લોકસભા માટે કોંગ્રેસની સ્થિતી સુધરી, આપ્યો અહેવાલ

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા તે પ્રમાણે કોંગ્રેસ દ્વારા લોકસભાનો અહેવાલ તૈયાર કરાયો હતો. જેમાં લોકસભાની 9 બેઠકો કોંગ્રેસ જીતી શકે એવો અહેવાલ પરિણામોના આધારે આપવામાં આવ્યો હતો. પણ ત્યાર બાદ કોંગ્રેસની સ્થિતી ગુજરાતમાં વધું મજબૂત થતાં લોકસભાની 26 બેઠકમાંથી 11થી 12 બેઠક કોંગ્રેસ જીતી શકે તેમ હોવાનો પ્રાથમિક અંદાજ છે. કોંગ્રેસ દ્વારા જે રીતે પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને ભાજપના કૌભાંડ બહાર પાડવામાં કોંગ્રેસ આંદોલન કર્યા અને સરકાર દ્વારા પાટીદાર આંદોલન પર ફી એક વખત જુલમ કરવાના કારણે ગુજરાતમાં કોંગ્રેસની રાજકીય સ્થિતી સુધરી છે. અને ભાજપ સ્થિતી કેન્દ્ર સરકારના નબળા દેખાવ અને રાફેલ વિમાન કૌભાંડના કારણે ખરાબ બની છે. એવો મત હવે કોંગ્રેસમાં ઊભો થયો છે.

2019ની લોસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ કરી છે. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતાઓના મત વિસ્તારના લોકસભાની બેઠકો વધારે મજબૂત બની છે. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અહેમદ પટેલના ભરૂચ લોકસભાની બેઠક જીતવી અઘરી બની છે. કારણ કે તેઓ ધારાસભ્યોને જીતાડી શક્યા નથી તેથી લોકસભામાં પણ પોતાના પક્ષના ઉમેદવારને જીતાડી શકવાની રાજકીય ક્ષમતા ગુમાવી બેઠા છે. નવી રણનીતિ ઘડવાની સાથોસાથ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરાયા છે. પણ તેમાં સારા પ્રત્યાઘાત જોવા મળ્યા નથી. ઉપરાંત વિધાનસભાની બેઠકોને ધ્યાનમાં રાખીને એનાલીસીસ કરવામાં આવ્યું છે જે પ્રમાણે કૉંગ્રેસને લોકસભામાં ગુજરાતની 9 બેઠકો મળશે. 6 મહિના પહેલાં એક રીપોર્ટ હાઇકમાન્ડને મોકલવામાં આવ્યો હતો. હવે સ્થિતી સુધરી છે તેથી નવેસરથી અહેવાલ માંગવામાં આવ્યો છે.

 

લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની મજબૂત ગણાય એવી અમરેલી, આણંદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જુનાગઢ છે. સૌથી નબળી બેઠક ભરૂચ, સુરત, અમદાવાદ-2, ગાંધીનગર, મહેસાણા છે.  વિધાનસભામાં કૉંગ્રેસનાં ફાળે આવેલી બેઠકો અને રાજ્યમાં હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલન સહિત વિવિધ સમાજનાં જે આંદોલન ચાલી રહ્યાં છે તેને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસ દ્વારા 6 મહિના પહેલાં સરવે કરાયો હતો.

આ સાથે કૉંગ્રેસ 9થી 12  લોકસભાની બેઠકો જીતવા માટે પણ કોંગ્રેસ દ્વારા રણનીતિ બનાવવામાં આવી રહી છે. લોકસભાની 2014ની ચૂંટણી અને 2017ની વિધાનસભાની ચૂંઠણીમાં ગુજરાતમાં જે બેઠકો ઉપર ભાજપને ઓછી લીડ મળી હોય તેવી બેઠક પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આવી બેઠકો પર કોંગ્રેસ દ્વારા કાર્યકરો સાથે સંવાદ વધારી દેવાયો હોવાનું તાજેતરની જાહેર બેઠક પરથી ખ્યાલ આવી શકે છે.

કોંગ્રેસ દ્વારા  જિલ્લા – લોકસભા પ્રમાણે 2019ની ચૂંટણીનું આયોજન કર્યું છે. દરેક જિલ્લામાં કયા પક્ષના કેટલાં ધારાસભ્યો ચૂંટાયેલાં છે તેની વિગતો અહીં આપી છે તે પરથી આછો ખ્યાલ આવે છે કે કોણ જીતી શકે અને કોણ હારી શકે.

ભાજપની હાલ 17 લોકસભા બેઠક સારી હતી. જેમાં 10 શહેરી લોકસભા બેઠક પર કોંગ્રેસ હજુ અત્યંત નબળી છે. જેમાં અમદાવાદ 3, સુરત 2, નવસારી, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિતનો સમાવેશ થાય છે.

ભાજપે 99 ધારાસભ્યો સાથે સરકાર બનાનવવા માટે સ્પષ્ટ બહુમતી મેળવેલી હતી. કોંગ્રેસના 77 ધારાસભ્યો ચૂંટાયા હતા.

કોંગ્રેસના વધું ધારાસભ્ય હોય એવા જિલ્લા પ્રમાણે ધારાસભ્યોની સંખ્યા. 15 જિલ્લા એટલે કે લોકસભાની 9 બેઠકો પર કોંગ્રેસનું સારું પ્રભુત્વ છે. તેથી કોંગ્રેસનો અહેવાલ એ રીતે તૈયાર કરેલો છે. પણ લગભગ 11 લોકસભા બેઠક પર કોંગ્રેસ આવી શકે છે. એક લોકસભામાં સરેરાશ 7 ધારાસભ્યો આવતાં હોય છે.

જિલ્લો – ભાજપ – કોંગ્રેસ

અમરેલી – 00 – 05

જુનાગઢ        – 01 – 05

આણંદ – 02 – 05

બનાસકાંઠા – 03 – 05 – 01(અન્ય)

ગીરસોમનાથ – 00 – 04

અરવલ્લી – 00 – 03

સુરેન્દ્રનગર – 01 – 04

પાટણ – 01 – 03

ગાંધીનગર – 02 – 03

મોરબી – 00 – 03

જામનગર – 02  – 03

છોટાઉદેપુર – 01 – 02

તાપી – 00 – 02

નર્મદા – 00 – 01

ડાંગ – 00 – 01

ભાજપના વધું ધારાસભ્યો ચૂંટાયા હોય એવા 13 જિલ્લા છે.

સુરત – 15 – 01

અમદાવાદ – 15                – 06

વડોદરા – 08 – 02

રાજકોટ – 07 – 01

ભાવનગર – 06 – 01

મહેસાણા – 05 – 02

વલસાડ – 04 – 01

કચ્છ – 04 – 02

પંચમહાલ – 04 – 00 – 01(અન્ય)

નવસારી – 03 – 01

સાબરકાંઠા – 03 – 01

ભરૂચ – 03 – 01 – 01 (અન્ય)

પોરબંદર – 01 – 00

કોંગ્રેસ અને ભાજપના સમાન ધારાસભ્યો હોય એવા 5 જિલ્લા છે.

દ્વારકા – 01 – 01

બોટાદ – 01 – 01

ખેડા – 03 – 03

દાહોદ – 03 – 03

મહીસાગર – 01 – 01 – 01