ગુજરાત એસટી નિગમ દ્વારા શરૂ કરાયેલી અમદાવાદથી વારાણસી અને ગોવાની વોલ્વો સ્લિપર બસ સર્વિસને પેસેન્જરો ન મળતા ખાલી ખાલી દોડી રહી છે. અમદાવાદથી વારાણસી જતી વોલ્વો સર્વિસને રપ થી ૩૧ જાન્યુઆરી સુધી ૭ દિવસમાં ફક્ત ૧ૅ૦૬ પેસેન્જર મળતા ૩૩ હજારની જ આવક થઈ છે. તેની સામે નિગમે ૭ દિવસમાં ડીઝલનો ખર્ચ પેટે રૂ.૩.૧૮ લાખનો ખર્ચ કરી નાંખ્યો છે. વારાણસી લોકસભા વિસ્તારમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાયા હોવાથી ત્યાં બસ મૂકીને ખોટ કરવામાં આવી રહી છે.
ગોવાની વોલ્વો સર્વિસને ર દિવસમાં રરપ પેસેન્જર મળતા ફક્ત ૯ર હજારની આવક સામે ડીઝલ ખર્ચ ર.૪૪ લાખ રૂપિયા થયો છે. એસ.ટી. નિગમે રપ જાન્યુઆરીએ રાજ્યમાં ૧૩ નવા રૂટ પર પ્રિમીયમ વોલ્વો સર્વિસ શરૂ કરી છે. આ બસોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝંડી બતાવી રવાના કરી હતી. અમદાવાદથી વારાણસી ૧૬ર૧ કી.મી. હોવાથી એક બસ જતાં આવતા ૩ર૪ર કિલોમીટર દોડે છે. વોલ્વો બસ એક લીટર ડીઝલમાં ૩ કિલોમીટર દોડતી હોવાથી વારાણસીની એક ટ્રીપમાં ૧૮૦ લીટર ડીઝલ બળે છે. નિગમને રૂ.૪રએ લીટર મળતું હોવાથી એક ટ્રીપને ખર્ચ રૂ.૪પ,૩૮૮ થતાં ૮ દિવસનો ખર્ચ રૂ.૩.૧૮ લાખ થાય છે. એજ રીતે ગોવાની એક ટ્રીપ પૂર્ણ કરતાં ર૪૮૬ કિલોમીટર થતાં ૮ર૮ લીટર ડીઝલનો ખર્ચ રૂ.૩૪,૮૦૪ થતાં ૭ દિવસમાં ર.૪૪ લાખ રૂપિયાનું ડીઝલ વપરાયુ હતુ