પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના પ્રમુખથી રાજકોટ જીતવા માંગે છે

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021

ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોના નામો જાહેરાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા સભ્યને ઉમેદવાર બનાવાયા છે. ભાજપના પ્રમુખ સી આર પાટીલે રાજકોટની ભૂમિ પરથી જાહેરાત કરી હતી કે કોંગ્રેસના એક પણ લોકોને ભાજપમાં નહીં લેવામાં આવે. હવે ત્યાં જ કોંગ્રેસથી આવેલા લોકોને પાટીલ ટીકીટ આપી રહ્યાં છે. જેથી ભાજપના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપે પક્ષ પલટો કરાવીને કોંગ્રેસના નીલેશ વિરાણીને ટિકિટ આપી છે. રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે છે. નીલેશ વિરાણીની વરણી જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. 27 માર્ચ 2019માં તેઓ પક્ષાંતર કરીને ભાજપમાં આવી ગયા હતા. હવે નીલેશ સરધાર બેઠક પર તેઓ લડી રહ્યાં છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તારમાં પક્ષાંતર કરાવીને હવે ભાજપે જાહેર કર્યું છે કે જિલ્લા પંચાયત અમારી હશે.

ભાજપે આણંદપર બેઠક પરથી પૂજા કોરડીયા, આટકોટ બેઠક પરથી દક્ષા રાદડિયા, બેડી બેઠક પરથી સુમિતા ચાવડા, બેડલા બેઠક પરથી સવિતા ગોહેલ, ભાડલા બેઠક પરથી મુકેશ મેર, ભડલી બેઠક પરથી વાલી તલાવડીયા, બોરડી સમઢીયાળા બેઠક પરથી ભૂપત સોલંકી, ચરખડ બેઠક પરથી અમૃત મકવાણા, દડવી બેઠક પરથી કંચન બગડા, દેરડી બેઠક પરથી રાજેશ ડાંગર, ડુમીયાણી બેઠક પરથી જાહી સુવા, જામકંડોરણા બેઠક પરથી જ્યોત્સના પાનસુરીયા, કમળાપુરમાંથી રામ સાકરિયા, કસ્તુરબાં ધામમાંથી ભૂપત બેદાર, કોલીથડમાંથી સહદેવસિંહ જાડેજા, કોલકીમાંથી જયંતી બરોચીયા

કોટડા સાંગાણીમાંથી શૈલેશ વઘાસીયા, કુવાડવમાંથી પ્રવિણા રંગાણી, લોધિકામાંથી મોહન દાફડા, મોટી મારડમાંથી વિરલ પનારા, મોવિયામાંથી લીલાવંતી ઠુંમર, પડધરીમાંથી મનોજ પઢડીયા, મોટી પાનેલીમાંથી જયશ્રી ગેડિયા, પારડીમાંથી અલ્પા તોગડિયા, પેઢલામાંથી ભાવના બાંભરોલીયા, પીપરડીમાંથી સવિતા વાછાણી, સાણથલીમાંથી નિર્મલા ભૂવા, સરપદડમાંથી સુમા લુણાગરીયા, સરધારમાંથી નીલેશ વિરાણી, શિવરાજગઢમાંથી શૈલેશ ડોબરિયા, શિવરાજપુરમાંથી હિંમત ડાભી, સુપેડીમાંથી ભાનુ બાબરિયા, થાણાગાલોળમાંથી પ્રવીણ કયાડા, વેરાવળમાંથી ગીતા ટીલાળા, વીંછીયામાંથી નીતિન રોજસરા અને વીરપુરમાંથી અશ્વીના ડોબરિયાને ટિકિટ આપવામાં આવી છે.