વડનગરની મેડિકલ કોલેજ સ્વનિર્ભર બનાવી દેવામાં આવી છે. અહીં કરોડો રૂપિયાની ફી લોકો પાસેથી લેવામાં આવતી હોવ છતાં GMERS સંચાલિત સ્વનિર્ભર મેડિકલ કોલેજને ગુજરાતનું આરોગ્ય વિભાગ પુરતો સ્ટાફ આપતો નથી. જ્યારે MCIની તપાસ આવે છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર સ્ટાફ ફાળવી આપે છે. આ ટીમ જતી રહે એટલે સ્ટાફ પણ જતો રહે છે. વડનગરની મેડિકલ કોલેજનું ઉદઘાટન બે વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું, વડાપ્રધાનનું વતન વડનગર હોવાથી આ કોલેજનું મહત્વ વધી ગયું છે. સરકાર જાણી જોઈને અહીં સ્ટાફ આપતી ન હોવાથી બે વર્ષ પછી પણ 60 ટકા સ્ટાફની અછત છે. જેની સીધી અસર હોસ્પિટલ પર પડી રહી છે. દર્દીઓ પરેશાન થઈ રહ્યાં છે. ગાંધીનગરમાં બેઠેલાં ભાજપના એક નેતા આવું ઈરાદાપૂર્વક કરી રહ્યાં હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. કારણ કે સ્ટાફની ભરતી જ કરવામાં આવતી નથી. વડાપ્રધાનના ગામમાં આ રીતે કરોડો રૂપિયાની તરફેણ નરેન્દ્ર મોદીએ કરી છે.
ધરાર અન્યાય
મેડિકલ સોસાયટી – GMERS – સંચાલિત રાજ્યની 8 મેડિકલ કોલેજોમાં ભરતી 10 ફેબ્રુઆરીએ કરી દેવાની હતી. 63 પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર ભરવા માટેની કામગીરી પૂરી કરી દેવામાં આવી હતી. ગાંધીનગરના કોઈકના ઈશારે તેની નિમણૂક આપવામાં આવતી નથી. તમામ મંજૂરીઓ ગાંધીનગરના આરોગ્ય વિભાગમાં પડી રહી છે. GMERSના સીઇઓ લાંબી રજા પરથી પરત આવ્યા બાદ હોદ્દા પર રહેવાનો ઈન્કાર કરી દીધો હતો. હજુ બીજા 50 ટ્યૂટરની જગ્યા ભરવાની મંજૂર આવવાની છે. આમ હવે GMERSના કારણે સમગ્ર મામલો અટવાઈ રહ્યો છે. એક એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે, ગમે તેમ કરીને ગુજરાત સરકાર GMERSની સરકારી 8 મેડિકલ કોલેજો ખાનગી કરી દેવા માંગે છે. તેથી આ રાજ રમત થઈ રહી છે. જો 8 મેડિકલ કોલેજ GMERS હેઠળ હોવાથી તે ખાનગી કોલેજ બની ગઈ છે. જેની કૂલ સંપત્તિ રૂ.1100 કરોડથી વધું થાય છે જે હવે શંકર ચૌધરીના ટ્રસ્ટની જેમ, ભૂરૂચ, દાહોદ, ભાવનગર, ભુજની જેમ બીજી 8 મેડિકલ કોલેજને ખાનગી લોકોને આપવી દેવામાં આવશે. આમ હવે મેડિકલ કોલેજ રાજકીય અડ્ડામાં ફેરવાઈ ગઈ છે.
600 પથારીની હોસ્પિટલ
અમદાવાદની સોલા, વડોદરાની ગોત્રી, વલસાડ, પાટણના ધારપુર, ગાંધીનગર, હિંમતનગર, વડનગર અને જુનાગઢમાં GMERS મેડિકલ કોલેજો શરૃ કરાઈ છે. હાલ 8 મેડિકલ કોલેજો છે. સરકારે GMERSની અન્ય મેડિકલ કોલેજોમાંથી 72 તબીબી શિક્ષકો તથા સરકારી કોલેજના 162 તબીબી શિક્ષકોની બદલી કરાઈ છે. જેમાં ગયા વર્ષે 124 તબીબી શિક્ષકો તાજેતરમાં વડનગર સહિતની મેડિકલ કોલેજોમાં મુકવામા આવ્યા હતા જેમને ફરી અન્ય જગ્યાએ મૂકી દેવામાં આવ્યા છે. તેથી 600 પથારીમાં સારવાર લેતા દર્દીઓ અને ઓપીડીના દર્દીઓને રોગચાળાની સીઝનમાં પરેશાની ભોગવવી પડી છે.
ઓક્ટોબર 2017માં પણ 154 તબિબોની બદલી વડનગર કોલેજમાં કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન આવવાના હતા ત્યારે દરીઓને મેડિકલ કેમ્પની જાહેરાત કરીને ભરતી કરી દેવાયા હતા. જેમાં અમદાવાદ સિવિલમાંથી 81 તબીબ લાવવાના હતા.