લોકસભામાં ગુજરાતની ૭૦ ટકા બેઠકો પર ભાજપને ખતરો, સરવેનું પોલંપોલ

દર વર્ષે ભાજપ દ્વારા આવા સરવે અહેવાલો ઈરાદાપૂર્વક જાહેર કરવામાં આવે છે. જેથી કાર્યકરો કામે લાગે અને વિરોધીઓ ખૂશ થઈને નિષ્ક્રિય બની જાય.

લોકસભાની ચૂંટણીઓ આગમી સમયમાં રાજયમાં યોજાનાર છે ત્યારે ભાજપ દ્વારા રાજયની પરીસ્થીનો એક આંતરીક સર્વે સામે આવવા પામી ગયો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ અહેવાલમાં જે ચોકાવનારા ખુલાસાઓ થવા પામ્યા છે તે અનુસાર ભાજપને માટે રાજયમાં ૭૦ ટકા બેઠકો પર ખતરો તોળાઈ રહ્યો છે. તો વળી રાજયની ર૬ બેઠકોમાથી પ૦ ટકા બેઠકો પર ઉમેદવારો બદલાવાવમા આવી શકે છે તેમ મનાય છે. અડધોઅડધ સાંસદો બદલાવવામા આવી શકે છે.
ભાજપ પાસે આવેલ આ આંતરીક સર્વેનો આવતીકાલથી શરૂ થઈ રહેલી ચિંતન શિબીરમાં પણ જરૂરી મંથન કરવામા આવશે. આગામી ર૪ અને રપ જુનના બે દીવસીય ચિંતન શિબીર અમિતશાહ, વિજયભાઈ રૂપાણી, નીતીન પટેલ સહિતનાઓ હાજર રહેશે. સર્વેમાં જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રનીય ૮ બેઠકો, ઉત્તર ગુજરાતની ૭, મધ્ય ગુજરાતની પાંચ બેઠકો અન દક્ષીણ ગુજરાતની પાંચ બેઠકો પર ભાજપને માટે ખતરો તોળાઈ રહયો છે.

મિશન લોકસભા
લોકસભાની ચૂંટણી આવતી હોય પાર્ટીએ ગુજરાતમાં ફરીથી ૨૬ બેઠકો મેળવવાની કસરત શરૂ કરી છે. પરંતુ અમિત શાહ જ્યારે જ્યારે ગુજરાતની મુલાકાતે આવે ત્યારે સંગઠનમાં ફેરફારોની વાતો શરૂ થાય છે. ત્યારે ફરી એક વખત સંગઠનમાં ફેરફારોની ચર્ચા શરૂ થઇ છે. લોકસભાની ચૂંટણી આવતી હોઇ પાર્ટીએ ગુજરાતમાં ફરીથી ૨૬ બેઠકો મેળવવાની કસરત શરૂ કરી છે. પરંતુ આંતરિક સરવે અને આઇબીના અહેવાલ પ્રમાણે હાલના સંજોગોમાં ચૂંટણી થાય તો ભાજપને ૨૬માંથી ૧૧ બેઠકો ગુમાવવાનો વારો આવે તેમ છે. કારણ કે કોંગ્રેસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિભાગોમાં વધારે મજબૂત બની છે. ગુજરાતમાં દલિતો પ્રત્યેના અત્યાચારો વધતાં સરકાર અને સંગઠન બંને ભીંસમાં મૂકાયેલા છે. આથી મુખ્યમંત્રી રૂપાણીએ મુખ્યમંત્રી મોદીના સમયના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટોનું મોનિટરિંગ પોતાના હસ્તક લીધું છે.ભાજપમાં હાલ રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે જ નહીં પણ આંતરિક જૂથબંધીમાં સંગઠન વહેંચાઇ ગયું છે.
પાર્ટીના હાઇકમાન્ડે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે. તેથી હાલ તો બન્ને નેતાઓ કાર્યક્રમમાં એક સાથે દેખાય છે, તેમ છતાં અસરકારક કામ માટે પાર્ટીના મોવડીઓ સરકાર અને સંગઠનમાં જરૂરી ફેરફારો કરવા માગે છે. અંદરખાને પાર્ટીમાં યાદવાસ્થળી જેવી સ્થિતિ ન સર્જાય તે માટે સંગઠનમાં ધરખમ ફેરફારો આવી રહ્યાં છે. ખાસ કરીને ભાજપના યુવા મોરચામાં કેટલાક નેતાઓનો ગૂનાઇત ઇતિહાસ જે રીતે બહાર આવ્યો છે. તેના કારણે પક્ષની પ્રતિષ્ઠા ન ખરડાય એટલે યુવા ભાજપમાં પણ ફેરફારો તોળાઇ રહ્યા છે. હાલ ભાજપમાં સરકાર અને સંગઠનમાં બઘું સારૂં ચાલતું નથી. મુખ્યમંત્રીએ તમામ વિભાગોનું મોનિટરીંગ તેમના હસ્તક લઇ લેતાં કેબિનેટના મંત્રીઓમાં પણ કચવાટ શરૂ થયો છે. સંગઠનમાં પાટીદારો, ક્ષત્રિય, ઓબીસી અને દલિત નેતાઓનું સંતુલન થશે. લોકસભાની ચૂંટણીને નવ મહિનાનો સમય છે ત્યારે અત્યારથી જ હાઇકમાન્ડ ફેરફારો કરવાના મૂડમાં છે.