લાલકૃષ્ણ અડવાણી, બાજપેઈ, અમિત શાહ સહિત અમદાવાદના સાંસદો નિષ્ફળ

અમદાવાદના સાંસદો લાલકૃષ્ણ અડવાણી, અટલબિહારી બાજપેઈ, હરિન પાઠક, કિરીટ સોલંકી, પરેશ રાવલ અમદાવાદથી ચૂંટાયા હોવા છતાં તેઓ 30 વર્ષથી નિષ્ફળ રહ્યાં છે. નીતિષ કુમારે વાત કરી હતી. અટલ બિહારી બાજપેઈના વખતમાં સાબરમતી સ્ટેશન બનાવવાની ખાતરી આપી હતી. જેનું પાલન થયું નથી.

ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અમદાવાદના સાંસદ છે. તેઓ ધારે તો ગુજરાતને ન્યાય આપી શકે તેમ છે. પણ તેમને માત્ર રાજકારણ રમીને મત કઈ રીતે મળે શકે તેની ગોઠવણમાં વધું રસ છે. ગુજરાતના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં નહીં.

ભાજપના સાંસદની માંગણી

રેલમંત્રીને મોહન કુંડારીયાએ પત્ર ભાજપ વિપક્ષમાં હતો તે વખતની માંગણી પડતર હોવા અંગે લખ્યો હતો. હવે ભાજપના આ 32 સાંસદો ગુજરાતના રેલવેના પ્રશ્નોના ઉકેલમાં સાંસદ સભ્યો નિષ્ક્રિય બની ગયા છે, વાર્ષિક બેઠકમાં પણ હાજરી આપતા નથી. 2018માં મળેલી બેઠકમાં માત્ર 3 સાંસદો જ હાજર હતા. આવું દર વર્ષે થાય છે. ગુજરાતની જનતાએ 26 બેઠકો ભાજપને આપી છે. પણ તેઓ કુંભકર્ણ બની ગયા છે.