લોકસાહિત્ય માટે લાભશંકર પુરોહિતને અને લોકગીત માટે ભારતીબેન કુંચાલાને એવોર્ડ

ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા વર્ષ 2019 – 20ના એવોર્ડની જાહેરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા વર્ષ 2019 –  20 નો લોક સાહિત્ય માટેનો એવોર્ડ પ્રોફેસર લાભશંકર પુરોહિતને અને લોકગીત માટેનો એવોર્ડ ભારતીબેન કુંચાલાને એનાયત કરાશે.
સમગ્ર ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોક ગાયકી કથાનો વારસો ભાવિ પેઢીમાં ઉતરે અને જળવાઈ રહે તેવા આશયથી રાજ્ય સરકાર સંચાલિત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેના લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા લોક સાહિત્ય અને લોક કલાકારોને સન્માનવામાં આવે છે.
કાર્યક્રમના અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી નીતિનભાઈ પેથાણી એ જણાવ્યું કે આગામી ૧૭મી જાન્યુઆરીના રોજ આ સમારોહ યોજાશે.