લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના બે નેતાઓએ લોકસમર્થન ગુમાવતાં અહેમદ પટેલ અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. રાહુલ ગાંધીએ આ બન્ને નેતાઓને પોતાના વિસ્તારમાં કોંગ્રેસની જીત થાય તે માટે ચૂંટણી લડવા માટે આદેશ આપ્યો હતો. જેમાં અહેમદ પટેલને ભરૂચ અને શક્તિસિંહને ભાવનગર વિસ્તારમાં ચૂંટણી લડવા માટે કહ્યું હતું જેથી આ બન્ને બેઠકો કોંગ્રેસ જીતતી નથી તે જીતે. પણ આ બન્ને નેતાઓએ લોકસમર્થ ગુમાવી દીધું હોવાથી તેઓ રાજ્ય સભામાં ચૂંટાઈને જવાની ગણતરી રાખે છે. અહેમદ પટેલ હાલ રાજ્યસભા સાંસદ છે, અને શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પાર્ટીના બિહારના પ્રભારી છે.
કોંગ્રેસ અહેમદ પટેલને ભરૂચથી ચૂંટણી લડાવશે. ભરૂચની સીટ પર અહેમદ પટેલનું પહેલાથી વર્ચસ્વ રહેલું છે, તેઓ અહીંથી ત્રણ વખત સાંસદ પર રહી ચૂક્યા છે. પછી તેઓ સતત હારતાં રહ્યાં છે. પોતાને ચૂંટણી લડવી ન પડે એટલા માટે છોટુ વસાવાના માટે અહેમદ પટેલે લોબીંગ કર્યું હતું અને તેમની સાથે કોંગ્રેસે સમાધાન કરીને તેમને ટિકિટ અહેમદ પટેલે અપાવી છે. જ્યારે શક્તિસિંહ ગોહિલે ભાવનગરને રાજકીય રીતે ખેદાન મેદાન કરી દીધું છે. જ્યાં તેઓ પોતે જીતી શકે તેમ નથી કે બીજાને જીતાડી શકે તેમ નથી. તેઓ હવે ગુજરાતમાં સંપૂર્ણ લોકસમર્થન ગમાવી દીધું છે તેથી ક્યાંયથી જીતે તેમ ન હોવાથી તેઓ રાષ્ટ્રીય કક્ષાએ સક્રિય થઈને કાગળના નેતા બની ગયા છે.