વિધાનસભામાં ધારાસભ્યોના પગાર વધારામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા હાથ મિલાવી દીધા છે. પણ કોંગ્રેસ હવે એવો પક્ષ બની ગયો છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પણ ભ્રષ્ટાચાર કરી લીધો છે. અમરેલી નગરપાલિકામાં ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરતાં હોવાથી મતદારોએ કોંગ્રેસને શાસન આપી દીધું હતું. કોંગ્રેસ પણ ભાજપની જેમ ભ્રષ્ટાચાર કરવા લાગી છે. કોંગ્રેસ તો હદ એ કરી નાંખી છે કે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ભ્રષ્ટાચાર કરી લીધો છે.
અમરેલી શહેરમાં 17 ઓગસ્ટ 2017ના દિવસે આજથી બરાબર એક વર્ષ પહેલાં અમરેલી ખેત ઉત્પાદન બજાર તથા અમર ડેરી અને સહકારી સંસ્થાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આયોજન થયેલું હતું.
તેમની સભા માટે સહકારી સંસ્થાઓએ ખર્ચ કરવાનું હતું. નગરપાલિકાએ અમરેલી જિલ્લાની ફાયરની 9 ગાડીઓ મંગાવી. તેમ છતાં ખાનગી પેઢીના નામે બિલ બનાવી દેવાયા હતા. હનુમાન પરાની ગોપાલ ફાયરના નામે રૂા.10,23,752નો ખર્ચ સ્વભંડોળમાંથી ચૂકવી દેવાયો હતો. જે નિયમો વિરૂદ્ધ હતો. તેની તપાસ કરવા માટે માંગણી મુખ્ય સચિવ સમક્ષ કરવામાં આવી છે. વળી, વડાપ્રધાન તો દિવસના ઉદઘાટન કરીને પરત જતાં રહ્યાં હતા. તેમ છતાં અહીં નગરપાલિકાએ રૂ.4.26 લાખનો ખર્ચ લાઈટની રોશની કરવાનો બતાવવામાં આવ્યો છે. જેની તપાસ કરવા માટે મુખ્ય સચિવને નાથાલાલ સુખડીયાએ પત્ર લખ્યો છે.
નાથાલાલ સુખડીયાએ ચીફ સેક્રેટરીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, અમરેલી નગરપાલિકા દ્વારા 2017માં ગુજરાત રાજય સ્થાપના દિન ઉજવવા માટે પાલિકાએ જાહેરાત આપ્યા વગર ગુજરાતના જાણીતા ગાયક અને ડાયરાના કલાકાર પ્રફુલ દવેના કાર્યક્રમ માટે આમંત્રણકાર્ડ, સ્ટીકરો, સમીયાણાઓ, સ્ટેજ, સન્માનની શાલો, ફુલહાર વિગેરે મળીને રૂ.11.93 લાખનું ખર્ચ કરેલું છે. જે નિયમ વિરૂદ્ધ છે.
આમ આ બંને મળી કુલ રૂા.14.50 લાખનો ખર્ચ કોંગ્રેસ સંચાલિત અમરેલી નગરપાલિકાએ સ્વભંડોળમાંથી ચૂકવી ખોટો ખર્ચ કરેલો હોય છે. તેની તપાસ કરી તમામ જવાબદારો સામે પગલા લેવા તેમણે માંગણી કરી છે.