લોકસભાની બનાસકાંઠા બેઠક ઉપર ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. લીલાધર વાઘેલાની ટિકિટ કપાતાં હવે તેઓ ભાજપ સામે ખૂલ્લીને બહાર આવે એવી શક્યતા છે. પાટણના સાસંદ લીલાધર વાઘેલાએ ભાજપ પાસે પોતાના પુત્ર માટે ટિકિટની માંગણી કરી હતી. લીલાધર વાઘેલાના પૌત્ર અજય વાઘેલાએ બનાસકાંઠા બેઠક ઉપર એનસીપીમાંથી ઉમેદવારી નોધાવવાનું મન બનાવી લીધું હતું. જે પૂર્વે જીલ્લામાં કોઈ અજ્ઞાત સ્થળે ગુપ્ત બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. પરથીભાઇ ભટોળને કોંગ્રેસમાંથી ટીકીટ મળતા તેમના પુત્ર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભાજપથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. બીજી તરફ લીલાધરભાઇ વાઘેલાના પૌત્ર અજય વાઘેલા એનસીપીમાંથી ચુંટણી લડે તેવી ચર્ચાઓ વચ્ચે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થાય તેવું જણાઈ રહ્યું છે. જોકે ભાજપના મત કાપવાના બદલે કોંગ્રેસના મત તેઓ કાપે એવી પણ એક શક્યતા જોવામાં આવી રહી છે.
2018માં ભાજપ છોડી દીધો હતો
પાટણના સંસદ લીલાધર વાઘેલાના પોત્ર અજયે 9 જુન 2018માં ભાજપથી રાજીનામું આપ્યું હતું. મોવડી મંડળ તરફથી અવગણના અને સતત નિષ્ક્રિય રાખતા તેઓએ પોસ્ટ દ્વારા રાજીનામુ મોકલી આપ્યું છે. અજય વાઘેલા BSNLમાં TAC કમિટીના મેમ્બર પણ હતા. અમદાવાદમાં આવેલા કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસની કારોબારીની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં અજય વાઘેલાએ કોંગ્રેસમાં પક્ષ પલટો કર્યો હતો.
ગુજરાતી
English




