ચૂંટણી કમિશનર અશોક લવાસાએ ચૂંટણી પંચની બેઠકમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર લવાસાએ આ નિર્ણય લઘુમતીના ફેંસલાને ધ્યાનમાં નહીં લેવાના વિરોધમાં કર્યો છે. લવાસાએ કહ્યું હતું કે બેઠકમાં જવાનો કોઈ અર્થ નથી આ માટે અન્ય ઉકેલો પર વિચાર કરી શકું છું. તમને જણાવી દઈએ કે તેઓએ દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી મોદીને વિવાદિત નિવેદનો મામલે ક્લીનચિટ આપવા પર લવાસાના ફેંસલાને રેકોર્ડ કરવામાં આવ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે પ્રધાનમંત્રી મોદીને 6 મામલાઓમાંથી એકપણ મામલે દોષિત ઠેરવ્યાં નહોતા। ચૂંટણી પંચનાં ત્રણ સભ્યોવાળા કમિશનમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા અને બે ચૂંટણી કમિશનર અશોક લવાસા અને સુશીલ ચંદ્ર સામેલ છે. સૌથી મોટી બાબત એ છે કે લોકસભાની ચુંટણીનો અંતિમ તબક્કો રવિવારે છે અને તા.૨૩ મેના રોજ મતગણતરી થશે. આટલા રોચક મોડ ઉપર જયારે લોકશાહીનો સૌથી મોટો પર્વ હોય ત્યારે તેમણે આ પત્ર લખ્યો છે. એ પણ જાણવું જરૂરી છે કે એવી કઈ ઘટનાઓ છે જેમાં ત્રણ ચુંટણી કમિશ્નર અંગે મતભેદ છે? એવા ક્યા નિર્ણયો છે જેનાથી લાવાસા નારાજ છે. પ્રજાને એ જાણવાનો ચોક્કસ અધિકાર છે કે ચુંટણી પંચ જે લોકશાહીના પર્વની નિષ્પક્ષતા માટે બંધારણીય ખુરશી ઉપર બેઠું છે તે ખુદ કેમ એમ કહે છે કે લોકશાહી બચાવો અશોક લવાસાએ 4 મેંના રોજ લખેલ પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે મારા મતને રેકોર્ડ કરવામાં ના આવ્યો ત્યારથી લઈને મને કમિશનરની બેઠકથી દૂર રાખવા માટે દબાણ વધારવામાં આવ્યું હતું. લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને કહ્યું હતું કે જ્યારથી મારા મતને રેકોર્ડ કરવામાં ના આવ્યો ત્યારથી કમિશનમાં થયેલ વિચાર વિમર્શમાં મારી ભાગીદારીનો કોઈ મતલબ નથી. તેઓએ ચૂંટણીપંચને કહ્યું હતું કે દેશમા લોકશાહી જળવાઈ રહેવી જોઈએ. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે આ મામલે અન્ય કાયદકીય રીતો ઉપર પણ વિચાર કરીશું. મારી ઘણી નોંધમાં રેકોર્ડિંગની પારદર્શિતાની જરૂરીયાત માટે કહેવામાં આવ્યું હતું. આ પત્ર મળ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ અશોક લવાસા સાથે બેઠક બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે પ્રધાનમંત્રી મોદી દ્વારા ગુજરાતમાં 21 મેંના રોજ આપવામાં આવેલ ભાષણ મામલે ક્લિનચીટ આપી હતી, આ નિર્ણય પર લવાસાએ અસહમતી દર્શાવી હતી. આ અગાઉ પણ સુપ્રીમ કોર્ટના ચાર જજીસ દ્વારા પત્રકાર પરિષદ યોજીને CJI અને સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર પ્રત્યેની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યાં હતા.ભારતમાં મોદી રાજ દરમિયાન ત્રણ સંવિધાનિક સંસ્થાઓની કાર્યપ્રણાલી પર પ્રશ્ન ઉભા થયા હતા. આ ત્રણ સંસ્થાઓમાં RBI, સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચનો સમાવેશ થાય છે.
ગુજરાતી
English



