ઘરના છાપરા પર 500 મેગાવોટ સૂર્ય ઉર્જા કોણે પેદા કરી ?

વીજ વપરાશ માટેની સોલાર રૂફટોપ સીસ્ટમનું સપ્લાઈ , ઈન્સ્ટોલેશન , કમીશનીંગની કામગીરી ગુજરાતમાં અત્યંત ઝડપીથી થઈ રહી છે. આ યોજના થકી તમામ એજન્સીઓ દ્વારા 500 મેગાવોટનાં લક્ષ્યાંકમાંથી 490 મેગાવોટ સોલાર સીસ્ટમ લગાવવા અંગેની ઓનલાઈન નોંધણી નવેમ્બર 2019થી માર્ચ 2020 એટલે કે માત્ર 4 માસમાં જ કરેલી છે .

આ લક્ષ્યાંક અન્વયે એક કંપનીને બીજી 570 કિલોવોટનાં લક્ષ્યાંકની સામે માર્ચ 2020 સુધીમાં 652 કીલોવોટની સીસ્ટમની ઓનલાઈન નોંધણી કરેલી છે . હાલની સ્થિતિએ સમગ્ર યોજના અન્વયે લગભગ 82 % અને આ કંપનીને 114% કામગીરી કરી દીધી છે.

ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે.

ગુજરાતમાં તા.2 માર્ચ 2020 સુધીમાં 50,915 ઘર વપરાશની સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે અને 177.67 મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે.

ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના જાહેર કરીને 2022 સુધીમાં 8 લાખ રહેણાક ઘર પર હશે. 3 કીલોવોટ સુધી નિયત કિંમતના 40 ટકા તથા 3 કિલીવોટથી વધુ અને 10 કિલો વોટ સુધી 20 ટકા સબસિડી સરકાર આપે છે.

2020 – 2021ના અંદાપત્રમાં પણ રૂ.912 કરોડની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. આવી સોલાર રૂફ ટોપ સિસ્ટમથી ઉત્પન્ન થયેલી અને ગૃહ વપરાશ ઉપયોગ પછીની વધારાની વીજળીની જે તે વીજ વિતરણ કંપની 2.25 પ્રતિ યુનિટ ના ભાવે ખરીદી કરે છે. ગુજરાત યોજના હેઠળ સોલાર રૂફ ટોપ માટે 1.18 લાખથી વધુ અરજીઓ ઓન લાઇન પોર્ટલ પર નોંધાઈ છે.