[:gj]બેલારુસે રશિયા પાસેથી લોન લેવાના બદલે ચીન પાસેથી લઈ લીધી, રશિયા-ચીન વચ્ચે તીરાડ[:]

[:gj]બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોને વિદ્રોહથી બચાવવા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન પ્રયાસ કરી રહ્યા છે. રશિયા પાસેથી બેલારૂસે સોફ્ટ લોનની માંગણી કરી હતી. પછી તુરંત, ચાઇના ડેવલપમેન્ટ બેંક પાસેથી 50 કરોડ ડોલરની લોન લીધી છે. રશિયાએ બેલારુસને 60 કરોડની લોન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. બેલારુસના નાણામંત્રી મકાસિમ યર્માલોવિચે ચીન સાથે વાત કરી હતી. ચીનના દબાણની શરતે લોન લીધી હતી. બેલારુસે રશિયાને કહી દીધું કે તેને મોસ્કોના પૈસાની જરૂર નથી.

આમ લોન લેવા અને આપવાના આંતરરાષ્ટ્રીય શોદામાં હવે ચીનની લુચ્ચાઈ સામે આવી છે. રશિયાને કરોડો રૂપિયાની લોન ન આપવાની શરત મકી છે તે વિશ્વના દેશો માટે ચિંતા પેદા કરે એવી છે. આવી નીચા વ્યાજની લોન આપીને જે તે દેશ એક બીજાના સંબંધો અને આર્થિક હીત સાચવતાં હોય છે. જાપાને ભારતને બુલેટ ટ્રેન બનાવવા 90 હજાર કરોડની લોન આપી છે. આવી લોન ભારત દ્વારા પણ કેટલાંક દેશોને અપાતી હોય છે. રશિયાએ બેલારુસના પગલા અંગે જાહેરમાં કંઇ કહ્યું નહોતું. ચીન બેલારુસનો નિકટનો આર્થિક મિત્ર બન્યો જ હતો, પરંતુ બંને વચ્ચે રાજકીય અને લશ્કરી સંબંધો પણ વિકસિત થયા હતા.
બેલારુસ રશિયાથી આર્થિક પરાધીનતા ઘટાડવા માટે ચીનનો ઉપયોગ કરી રહ્યું છે. બેલારુસ અને ચીન વચ્ચે વધતી મિત્રતા રશિયા વચ્ચેના સંબંધોમાં તીરાડ સમાન છે. બન્ને વચ્ચે શત્રુતા વધી શકે છે.[:]