અમદાવાદ,તા:04
ખેડૂત પાલભાઈ આમલીયાએ જણાવ્યું હતું કે પાકવીમાં કંપનીઓ પ્રધાનમંત્રી પાકવિમાં યોજનાની જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે. આમ રાજ્ય સરકાર મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી છે.અને 3 તારીખથી પણ પાક નુકશાનની અરજીઓ સ્વીકારવાનું વીમા કંપનીઓએ બંધ કરી દીધું છે. તો જ્યાં છેલ્લા 3 દિવસમાં વરસાદ પડ્યો ત્યાં પાકવીમાં કંપનીઓ અરજી સ્વીકારવાની ના કેમ પડી શકે….???
રાજ્ય સરકાર ચૂપ છે.
1, 2, 3, નવેમ્બરના રોજ જ્યાં વરસાદ પડ્યો એને વરસાદ બંધ થયા બાદ 72 કલાકનો નિયમોનુસાર સમય મળવો જોઈએ. જયારે વરસાદ બંધ થાય ત્યારથી 72 કલાકમાં ખેડૂતો અરજી કરી શકે એવી જોગવાઈઓ છે.