પણ ડીસા તાલુકામાં મેઘ રાજા રિસાયા હતા. જેના પગલે જગતનો તાત પણ ચિંતિત બન્યો હતો. જોકે શુક્રવારે વહેલી સવારથી જ મેઘ રાજા ડીસા તાલુકામાં અમી દ્રષ્ટિ રાખી વહેલી સવારથી જ પોતાનું હેત વરસાવ્યું હતું અને ધોધમાર વરસાદ પડતાં સમગ્ર પ્રજામાં હરખ છવાયો હતો